By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    1 day ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    2 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    2 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    3 days ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
    7 hours ago
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    1 day ago
    FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
    1 day ago
    ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા
    1 day ago
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    1 day ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    1 day ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    2 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    2 days ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    3 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    1 day ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    2 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    3 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    4 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પાક.ની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > પાક.ની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ
Hemadri Acharya Dave

પાક.ની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ

Khaskhabar Editor
Last updated: 2025/05/09 at 5:01 PM
Khaskhabar Editor 1 year ago
Share
10 Min Read
SHARE

ભારત-પાકિસ્તાન… હુમલાની શૃંખલાની આરપાર…

પાકિસ્તાની હુમલાઓના જવાબમાં, ભારતે લાહોરમાં પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો હતો, જે પાડોશી દેશ માટે મોટો ફટકો હતો

- Advertisement -

22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઇલોથી હુમલો કરીને તેનો નાશ કર્યો હતો. આમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરનો પરિવાર બરબાદ થઈ ગયો. તેના પરિવારના 14 લોકો મૃત્યુ પામ્યા.

આતંકને પોતાનો ધર્મ અને આતંકવાદીઓને ભગવાન સમજનાર પાકિસ્તાન માટે આતંકવાદીઓ પર હુમલા એના હૃદય પર ઘાત સમી લાગી રહી છે. એમાં પણ પાકિસ્તાનના સમૃદ્ધ પ્રદેશ, પંજાબ પાકિસ્તાનમાં આપણે ચાર આતંકી ઠેકાણે હુમલા કર્યા એ પાકિસ્તાનને ભારોભાર ખૂંચી ગયું છે. ધૂંધવાયેલાં પાકિસ્તાને નિયંત્રણ રેખા પર અને જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, ઉરી, પૂંછ, મેંધાર અને રાજૌરી સેક્ટરમાં મોર્ટાર અને ભારે તોપખાનાનો ઉપયોગ કરીને વિના કારણ ગોળીબાર શરુ કર્યા. ઉપર કહ્યું તેમ, ઓપરેશન સિંદૂરથી ગભરાયેલા પાકિસ્તાને ગત ગુરુવારે નિયંત્રણ રેખા (કજ્ઞઈ) અને આંતરરાષ્ટ્રીય સરહદ (ઈંઇ) પરના વિવિધ વિસ્તારોમાં ડ્રોન હુમલાનો પ્રયાસ કર્યો.

તો ભારતે પણ પાકિસ્તાની હુમલાઓનો જવાબ આપવાનું શરૂ કરી દીધું છે. ભારતીય સુરક્ષા દળોએ પાકિસ્તાની પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા. ભારત દ્વારા પાકિસ્તાનમાં મિસાઇલ અને ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે. ભારતે લાહોર પર ડ્રોનથી મોટો હુમલો કર્યો છે. આ ઉપરાંત પેશાવર, સિયાલકોટ, ઇસ્લામાબાદ જેવા શહેરો પણ મિસાઇલ અને ડ્રોન હુમલાનો ભોગ બન્યા છે. આ પહેલા પણ, પાકિસ્તાની હુમલાઓના જવાબમાં, ભારતે લાહોરમાં પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો હતો, જે પાડોશી દેશ માટે મોટો ફટકો હતો. ભારતની જવાબી કાર્યવાહીથી ગભરાયેલા પાકિસ્તાને ગુરુવારે મોડી રાત્રે જમ્મુ, રાજસ્થાન, પંજાબ, ગુજરાત વગેરે પર મિસાઇલો અને ડ્રોનથી હુમલો કર્યો. જોકે, ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ આ મિસાઈલોને હવામાં જ તોડી પાડી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય સેનાના હવાઈ સંરક્ષણ એકમો દ્વારા હાથ ધરવામાં આવેલા એક મોટા ડ્રોન વિરોધી ઓપરેશનમાં 50થી વધુ ડ્રોનને સફળતાપૂર્વક તોડી પાડવામાં આવ્યા હતા. આ ડ્રોન હુમલાઓ ઉધમપુર, સાંબા, જમ્મુ, અખનૂર, નાગરોટા અને પઠાણકોટ જેવા સંવેદનશીલ વિસ્તારોને નિશાન બનાવવાના પ્રયાસમાં કરવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, હવે ભારતીય નૌકાદળે પણ બદલો લેવાની આગેવાની લીધી છે અને પાકિસ્તાનના કરાચી બંદર અને તેની સાથે સંકળાયેલા વ્યૂહાત્મક સ્થળો પર હુમલો કર્યો છે. નૌકાદળની આ કાર્યવાહીથી કરાચીમાં ખળભળાટ મચી ગયો છે અને પાકિસ્તાનની દરિયાઈ સુરક્ષાને મોટો ફટકો પડ્યો છે. આપને જણાવી દઈએ કે, 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી આ પહેલી વાર છે જ્યારે ભારતીય નૌકાદળ દ્વારા કરાંચી પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા અને નૌકાદળ દ્વારા ઘેરાબંધી દ્વારા, ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ કરી દીધું છે કે તે દરેક મોરચે કડક જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
ભારતમાં 15 લશ્કરી સ્થાપનો પર પાકિસ્તાની હુમલાઓના જવાબમાં, ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને નિશાન બનાવી. સંરક્ષણ અને સુરક્ષા સંસ્થાના સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે જ-400 મિસાઇલ સંરક્ષણ પ્રણાલી, સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો અને સંકલિત માનવરહિત વિમાન વિરોધી પ્રણાલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

