રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં પોલીસનો બાતમી આધારે દરોડો
પોલીસે ત્રણ દુકાનોમાંથી 1918 નંગ ફેવીક્વીક સહિતની મતા કબજે કરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં ફેવિકોલ અને ફેવી ક્વીક નામે નકલી વસ્તુનું વેચાણ કરતાં ત્રણ વેપારીને પોલીસે દરોડો પાડી દબોચી લીધા છે. બનાવ અંગે ઉત્તરપ્રદેશના અંકુરશર્મા રાજકુમારશર્મા ઉ.30એ ગાંધીગ્રામ એસકે છોકના મુકેશ રમેશ ડાંગર, આશિષ દિનેશ વાઢીયા અને રવિ હરસુખ રાયચુરા સામે કોપીરાઇટ ભંગ અંગે ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે તે નોઈડા ખાતે આવેલ SEMITALEGAL Advocates Solicitors નામની કંપનીમાં એકઝીકયુટર તરીકે દોઢ વર્ષથી નોકરી કરે છે કંપનીને અંધેરી ઈસ્ટ મુંબઈમાં આવેલ ફેવીકોલ તથા ફેવીકવીકની ખ/ત ઙશમશહશયિં ઈંક્ષમીતિશિંયત નામની કંપની સાથે તેમની કંપનીના લોગા કે લખાણ કે ચીત્રોનું કોપી કરી ફેવીકોલ કે ફેવીક્વીકનુ વેચાણ કરે તો તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવાની તેને સત્તા આપવામાં આવેલ છે.
ગઈકાલે સાંજના સમયે તેને કંપની દ્રારા જાણ થયેલ કે, ગાંધીગ્રામ સોસાયટી એસકે ચોક વિસ્તારમાં આવેલ અલગ અલગ દુકાનોમાં પીડીલાઈટ કંપનીની ફેવિકવિકના લોગા, ચિત્ર તથા લખાણનુ કોપી કરી ફેવીકવીકનુ વેચાણ કરે છે જે બાતમીના આધારે દુકાનમાં તપાસ કરવા તેઓ અન્ય સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને ત્યાંથી હેડ કોન્સ્ટેબલ રવીભાઈ ગઢવી, રોહીતદાન ગઢવી, શબ્બીરખાન મલેક સાથે ગાંધીગ્રામ સોસાયટી એસકે ચોક વિસ્તારમાં આવેલ મુરલીધર પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ખાતે જઈ તપાસ કરતા ત્યા દુકાન ધારકનું નામ પુછતા પોતાનુ નામ મુકેશ રમેશ ડાંગર હોવાનુ જણાવેલ હતું તે દુકાનમાં તપાસ કરતા પીડીલાઈટ કંપનીની ફેવીક્વીકના 29 નંગ મળી આવેલ જે ફેવીક્વીકના પ્લાસ્ટીકના નંગ ઉપર જોતા કંપનીના લોગા તથા લખાણ તથા ચિત્રોનુ કોપી કરેલ હતું તેમજ અન્ય ચામુંડા જનરલ સ્ટોરમાં તપાસ કરતાં ત્યાંથી 33 નંગ ફેવિકવિકમાં કંપનીના લોગા તથા લખાણ તથા ચિત્રોનુ કોપી કરેલ હતું. તેમજ તે જ વિસ્તારમાં આવેલ સત્યમ ડીપાર્ટમેન્ટ સ્ટોરમાં તપાસ કરતાં તેમાંથી 1856 નંગ ફેવિકવિકમાં કંપનીના લોગા તથા લખાણ તથા ચિત્રોનુ કોપી કરેલ હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.