રાજકોટ પોલીસ કમિશ્નરની સૂચના અને માર્ગદર્શન હેઠળ દારૂ જુગારના કેસો કરવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટ પોલીસે પકડેલા કરોડો રૂપિયાનો નાશ કરવા રાજ્ય સરકારના ગૃહ વિભાગની સૂચના અન્વયે આજે 2.14 કરોડના દારૂ ઉપર રોડ રોલર ફેરવી દઈ નાશ કરવામાં આવ્યો હતો સોખડા અને નાકરાવાડી વચ્ચે સરકારી ખરાબામા દારૂનો નાશ કરાયો હતો જેમાં ઝોન 1 હેઠળના આવતા પોલિસ સ્ટેશનો દ્વારા 95 કેસમાં 21,09,160 રૂપિયાની 8034 બોટલ દારૂ, ઝોન 2 હેઠળના પોલીસ સ્ટેશન દ્વારા 70 કેસમાં 56,00,960 રૂપિયાનો 10,248 બોટલ દારૂ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 20 કેસમાં 1,37,62,076 રૂપિયાનો 91,032 બોટલ ઉપર રોડ રોલર ફેરવી દઈ નાશ કરવામાં આવ્યો હતો.
Follow US
Find US on Social Medias



