રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા “સૌનો સાથ સૌનો વિકાસ” સાથે શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવેલ છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૧૭માં લોકોની વધુ સારી સુવિધા લક્ષમાં લઈ, બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન અને વોર્ડ નં.૧૭ના કોર્પોરેટર અનિતાબેન ગૌતમગીરી ગોસ્વામીની ચાલુ વર્ષની ગ્રાન્ટમાંથી વોર્ડ નં.૧૭માં આવેલ હુડકો વિસ્તારમાં આવેલ શાળા નં.૬૧ની બહારના રોડના સાઈડ સોલ્ડરમાં પેવિંગ બ્લોકનું ખાતમુહૂર્ત શાસકપક્ષ નેતા અને કોર્પોરેટર વિનુભાઈ ઘવા, બાગબગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અને કોર્પોરેટર અનિતાબેન ગૌતમગીરી ગોસ્વામી, કોર્પોરેટર કિર્તીબા અનિરુદ્ધસિંહ રાણા તથા કોર્પોરેટર રવજીભાઈ મકવાણાના વરદ્ હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે વોર્ડ મહામંત્રી યોગેશભાઈ ભટ્ટ, ગૌતમગીરી ગોસ્વામી, પૂર્વપ્રમુખ વિઠ્ઠલભાઈ અભંગી, શુરૂભા ઝાલા, કાંતિભાઈ જોબનપુત્રા, ગોહેલભાઈ સહીત તથા વિસ્તારવાસીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -



