ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.3
આગામી તારીખ 6 એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ અંતર્ગત યોજાનાર વિવિધ કાર્યક્રમો તેમજ 14 એપ્રિલના રોજ ભારત રત્ન ડો. ભીમરાવ આંબેડકર જયંતી નિમિત્તે યોજાનાર વિવિધ કાર્યક્રમો સંદર્ભે પ્રદેશની સૂચના અનુસાર મોરબી જિલ્લા સ્તરની ભાજપની બેઠક મળી હતી.
ઉમા હોલ ખાતે યોજાયેલી જિલ્લા ભાજપ સ્તરની બેઠકમાં આગામી કાર્યક્રમો સૌના પ્રયાસથી સુચારું રૂપે, સુદ્રઢતા પૂર્વક તમામ મંડળથી લઈ બુથ સ્તર સુધી પરિપૂર્ણ થાય તે દિશામાં માર્ગદર્શન તેમજ સૂચના આપી હતી. આ તકે આ બેઠકમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન જેઠાભાઈ પારેઘી, મોરબી જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી હિતેશભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ હીરાભાઈ ટમારીયા સહિતના પાર્ટીના આગેવાનો, મંડળના પ્રમુખ-મહામંત્રી, જિલ્લા મોરચા અને સેલના પ્રમુખ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતાં.



