ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે હસ્તે જૂનાગઢના પાતાપુર ગામે રૂપિયા પાંચ કરોડના ખર્ચે નિર્મિત થનાર કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ નવનિર્મિત થનાર શાળાના બિલ્ડિંગમાં ગરીબ, અનાથ, ડ્રોપ આઉટ સહિતની 150 જેટલી દીકરીઓને રહેવા જમવાની અધ્યતન સુવિધાઓ સાથે તદ્દન નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે. આ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં કોમ્પ્યુટર અને વોકેશનલ લેબ, લાઇબ્રેરી સહિતની અદ્યતન સુવિધાઓથી સજ્જ હશે.
આ પ્રસંગે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે, શિક્ષણ થકી જ ઉજવળ ભવિષ્યનું નિર્માણ શક્ય બને છે. ગુજરાત સરકાર પણ શિક્ષણ માટે વિદ્યાર્થીઓને ઘર આંગણે
- Advertisement -
સારી સગવડ અને યોગ્ય તાલીમ મળી રહે તે માટે પ્રતિબધ્ધ રહી છે. આ સાથે તેમણે રૂ.5
કરોડના ખર્ચે નિર્માણ થનાર કસ્તુરબા ગાંધી વિદ્યાલયના અધ્યતન બિલ્ડીંગથી શૈક્ષણિક સેવામાં વધારો થશે. 150 જેટલી દીકરીઓને ઉત્તમ શૈક્ષણિક વ્યવસ્થાઓ મળી રહે છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.