આજકાલ આપણે વારંવાર સાંભળીએ છીએ કે ભારતે પાકિસ્તાની ડ્રોન ફાઈટર જેટસ કે મિસાઈલ પર કાઇનેટિક કે નોન કાઇનેટિક હુમલા કર્યા. કાઇનેટિક અને નોન કાઇનેટિક હુમલા શું છે તે સમજીએ.

બે કે તેથી વધુ દેશો સત્તાવાર રીતે યુદ્ધનું એલાન કરે ત્યારે યુદ્ધ શરુ થયું ગણાય, પરંતુ પાકિસ્તાને ભારત સામે અઘોષિત યુદ્ધ શરુ કરી દીધું છે

કોઈપણ દેશનું સૈન્યબળ કેટલું પણ મજબૂત હોય પરંતુ રાજકીય ઇચ્છાશક્તિના અભાવમાં તે માત્ર પિંજરે પુરાયેલ સિંહના જેવી સ્થિતિમાં લાચાર છે

કાઇનેટિક એટેક એ પરંપરાગત યુદ્ધ સ્વરૂપોનો ઉલ્લેખ કરે છે જેમાં શારીરિક બળ અને સીધી લશ્કરી કાર્યવાહીનો સમાવેશ થાય છે. આ પ્રકારના યુદ્ધમાં શસ્ત્રો અને લડાઇ યુક્તિઓના ઉપયોગ દ્વારા ચોક્કસ ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટે રચાયેલ લશ્કરી કામગીરીની શ્રેણીનો સમાવેશ થાય છે. મિસાઇલની વાત કરીએ તો, તેની સંરક્ષણ પ્રણાલીઓ આવનારી મિસાઇલોને અટકાવવાં, નાશ કરવા અથવા વિવિધ પ્રકારના હુમલાઓને બેઅસર કરવા માટે કાઇનેટિક(ગતિશીલ) અને નોનકાઈનેટિક (બિનગતિશીલ) બન્ને ક્ષમતાઓનો ઉપયોગ કરે છે. મિસાઈલની કાઇનેટિક ક્ષમતામાં ત્રણ મુખ્ય ઘટકોનો સમાવેશ થાય છે: મિસાઇલ લોન્ચર; અગ્નિ નિયંત્રણ અને સંદેશાવ્યવહાર એકમ; અને એક હાઇ-એક્સિલરેશન ઇન્ટરસેપ્ટર જે ગતિ ઊર્જાનો ઉપયોગ કરીને વિરોધીની બેલિસ્ટિક મિસાઇલો અને તેમના ઘાતક પેલોડ્સનો નાશ કરે છે. આમ, કાઇનેટિક એટલે કે ગતિશીલ ક્ષમતાઓ ભૌતિક હુમલા સુચવે છે, જેમ કે મિસાઇલોને તોડી પાડવા અથવા નાશ કરવો. આપણે વર્ષો પહેલા ‘રામાયણ’ ધારાવાહિકમા રામ રાવણ યુદ્ધમાં, આકાશમાં સામસામે વાયુશસ્ત્રો ટકરાતાં હોય એવા દ્રશ્યો જોયા હતા જે હવે વર્તમાન પરિસ્થિતિમાં વ્યવહારમાં જોવા મળે છે.

