અમેરિકા અને UAE વચ્ચે 8 ક્ષેત્રોમાં ડીલ
ખાસ-ખબર ન્યૂઝ યુએઇ
- Advertisement -
ડોનાલ્ડ ટ્રમ્પે UAE સાથે 200 બિલિયન ડોલર (રૂ.1.6 લાખ કરોડ)ના સોદાની જાહેરાત કરી છે. બંને દેશોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં સહયોગ વધારવાનો પણ નિર્ણય લીધો.
આનાથી ગલ્ફ ક્ષેત્રમાં કુલ રોકાણ કરારો 15 લાખ કરોડ રૂપિયા (2 ટ્રિલિયન ડોલર)થી વધુ થઈ ગયા છે. ટ્રમ્પે કહ્યું કે આ સોદાઓ અમેરિકન લોકો માટે બજારની તકોનો વિસ્તાર કરશે અને આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવશે.
ડોનાલ્ડ ટ્રમ્પ તેમના મધ્ય પૂર્વ પ્રવાસના છેલ્લા દિવસે UAE પહોંચ્યા. અહીં અબુ ધાબીના ઝાયેદ એરપોર્ટ પર રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું.
આ સાથે, ઞઅઊએ અમેરિકન ટેકનોલોજીને સુરક્ષિત રાખવા માટે તેની રાષ્ટ્રીય સુરક્ષા નીતિઓને અમેરિકા સાથે સંરેખિત કરવાનું વચન આપ્યું. બંને દેશોએ યુએસ-UAE એઆઈ એક્સિલરેશન પાર્ટનરશિપ શરૂ કરવાની પણ જાહેરાત કરી. આ કરારો દ્વારા ઞઅઊને અમેરિકા પાસેથી સારી ગુણવત્તાવાળી અઈં ચિપ્સ મળશે. અગાઉ,UAEએ AI ચિપ્સ માટે પ્રતિબંધોનો સામનો કરવો પડ્યો હતો.
- Advertisement -
બોઇંગ અને GE એરોસ્પેસ: ઞઅઊની એતિહાદ એરવેઝ 11 હજાર કરોડ રૂપિયામાં 28 બોઇંગ 787 અને 777ડ વિમાન ખરીદશે. આ વિમાનોGE એન્જિન દ્વારા સંચાલિત હશે. આનાથી અમેરિકામાં 60,000 નોકરીઓનું સર્જન થશે.
એલ્યુમિનિયમ પ્લાન્ટ: અમીરાત ગ્લોબલ એલ્યુમિનિયમ ઓક્લાહોમામાં 4 બિલિયનનો એલ્યુમિનિયમ પ્લાન્ટ બનાવશે. આ 45 વર્ષમાં અમેરિકાનો પહેલો નવો એલ્યુમિનિયમ પ્લાન્ટ હશે, જે 1,000 નોકરીઓનું સર્જન કરશે. આનાથી અમેરિકાની ઉત્પાદન ક્ષમતા બમણી થશે.
તેલ અને ગેસ: એક્સોનમોબિલ, ઓક્સિડેન્ટલ પેટ્રોલિયમ અને EOG રિસોર્સિસે અબુ ધાબી નેશનલ ઓઇલ કંપની (ADONC) સાથે 60 બિલિયન (રૂ.5 લાખ કરોડ)ના તેલ અને કુદરતી ગેસ ઉત્પાદનને વધારવા માટે કરાર કર્યો છે. આનાથી બંને દેશોમાં ઉર્જા ખર્ચ ઘટાડવામાં અને રોજગારીનું સર્જન કરવામાં મદદ મળશે.
ગેલિયમ પ્રોજેક્ટ: RTX અને UAE કંપનીઓ સંયુક્ત રીતે ગેલિયમ પ્રોજેક્ટ શરૂ કરશે. આનાથી સેમિક્ધડક્ટર અને સંરક્ષણ ટેકનોલોજી માટે જરૂરી ખનિજોના પુરવઠામાં વધારો થશે.
ક્વોલકોમ: અબુ ધાબીમાં AI અને ડેટા સેન્ટર પર કામ કરવા માટે એક નવું સેન્ટર બનાવવામાં આવશે. આનાથી અમેરિકન ટેકનોલોજીની માગ વધશે અને રોજગારીનું સર્જન થશે.
પરમાણુ ઉર્જા: હોલ્ટેક અને IHC મિશિગનમાં જખછ-300 નાના પરમાણુ રિએક્ટર બનાવવા માટે સાથે મળીને કામ કરશે. આમાં 30 બિલિયન ડોલરનું રોકાણ થશે.
એમેઝોન વેબ સર્વિસીસ: UAEમાં ક્લાઉડ સેવાઓને અપનાવવા માટે એક સોવરેન ક્લાઉડ લોન્ચ પેડ શરૂ કર્યું. આ પહેલથી 2033 સુધીમાં UAEનું ડિજિટલ અર્થતંત્ર 181 બિલિયન સુધી વધવાની અપેક્ષા છે. આ સહયોગથી અમેરિકન-વિકસિત ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાયબર સુરક્ષાની માગમાં વધારો થશે.
યુએસમાં ડેટા સેન્ટર્સ: યુએસ અને UAEએ એઆઈ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ UAEના 1.4 ટ્રિલિયન રોકાણના વચનને સમર્થન આપે છે. UAE અમેરિકામાં એટલા જ મોટા ડેટા સેન્ટર બનાવશે જેટલા તે પોતાના દેશમાં બનાવે છે.