શૈક્ષણિક -બિનશૈક્ષણિક સ્ટાફની તાકીદે ભરતી બાબતે વિધાનસભામાં રજૂઆત
રોહિતસિંહ રાજપૂતની વિરોધપક્ષના નેતા અમિત ચાવડા, જીજ્ઞેશ મેવાણી મારફત મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને રજૂઆત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા શૈક્ષણિક સ્ટાફની 44% તો બિનશૈક્ષણિક સ્ટાફના વર્ગ-4ના 80%,વર્ગ-3 ના 77% અને વર્ગ-2 ની 42% ખાલી જગ્યાઓની ભરતી તેમજ ક્લાસ 1 જેવી પાયાના પથ્થર સમાન જગ્યાઓ રજીસ્ટાર, પરીક્ષા નિયામક ,ચીફ એકાઉન્ટ ઓફિસર, નાયબ કુલસચિવ, ગ્રંથપાલ જેવી જગ્યાઓ છેલ્લા ઘણા સમયથી ખાલી છે ત્યારે કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે ગઈકાલે આ ગંભીર મુદે ગુજરાત વિધાનસભામા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા અને લડાયક ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની મારફત રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને તમામ આધારરૂપ પુરાવાઓ સાથે રજૂઆત કરી હતી.
તેઓએ આ રજૂઆતમા જણાવ્યુ હતુ કે એક સમય હતો કે આ યુનિવર્સિટી અ+ ગ્રેડ ધરાવતી હતી અને કેમ્પસના અમુક ભવનોનુ શિક્ષણ સમગ્ર દેશ કક્ષાએ એટલુ પ્રખ્યાત હતુ કે કેમ્પસના ભવનોમા અભ્યાસ માટે પડાપડી થતી અને બીજી તરફ હાલની પરીસ્થિતિએ મોટાભાગના ભવનોમા સીટો સાવ ખાલીખમ પડી રહે છે તો અમુક રિસર્ચ ભવનોમા તાળા લાગ્યા છે. વારંવાર પેપરલીક થવા,ભરતીઓમાં ગોટાળાઓ,વહીવટી ભ્રષ્ટાચારો, પ્રવેશમાં- પરીક્ષાઓ- પરિણામોમા છાછવારે છબરડાઓ, વિવાદો, આંતરિક ગંદૂ રાજકારણ જેવી બાબતોના લીધે છેલ્લા 6-7 વર્ષમાં આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છબી એટલી હદે ખરડાઈ છે અને વહિવટી બાબતોમાં હાલત એટલી કથળેલી છે.
- Advertisement -
કોઇ પણ શૈક્ષણિક સંસ્થામા બિનશૈક્ષણિક સ્ટાફ એ વહીવટી રીતે પાયાની જરૂરિયાત હોય છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વહિવટી વિભાગોમા અને તમામ ભવનોમાં વર્ગ-4ની કુલ 58 મહેકમની સામે માત્ર 12 ભરાયેલ છે અને 46 જેટલી જગ્યાઓ ખાલી છે એટલે 80% જગ્યાઓ ખાલી છે. વર્ગ -3 ની કુલ 117 મહેકમની સામે 27 ભરાયેલ છે અને 90 જેટલી જગ્યાઓ ખાલી છે એટલે 77% જગ્યાઓ ખાલી છે. વર્ગ-2 ની કુલ 31 મહેકમની સામે 18 ભરાયેલ છે અને 13 જગ્યાઓ ખાલી છે એટલે 42% જગ્યાઓ ખાલી છે. આમ યુની.ના તમામ વહિવટી વિભાગોમાં હંગામી કર્મચારીઓથી વર્ષોથી ગાડુ ગબડાવાય રહ્યુ છે. પરીક્ષા વિભાગ જેવા અતિ સવેંદેશીલ ગણાતા વિભાગમા મોટાભાગના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ છે ત્યારે ભૂતકાળમાં પણ અનેક ગેરપ્રવૃત્તિઓમા સંડોવાયેલ હંગામી કર્મચારીઓ પર કડક કાર્યાવહી થઈ શકી નથી અને ગેરપ્રવર્તીઓને પ્રોત્સાહન મળે છે જેના કારણે અવારનવાર પરીક્ષાઓ અને પરિણામોમા છબરડાઓ થયા કરે છે અને તાજેતરમા જ એક કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી રંગે હાથે લાંચ લેતા પણ ઝડપાયો છે.કાયમી કર્મચારીઓની ભરતી કરવાની સરકારમાંથી મંજૂરીઓ મળવા છતા સતાધિસોની અણઆવડતને કારણે ભરતી પૂર્ણ કરી શક્યા નથી ત્યારે રાજયસરકાર ગૌણ સેવા પસંદગી મંડળને આ ભરતીની જવાબદારી સોંપીને તત્કાલ આ જગ્યાઓમાં ભરતી કરાવે જેથી વહિવટી વિભાગો સુવ્યવસ્થિત ચાલી શકે અને યુની.મા ચાલતી અનેક ગેરપ્રવૃત્તિઓ બંધ થાય.2022 મા 54 બિનશૈક્ષણિક જગ્યાઓની ભરતી બહાર પાડતા 4500 ઉમેદવારોએ ફોર્મ પણ ભર્યા હતા પણ વિવાદોને કારણે આ ભરતી રદ કરવામા આવી હતી જે હજુ આગળ ધપી નથી.
તેઓએ અંતમા જણાવ્યુ હતુ કે અમે આરટીઆઈ માહિતીથી એપ્રિલ 2024 ની સ્થિતિને લઈ તમામ આંકડાઓ આપવામા આવ્યા હતા ત્યાર બાદ અને અનેક કર્મીઓ નિવૃત્ત થયા છે જેથી આ આ વિશ્વવિદ્યાલયની શિક્ષણ બાબતે ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ આ ખાલી જગ્યોની ભરતી તાકીદે હાથ ધરવામા આવે તેવી રજુઆત આપની કક્ષાએથી મુખ્યમંત્રી,શિક્ષણમંત્રી અને સંબધિત અધિકારીઓને આપની કક્ષાએથી રજૂઆત કરવા જણાવ્યુ હતું.રોહિતસિંહ રાજપુતે અંતમા જણાવ્યુ હતુ કે આ બાબતે અમે શિક્ષણમંત્રીને રૂબરૂ રજૂઆત કરવા પણ જવાના છે.



