By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ‘તેલના ખેલ’થી યુરોપ લાલઘૂમ: રશિયા પરથી પ્રતિબંધ હટાવતા G7માં જ ભંગાણ, જાણો શું છે મામલો
    2 days ago
    ઈરાન સાથે યુદ્ધની તૈયારી? મિડલ ઈસ્ટમાં 2003 પછી અમેરિકાની આ સૌથી મોટી સૈન્ય તૈનાતી
    2 days ago
    ગ્રીન કાર્ડ માટે લૂંટનો ‘ડ્રામા’: અમેરિકામાં 11 ગુજરાતીઓની વિઝા ફ્રોડના ગંભીર આરોપમાં ધરપકડ
    2 days ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    2 days ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત
    1 day ago
    દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી
    2 days ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    2 days ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    2 days ago
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    1 day ago
    T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
    2 days ago
    હું હોત તો મેં ખેલ ભાવના બતાવી હોત…’, રન આઉટ વિવાદ વચ્ચે સલમાન આગાનું દર્દ છલકાયું
    2 days ago
    IPL પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના બોયકોટની માંગ! ‘ધ હન્ડ્રેડ’ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીને ખરીદતા વિવાદ
    2 days ago
    હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    2 days ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    3 days ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    5 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    1 week ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સ્ટુડન્ટ વિઝાના ઈચ્છુકો માટે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સ્ટુડન્ટ વિઝાના ઈચ્છુકો માટે
Author

સ્ટુડન્ટ વિઝાના ઈચ્છુકો માટે

Khaskhabar Editor
Last updated: 2025/05/03 at 4:59 PM
Khaskhabar Editor 11 months ago
Share
6 Min Read
SHARE

