કરિયાવરમાં આપેલ દાગીના નકલી હોવાનો પરિવારનો આક્ષેપ
આયોજકોએ માફી માંગી દાગીના ઓફિસે પરત આપી જવા જણાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં ગત 27 તારીખે યોજાયેલા સમૂહ લગ્નમાં અસલીને બદલે નકલી દાગીના આપવામાં આવતા લખતરના પરિવાર દ્વારા કુવાડવા પોલીસ સ્ટેશનના અરજી કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે જો કે આયોજકોએ જણાવ્યું હતું કે દાતાઓ તરફથી ભેટ આપવામાં આવી હતી જેથી અમને ખ્યાલ નથી પરંતુ જો કોઈને ખોટા દાગીના મળ્યા હોય તો અમારી ઓફિસે પરત આપી જાય અને અમે માફી માંગીએ છીએ.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામે રહેતા સોનલબેન વસંતભાઈ વોરાએ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં શિવાજી સેના ગુજરાતના બેનર હેઠળ સમૂહલગ્નનું આયોજન કરનાર આયોજકો સામે કરેલી અરજીમાં જણાવ્યું હતું કે તેની દીકરી સોનલનું સગપણ લખતરના જ દેવજીભાઈ જાદવના દીકરા પ્રકાશ સાથે નક્કી કર્યા હતા આ સમૂહલગ્નમાં ફોર્મ ભર્યું હતું અને મારી દીકરીના લગ્ન આ સમૂહલગ્ન ગત 24 તારીખે યોજવામાં આવ્યા હતા જેમાં આયોજકો વિક્રમ સોરાણી, પિન્ટુ પટેલ, અક્ષયદ ધાડવી સહિતના હતા આ લગ્નમાં 555 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ લગ્નમાં વર પક્ષ તરફથી 21 હજાર ફી લેવામાં આવી હતી અને સોના-ચાંદીના દાગીના સહિત 121 વસ્તુઓ આપવામાં આવી હતી પરંતુ આ સમૂહલગ્નમાં જે દાગીના આપવામાં આવ્યા છે તે ખોટા હોવાનું જાણવા મળ્યું છે દાગીના સોની પાસે તપાસ કરાવતા દાગીના ખોટા હોવાનું જાણવા મળ્યું હતું જેથી આ અંગે પગલાં લેવા અને યોગ્ય કાર્યવાહી કરવા જણાવાયું હતું તો બીજી તરફ સમૂહ લગ્નના આયોજક વિક્રમ સુરાણી સહિતના આયોજકો દ્વારા એક વિડીયો મારફતે એવું જણાવવામાં આવ્યું હતું કે જે આક્ષેપ કરવામાં આવ્યો છે તે દાગીના દાતાઓ તરફથી આપવામાં આવ્યા હતા ડુપ્લીકેટ ઘરેણા આવ્યા હોય તો તેઓ મારી ઓફિસે પરત કરી શકે છે જો કોઈ સાથે આવું થયું હોય તેના માટે અમે માફી માગીએ છીએ બીજી વખત આવું નહીં થાય તે માટે લિમિટેડ સમૂહ લગ્ન કરીશું.



