ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
સુરેન્દ્રનગર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા આયોજિત સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષ નિમિતે કે. પી. ગર્લ્સ હાઈસ્કુલ, વઢવાણ ખાતે વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બંસરીબેન પટેલે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષ અન્વયે સુંદર વક્તવ્ય રજૂ કર્યું હતું. તેમજ કે.પી. ગર્લ્સ હાઈસ્કૂલ વઢવાણના નૃત્ય કલાવૃંદ દ્વારા દેશભક્તિ નૃત્ય, ” બહાર ગ્રુપ, સુરેદ્રનગર દ્વારા સરદાર ચાલીસા રજૂ કરવામાં આવી હતી. મહેશભાઈ કાનાણીએ મુખ્ય વક્તા તરીકે પોતાનું વકતવ્ય રજૂ કર્યું હતું. આ તકે ભાગ લેનાર તમામ ગ્રુપોનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલે સ્વાગત પ્રવચન તેમજ કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી.
સુરેન્દ્રનગર ખાતે સરદાર વલ્લભભાઈની જન્મજયંતિ નિમિત્તે વિચાર ગોષ્ઠીનું આયોજન