અમેરિકાના 47મા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક પરદેશી વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ વિઝા કંઈ પણ કારણ આપ્યા સિવાય રદ કર્યા છે. એમને સ્વદેશ પાછા ચાલી જવાની આજ્ઞા કરી છે. અમેરિકાની કોર્ટે ટ્રમ્પના આ પગલાને મનાઈહુકમ દ્વારા સ્થગિત કર્યા છે. પરદેશી વિદ્યાર્થીઓ ખૂબ જ અવઢવમાં છે. એમની રાત્રિની નીંદર ઊડી ગઈ છે. અમેરિકામાં દર વર્ષે લગભગ દસ લાખથી વધુ પરદેશી વિદ્યાર્થીઓ ત્યાંની જુદી જુદી યુિનિર્સિટીઓમાં વધુ અભ્યાસ માટે જાય છે. ગયા વર્ષે ભારતમાંથી જ ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ‘એફ-1’ સંજ્ઞા ધરાવતા અમેરિકાના સ્ટુડન્ટ વિઝા મેળવ્યા હતા. આ વર્ષે પણ એટલી જ, કદાચ એથી પણ વધુ સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં ભણવા જવાની ઈચ્છા ધરાવે છે. અમેરિકન યુનિવર્સિટીઓએ એમને પોતાને ત્યાં પ્રવેશ પણ આપ્યો છે અને એ દર્શાવતાં ફોર્મ આઈ-20 પણ મોકલાવ્યાં છે. હવે આ વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ વિઝાના ઈન્ટરવ્યૂની તારીખ મેળવીને, ઈન્ટરવ્યૂ આપીને પોતાની એક વિદ્યાર્થી તરીકેની લાયકાત પુરવાર કરીને ‘એફ-1’ સંજ્ઞા ધરાવતા નોન-ઈમિગ્રન્ટ કેટેગરીના સ્ટુડન્ટ વિઝા મેળવવાના રહેશે. એમના ઈન્ટરવ્યૂમાં એમણે નીચેની બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ. એ જાણી લેવું જોઈએ કે કોન્સ્યુલર ઑફિસરો સ્ટુડન્ટ વિઝાના ઈચ્છુકો પાસેથી કેવા ઉત્તરોની અપેક્ષા રાખે છે. અમેરિકાની યુનિવર્સિટીઓ પરદેશી વિદ્યાર્થીઓને આવકારે છે. એનું એક કારણ એ છે કે પરદેશી વિદ્યાર્થીઓ એમને અમેરિકન સિટિઝન યા ગ્રીનકાર્ડધારક વિદ્યાર્થીઓ કરતાં ત્રણ ગણી ફી આપે છે. બીજું કારણ એ છે કે મોટા ભાગના અમેરિકન વિદ્યાર્થીઓ સ્કૂલનું ભણતર પૂરું થયા બાદ યુનિવર્સિટીમાં જવાનું ટાળે છે. જેઓ યુનિવર્સિટીમાં જાય છે તેઓ મોટા ભાગે લેન્ગ્વેજ, આર્ટ્સ, મ્યુઝિક, પેન્ટિંગ, રાઈટિંગ આવા આવા વિષયો પસંદ કરે છે. સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, એકાઉન્ટસી, આવા વિષયો મોટા ભાગે અમેરિકાના વિદ્યાર્થીઓ પસંદ નથી કરતા. આથી અમેરિકાની યુનિવર્સિટીઓને પરદેશી વિદ્યાર્થીઓની ખૂબ જ જરૂર છે. આટલું જ નહીં, પણ અમેરિકાની કંપનીઓને પણ આ બધા વિષયમાં ભણેલા યુવાન વિદ્યાર્થીઓની જરૂર છે. સ્ટુડન્ટ વિઝાના અરજદારોએ એ વાત જાણી લેવી જોઈએ કે કોન્સ્યુલર ઓફિસરો એમના દુશ્મન નથી. તેઓ અમેરિકાથી ભારતમાં વિઝા આપવા માટે જ ખાસ આવ્યા છે. પર્સનલ ઈન્ટરવ્યૂ 9/11ના આતંકવાદી હુમલાઓ બાદ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. ઓફિસરો એટલું જ જાણવા માગે છે કે પરદેશીઓ વિદ્યાર્થી હોવાનું બહાનું કાઢીને અમેરિકામાં અમેરિકાને નુકસાન પહોંચાડે એવું કાર્ય કરવા તો નથી જતા. તેઓ સામાન્ય રીતે નીચેના અથવા એના જેવા સવાલો સ્ટુડન્ટ વિઝાના અરજદારોને પૂછતા હોય છે. અમેરિકા શા માટે જવા ઈચ્છો છો? અમેરિકામાં શિક્ષણ લેવાનું કેમ વિચારો છો? કેનેડા, ઈંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા આ દેશોમાં જવાનું કેમ વિચારતા નથી? તમારા પોતાના દેશમાં જ શિક્ષણ કેમ લેતા નથી? જે વિષયમાં શિક્ષણ લેવા વિચારો છો, શું એ વિષયમાં તમારા દેશમાં શિક્ષણ પ્રાપ્ત થતું નથી? ‘આઈલ્ટસ’ યા ‘ટોફેલ’ની પરીક્ષા આપી છે? એમાં કેટલા ગુણાંક આવ્યા છે? કેટલી યુનિવર્સિટીમાં