બે વર્ષ પૂર્વે જુગારધામ પર સુરેન્દ્રનગર જિલ્લા LCBનો દરોડો થયો હતો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.15
- Advertisement -
રાજ્યમાં પોલીસ વિભાગ અસમાજિક પ્રવૃતિ રોકવા માટે છે ક્રાંતિ કેટલાક પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ દરમિયાન પોતે જ અસામાજિક પ્રવૃતિને પ્રોત્સાહન આપે છે જેના લીધે અનેક વખત પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ થવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના તો અસામાજિક તત્વો સાથે સાઠગાંઠ રાખવા બદલ એક એ.એસ.આઇ સહિત પાંચ પોલીસ કર્મચારીઓને સીધા ડિસ્મિસ કરવામાં આવ્યા હોવાની વાત વાયુ વેગે પ્રસરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર લીંબડીના સોકા ગામે આશરે બે વર્ષ પૂર્વે સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી દ્વારા મસમોટા જુગારધામ પર દરોડો કરી લાખો રૂપિયાના મુદામાલ સાથે આશરે ત્રીસથી વધુ જુગારીઓને ઝડપી લીધા હતા અહીં મોટું જુગારધામ ઝડપાયું હોવાથી આખા જિલ્લામાં હાહાકાર મચી ગયો હતો. પરંતુ એલ.સી.બીના દરોડા બાદ જુગાર સંચાલકે સ્થાનિક પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા જેમાં સંચાલક દ્વારા રાજ્યના ડી.જી.પીને લેખિતમાં જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસ જુગારધામ ચલાવવા માટે મહિને 12લાખ જેટલો મોટો તગડો હપ્તો વસૂલતી હતી આ સાથે એલ.સી.બી દ્વારા જુગારધામ પર દરોડા દરમિયાન ફાયરિંગ પણ કરાયું હતું આ પ્રકારના ગંભીર આક્ષેપ સાથે ઉચ્ચકક્ષાએ કરેલી રજૂઆત બાદ રાજ્યના ડી.જી.પી દ્વારા તપાસ સમિતિની રચના કરી તપાસ કરતા એક એ.એસ.આઇ સહિત પાંચ પોલીકર્મચાતીઓને કારણદર્શી નોટિસ પણ ફટકારી હતી જેમાં પાંચ પોલીસ કર્મચારીઓ સંચાલક સાથે સાઠગાંઠ ધરાવતા હોવાનું ખુલવા પામતા પો.કો. વિજયસિંહ દિલીપસિંહ ઝાલા (ડ્રાયવર), પો.કો અજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (ડ્રાયવર), આ.પો.કો. મયુરધ્વજસિંહ નરવીરસિંહ ઝાલા, અ.હે.કો. દિગપાલસિંહ લાલુભા સરવૈયા, એ.એસ.આઇ. પુષ્પરાજ મુકેશભાઇ ધાંધલ સહિતનાઓ ગઈ કાલે રાજ્યના ડી.જી.પી દ્વારા ડિસમોસ કર્યા હોવાની ચર્ચાએ વેગ પકડતા ચકચાર મચી જવા પામ્યો છે.



