ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન અને નિર્દેશ મુજબ વહીવટી તંત્ર દ્વારા અભિયાન હેઠળ વિવિધ વિભાગ દ્વારા 23 કેમ્પ યોજવામાં આવ્યા હતા. અભિયાનના બીજા તબક્કા અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં સાસણ, શીરવાણ, મેંદરડા, ગડુ, અમરાપુર (ગીર)ના ગામ તેમજ કેશોદ, માંગરોળ, અને જૂનાગઢ શહેરમાં વસતા સીદી સમુદાયના અંદાજે 1,540 લોકોનો સમાવેશ કરવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત આદિમ જૂથના સીદી સમુદાયને યોજનાકીય લાભો આપવામાં આવ્યા હતા. આ અભિયાન અંતર્ગત 1,533 લોકોના આધારકાર્ડ નવા કઢાવવા તેમજ અપડેશનની કામગીરી, 1,207 લોકોના જાતિના પ્રમાણપત્ર, પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ 1,538 લોકોના બેંક ખાતા ખોલાવવા, 1,345 લોકોના આયુષ્માન કાર્ડ, 1,535 લોકોના રેશનકાર્ડ, પીએમ કિસાન યોજના અંતર્ગત 213 કુટુંબોને પીએમ કિસાન કાર્ડ,માળીયા તાલુકાના અમરાપુર (ગીર) માં 4 આવાસ અને મેંદરડા તાલુકાના સાસણમાં 1 આવાસ નિર્માણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.