અરજી કરી છે? કેટલીયે પ્રવેશ આપ્યો છે? કેટલીયે નકાર્યા છે? અમેરિકામાં રહેવાનો-ખાવાનો કેટલો ખર્ચો આવશે એ કોણ આપશે? એ વ્યક્તિ શું કરે છે? એમની આવક શું છે? બેન્ક લોન લીધી છે? એ ભરપાઈ કેવી રીતે કરશો? અમેરિકામાં ક્યાં રહેશો? શનિ-રવિની રજાઓ, વેકેશનમાં શું કરશો? અમેરિકામાં કામ કરવાનો ઈરાદો છે? ભણી રહ્યા પછી શું કરશો? એચ-1બી વિઝા ઉપર કામ કરવાનું વિચારો છો? સિટિઝન યા ગ્રીનકાર્ડધારક યુવતી-યુવક જોડે લગ્ન કરવાની ઈચ્છા ધરાવો છો? અમેરિકામાં તમારું કોઈ અંગત સગું રહે છે? જો હા, તો તેઓ શું કરે છે? તમારા દેશમાં કોઈ રાજકીય ચળવળ યા ધાર્મિક પોપેગેન્ડામાં ભાગ લીધો છે? અમેરિકા માટે તમારો શું મત છે? અમારા હાલના પ્રેસિડન્ટ માટે તમારો શું મત છે? આ પહેલાં તમે અમેરિકાના સ્ટુડન્ટ વિઝા કે બીજા કાઈ પણ પ્રકારના વિઝાની અરજી કરી છે? જો કરી હોય તો એનું શું પરિણામ આવ્યું હતું? જો વિઝા મળ્યા હોય તો તમે અમેરિકામાં પ્રવેશ્યા છો? ક્યાં ક્યાં ગયા છો? શું કર્યું છે? કોને કોને મળ્યા છો? વિશ્ર્વના અન્ય કોઈ દેશમાં ગયા છો? કેનેડાના પીઆરની અરજી કરી છે? તમારા લાભ માટે કોઈએ ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કર્યું છે? સ્વદેશમાં તમારા સંબંધો, નાણાકીય તેમ જ કૌટુંબિક, કેવા છે? મને એક એવું કારણ આપો, જેથી મને ખાતરી થાય કે તમે તમારો અભ્યાસ પૂરો થતાં તમારા દેશમાં પાછા જશો? વિઝા મળેથી અમેરિકામાં ભણવા જાવ તો એ વાતનો ખાસ ખ્યાલ રાખજો કે તમે ત્યાં ભણવા ગયા છો. ગેરકાયદેસર કામ કરવાનો મુદ્દલે વિચાર ન કરતા. ટ્યૂશન અને અન્ય ખર્ચાની રકમ હવાલા મારફતે મેળવવાની ગંભીર ભૂલ નહીં કરતા. યુનિવર્સિટી કેમ્પસ ઉપર કે પછી અમેરિકામાં કશે પણ કોઈ પણ પ્રકારના કોઈ જાતિ માટે, કોઈ દેશ માટે, અમેરિકાના પ્રેસિડન્ટ માટે, કોઈ કોંગ્રેસમેન યા સેનેટર માટે દેખાડો થતાં હોય તો એમાં ભાગ લેવાની ભૂલ ન કરતા, મોબાઈલ અને સોશિયલ મિડિયા ઉપર તમારા રાજકીય તેમ જ ધાર્મિક વિચારોની આપ-લે કરવાનું ટાળજો. આવા મેસેસીઝ ફોરવર્ડ પણ કરતા નહીં. શોપલિફ્ટિંગ એ ગંભીર ગુનો છે એ કરતા નહીં. ડ્રગ્સનું સેવન નહીં કરતા. દારૂ પીઈને ગાડી નહીં ચલાવતા. સ્પીડ લિમિટથી વધારે ફાસ્ટ ગાડી નહીં દોડાવતા. ટ્રાફિકના નિયમોનો ભંગ નહીં કરતા. કોઈની જોડે જીભાજોડી કરવાનું, મારામારી, હાથાપાઈ, ગાળો બોલવાનું કે તોફાન કરવાનું ટાળજો. એક વાતનો હરહંમેશ ખ્યાલ રાખજો કે તમે અમેરિકામાં ભણવા માટે ગયા છો. તમારું લક્ષ ફક્ત ને ફક્ત ભણવા પ્રત્યે જ હોવું જોઈએ. જો, આટલું કરશો તો ડોનાલ્ડ ટ્રમ્પ તમારા સ્ટુડન્ટ વિઝા રદ નહીં કરે.

You Might Also Like

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !

પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર

હકીકત આવી પણ હોઈ શકે !

TAGGED: student visa
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડોડીયા પરિવારના અતિ લાડકવાયા ‘સ્વયમ’નો આજે ‘જન્મદિવસ’
Next Article કાશ્મીર: ભારતીય સભ્યતાનું જન્મસ્થાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર
એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !
પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર
હકીકત આવી પણ હોઈ શકે !
‘મારું હિત કર્યું એટલે સારા અને અહિત કર્યું એટલે ખરાબ’ એ ‘અહમ્’ની ઓળખ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?