ફરજમાં રૂકાવટ, રાયોટિંગ, મારામારી સહિત એક ડઝન ગુનામાં સંડોવણી
તાજેતરમાં પોલીસે તેના ભિસ્તીવાડ સ્થિત ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવી દીધું હતું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યભરમાં ગુનેગારો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા ડીજીપીના આદેશ બાદ રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે ત્યારે પોલીસ પર હુમલો તેમજ ફરજમાં રૂકાવટ, મારામારી, રાયોટિંગ સહિતના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત માજીદ ઉર્ફે ભાણુંના ગુજસીટોકના જામીન કોર્ટે રદ કર્યા હતાં થોડાં દિવસ પહેલાં જ તેના ગેરકાયદેસર મકાન પર પોલીસનું બુલડોઝર પણ ફરી વળ્યું હતું. આરોપીના ગુજસીટોક જામીન રદ કરવા એસીપી રાધીકા ભારાઈ, પ્ર. નગર પોલીસ મથકના પીઆઈ વિ. આર.વસાવા અને ટીમે કામગીરી કરી હતી. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પ જગદીશ બાંગરવા,એસીપી રાધિકા ભારાઇ દ્વારા પ્ર.નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો વ્યવસ્થા અને લોકોની સલામતી જળવાય તે હેતુથી અસામાજીક પ્રવૃતિ કરતા ગુનેગારો વિરૂધ્ધ અટકાયતી પગલા લેવા તેમજ કોર્ટ દ્વારા શરતોને આધીન ગંભીર પ્રકારના ગુનામાં જામીન પર છુટેલ આરોપીઓ બાદમાં પણ ગુનાહીત પ્રવૃતિ કરતા હોય તેવા આરોપીના કોર્ટમા રીપોર્ટ કરી જામીન રદ કરવાની આપેલ સૂચનાથી પીઆઈ વી.આર.વસાવાએ આરોપી માજીદ ઉર્ફે માજલો રફીક ભાણુના જામીન રદ કરવા માટે રિપોર્ટ કરતાં એસીપી રાધિકા ભારાઈનએ કોર્ટમા આરોપીના જામીન રદ કરવા રીપોર્ટ કરી ગુજસીટોકના સ્પેશ્યલ સરકારી વકીલ તુષાર ગોકાણી સાથે માજીદ ઉર્ફે ભાણુંનો ગુનાહીત ઇતિહાસ તેમજ ગુજસીટોકના ગુનામા જામીન મુકત થયે ફરીથી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરતો કરી સમાજમાં ભય ફેલાવતો હોય જેની સામાજીક જીવન પર વિપરીત અસર પડતાં અને કોર્ટની શરતો ભંગ કરેલ હોય જે બાબતે કોર્ટને રજુઆત કરતા ગુજસીટોકના ગુનામાં જામીન પર રહેલ આરોપી માજીદ ઉર્ફે માજલો ભાણુના કોર્ટે જામીન રદ કર્યા હતાં કુખ્યાત શખ્સ વિરૂદ્ધ ફરજમાં રૂકાવટ, મારામારી, રાયોટિંગ સહિત 12 ગુના નોંધાયેલ છે.