નોન કાઇનેટિક હુમલામાં, સીધી શારીરિક હિંસાના ઉપયોગ વિના લશ્કરી અથવા રાજકીય ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવાના હેતુથી વ્યૂહરચનાઓ અને યુક્તિઓનો સમાવેશ થાય છે. ગતિશીલ યુદ્ધથી વિપરીત, તે એક વિકાસશીલ ખ્યાલ છે, અને તેમાં બિન-લશ્કરી હિસ્સેદારો પણ સામેલ હોઈ શકે છે. આવા હુમલા પરંપરાગત પદ્ધતિઓ કરતાં વધુ ઘાતક હોઈ શકે છે, જેમ કે ડ્રોન હુમલા, પેજર વિસ્ફોટ, ઉપકરણોમાં વિસ્ફોટ વગેરેને બિન-ગતિશીલ યુદ્ધના ઉદાહરણો તરીકે જોઈ શકાય છે.

નોન કાઇનેટિક હુમલા ભૌતિક નુકસાન પહોંચાડ્યા વિના લક્ષ્યોને અસર કરી શકે છે. પહેલાં મિસાઈલની વાત કરીએ તો તે આવનારી મિસાઈલના સંદેશાવ્યવહારને જામ કરી શકે છે અથવા આવનારી મિસાઇલના ગિયરને જામ કરી શકે છે, અથવા તેની ઉડાનને નિયંત્રિત કરીને તેમની કામગીરીમાં વિક્ષેપ પાડી શકે છે.

નોન કાઇનેટિક યુદ્ધના ઘટકોની વાત કરીએ તો, સાયબર યુદ્ધ: આમાં કમ્પ્યુટર સિસ્ટમ્સ, નેટવર્ક્સ અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ (જેમ કે પાવર ગ્રીડ, નાણાકીય સિસ્ટમ્સ, વગેરે) પરના હુમલાઓનો સમાવેશ થાય છે. હેકિંગ, ડેટાનો નાશ અથવા દુરોપયોગ અને માલવેર હુમલાઓ મુખ્ય ઘટકો છે. મનોવૈજ્ઞાનિક કામગીરી (ઙજઢઘઙજ): આમાં પ્રચાર, ખોટી માહિતી ઝુંબેશ, અફવાઓ અને અન્ય લક્ષિત સંદેશાઓનો સમાવેશ થઈ શકે છે જેનો હેતુ ચોક્કસ વસ્તી અથવા દુશ્મન દળોની ધારણાઓ અને વર્તનને પ્રભાવિત કરવા માટે હોય છે, જેનાથી શંકા અથવા ભય પેદા થાય છે. એક છેબપ્રભાવ કામગીરી: જેમાં કોઈ બીજા દેશમાં જાહેર અભિપ્રાય, જનમત ઘડવા અથવા રાજકીય પરિણામોને આકાર આપવાના હેતુથી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ ઘણીવાર સોશિયલ મીડિયા અથવા અન્ય સંદેશાવ્યવહાર માધ્યમો દ્વારા હાથ ધરવામાં આવે છે. આર્થિક યુદ્ધ: આમાં પ્રતિબંધો, વેપાર પ્રતિબંધો અથવા વિરોધીના અર્થતંત્રને નબળું પાડવા માટે નાણાકીય હેરફેરનો સમાવેશ થાય છે. અત્યારની પરિસ્થિતિમાં ભારતે પાકિસ્તાન પર વ્યાપારી નિયંત્રણો તેનું ઉદાહરણ છે. રાજદ્વારી દાવપેચ: આમાં કુટનીતિનો ઉપયોગ કરીને વિરોધીને અલગ પાડવા અથવા તેમની સામે ગઠબંધન બનાવવાનો સમાવેશ થાય છે, ઘણીવાર આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો અયોગ્ય રીતે લાભ લેવાની પ્રવૃતિઓ પણ આમાં સામેલ છે.

જ્યારે બે કે તેથી વધુ દેશો સત્તાવાર રીતે યુદ્ધનું એલાન કરે ત્યારે યુદ્ધ શરુ થયું ગણાય. પરંતુ પાકિસ્તાને ભારત સામે અઘોષિત યુદ્ધ શરુ કરી દીધું છે. પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં આપણે ત્યાંના નાગરિકોને હાથ લગાડ્યા વિના, ફક્ત, પાકિસ્તાન સ્થિત આતંકી અડ્ડાઓ ધ્વસ્ત કર્યા પણ તેના બદલારુપે પાકિસ્તાને ભારતીય રહેણાંક વિસ્તારોમાં ઘૂસણખોરી કરી હુમલાની કોશિશ કરી, (અલબત્ત એ કોશિશો ભારતીય સેનાએ નાકામ બનાવી દીધી હતી. એ પછી ભારતે પાકિસ્તાની શહેરો પર નિશાન સાધ્યું છે.) વળી, પાકિસ્તાન સત્તાવાર રીતે સૈન્ય બળ દ્વારા હુમલા તેમજ અને એ ઓપન સિક્રેટ છે એ, પાછલાં બારણે આતંકી તત્વોને આગળ કરીને ભારતીય પ્રદેશોમાં તેની ઘુસણખોરી કરી તબાહી મચાવવાની નાકામ કોશિશો કરી રહ્યું છે, આતંકવાદીઓને આશરો આપવાની નિતીએ પાકિસ્તાનને બરબાદ કરી નાખ્યું એ સમજતા હોવા છતાં આ દેશના સત્તાધિશોનું આતંકવાદીઓ માટે કુણી અને જૂની લાગણી છે એ ત્યાંની જનતાનું દુર્ભાગ્ય છે.

યુદ્ધ એ કોઈપણ રાષ્ટ્ર માટે કલ્યાણકારી વિકલ્પ નથી. પણ હવે ‘શિશુપાલની સો ગાળ’ની અવધિ પુરી થઈ ગઈ છે. અને એ પાકિસ્તાનને સમજમાં આવે છે છતાં કટ્ટરતા, સત્તાલાલસા, વિકૃત સ્વાર્થ તેમજ ધર્માંધતાએ એ તેની બુદ્ધિ પર કબજો કર્યો છે. તો આ બાજુ, ભારતીય સેનાની ત્રણેય પાંખે, ભારતે પાકની નાપાક પ્રવૃતિઓનો બદલો લેવા માટે પાકિસ્તાનને જમીનથી આકાશ સુધી અને પાણીથી લઈને કુટનીતિક સ્તરે પણ ઘેરી લીધું છે. અમેરિકાએ આ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં દરમ્યાનગીરી કરવાની ના પાડીને પાકિસ્તાનને મોટો ફટકો આપ્યો છે અને એક રીતે ભારતને સપોર્ટ કર્યો છે. પાકિસ્તાનનાં મોટા શહેરોમાં કટોકટી ભરેલી સ્થિતિ છે. નેતાઓ વિદેશ ભાગી જવાની ફિરાકમાં છે. હવે જે ભોગવવાનું છે એ જનતાએ ભોગવવાનું છે, અને આ પરિસ્થિતિ માટે પણ પાકિસ્તાન જનતા જવાબદાર છે. કારણ કે તેણે કદી ખોંખારો ખાઈને ત્યાંના લશ્કર અને સત્તાધિશોની મેલી મુરાદને તેમજ રાષ્ટ્ર આશ્રિત આતંકવાદી પ્રવૃત્તિઓને પડકારી નથી. છેલ્લે, કોઈપણ દેશનું સૈન્યબળ કેટલું પણ મજબૂત હોય પરંતુ રાજકીય ઇચ્છાશક્તિના અભાવમાં તે માત્ર પિંજરે પુરાયેલ સિંહના જેવી સ્થિતિમાં લાચાર છે. વર્તમાન સરકારની ત્રાસવાદ વિરુદ્ધની ઝીરો ટોલરન્સ નીતિ, અપ્રતિમ હિંમત તેમજ સાહસી વલણના ફ્લસ્વરૂપે આજે આપણે દુશ્મન દેશની નાપાક હરકતો સામે લાલ આંખ કરી શક્યા છીએ તે દરેક ભારતીય માટે ઘણી ગૌરવની વાત છે.

 

You Might Also Like

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

શિવકુમાર: કોંગ્રેસના સંકટમોચનનો નવો ઉદય

મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય

TAGGED: India Pakistan War
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગીર સોમનાથમાં સાંપ્રત સંસ્થા દ્વારા દિવ્યાંગો માટે સ્વરોજગાર કેમ્પ યોજાયો
Next Article કોડિનાર અને આસપાસના ગામોમાં રાત્રિના 3 કલાકે ધોધમાર વરસાદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા
રાજ્યમાં સિઝનનો સરેરાશ 24.63% વરસાદ : નર્મદા ડેમ 65% ભરાયો, 10 ડેમ હાઈ-એલર્ટ પર
ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો
શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
Hemadri Acharya Dave

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
Hemadri Acharya Dave

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?