જિલ્લાના 12 જેટલા હથિયાર પરવાના ધારકોના હથિયારો જપ્ત કરાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
સુરેન્દ્રનગર જિલ્લા એસ.ઓ.જી ટીમને દેશ વ્યાપી હથિયાર પરવાના આપતી કૌભાડ ઝડપી લેવામાં મોટી સફળતા મળી છે જેમાં કોઈપણ ગુન્હેગાર અથવા અસામાજિક પ્રવૃતિ કરતા હોવા છતાં ઇશામોને હથિયારોનું “ઓલ ઈન્ડિયા પરમીટ” ધરાવતું લાયસન્સ આપવામાં આવતું હતું. આ પ્રકારના લાયસન્સ ધરાવતા કેટલાક ઈસમો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હોવા અંગેની વિગત જિલ્લા એસ.ઓ.જી ટીમના પીઆઇ ભાવેશભાઈ સિંગરખીયાને મળતા ટીમ સાથે તમામ જુદા જુદા લોકોને એક બાદ એક પોતાના લાયસન્સ અને હથિયાર સાથે અટકાવી તપાસ હથિયારો જોર લીધા હતા કુલ 12 જેટલા ઇસમોના હથિયારો જપ્ત કરી તમામના નિવેદનો પણ હાથ ધર્યા હતા જેમાંથી મોટાભાગે નાગાલેન્ડ ખાતેથી આ લાયસન્સ મળ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી એસ.ઓ.જી ટીમ દ્વારા ગુપ્ત રાહે આગળની તપાસ હાથ ધરી હતી.
- Advertisement -
આ તરફ એસ.ઓ.જી ટીમ દ્વારા જે લાયસન્સ ધારકો સુરેન્દ્રનગરના જિલ્લાના રહીશો હોવા છતાં નાગાલેન્ડ ખાતેથી હથિયારોનું લાયસન્સ મેળવ્યા હોવાથી હથિયારના પરવાના લાયસન્સ પણ બોગસ હોવાનું અનુમાન લગાવ્યું છે. જ્યારે વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હથિયાર પરવાના આપવા માટેનું આખુંય કારસ્તાન દિલ્હીથી ચાલતું હતું જેમાં એજન્ટ તરીકે સુરેન્દ્રનગર જિલ્લાનો એક શખ્સ કામ કરતો હતો. આશરે દશેક લાખ રૂપિયામાં એજન્ટ નાના અને મોટા હથિયાર માટેનું લાયસન્સ અપાવવા માટે હથિયાર રાખવાના શોખીન લોકોને તૈયાર કરતો હતો અને તમામ દસ્તાવેજી કાગળો તથા સોગંદનામા પણ અહીં તૈયાર કરી આ એજન્ટ દિલ્હી ખાતે મોકલી આપતો હતો જેથી દિલ્હીમાં બેઠેલો મુખ્ય ઇશમ નાગાલેન્ડ ખાતે ગુનાનું લિસ્ટ અથવા ગુન્હેગાર છે કે કેમ ? તેની તપાસ કર્યા વગર જ હથિયારોનું લાયસન્સ બનાવી મોકલી આપતો હતો જે લાયસન્સ આવી ગયા બાદ હથિયારના સ્ટોલ પરથી હથિયાર ખરીદી શકાતું હતું. જોકે આ પ્રકારની વિગત “ખાસ-ખબર” મળી હતી પરંતુ આ વિગતની પુષ્ટિ “ખાસ-ખબર” કરતું નથી છતાં જો ખરેખર આ વિગત સત્ય હોય તો જે પ્રકારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી હજુ સુધી 12 લાયસન્સ અને હથિયારો મળી આવ્યા તે પ્રકારે આખા રાજ્ય અને દેશમાંથી અનેક પ્રકારના લાયસન્સ ઈશ્યૂ થયા હોવાનું આશંકા છે અને આ હથિયારોના લાયસન્સ પૂરા પાડવાનું કપના બહારનું રેકેટ હોય શકે છે.
ગુનેગારો પાસેથી પણ હથિયાર અને લાયસન્સ મળી આવ્યા
સુરેન્દ્રનગર જિલ્લા એસ.ઓ.જી ટીમ દ્વારા દેશ વ્યાપી હથિયારોનું લાયસન્સ પૂરું પાડવાનું આખાય કરસ્તાનમાં હજુ સુધી 12 જેટલા લાયસન્સ ધારક અને તેઓના હથિયારો જપ્ત કરાયા હતા જેમાંથી હત્યા, હત્યાની કોશિસ અને પ્રોહીબિસન સહિત ગુન્હામાં સંડોવાયેલ ઈસમો પાસેથી જ હથિયારોનું લાયસન્સ મળી આવ્યું હતું. જેથી પ્રથમ નજરે જ ઇશમોને મળેલું હથિયારોનું લાયસન્સ બિનઅધિકૃત હોવાનું સ્પષ્ટ સાબિત થાય છે.
- Advertisement -
દસ લાખ રૂપિયા આપી અને નાના – મોટા બે હથિયારોના લાયસન્સ લઈ જાવ
જે પ્રકારે “ખાસ-ખબર” આ અંગે માહિતી મળી તે પ્રકારે દશ લાખ રૂપિયામાં કોઈપણ પ્રકારનો ગુન્હાહિત ઇતિહાસ ચકાસ્યા વગર કોઈપણ રાજ્ય અને જિલ્લાના વ્યક્તિને સામાન્ય દસ્તાવેજી પુરાવા આપીને નાગાલેન્ડથી હથિયારના લાયસન્સ આપતા હોવાની વિગત મળી છે.



