રવાપર ગ્રામપંચાયત મનપામાં સમાવેશ બાદ લોકોની કફોડી હાલત
અનેક રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
રવાપર ગ્રામપંચાયતની વસ્તી ઓન પેપર હજારોની છે પરંતુ ગ્રામપંચાયતની હદમાં આવતા સ્થાનિકો લાખોથી વધુ છે. તાજેતરમાં રવાપર ગ્રામપંચાયતનો સમાવેશ મનપામાં કરવામાં આવ્યો છે ત્યારે મૂળભૂત પ્રશ્ર્નોને લઈને સ્થાનિકો મુંજાયા છે. લાઈટ,પાણી,ગટર,તેમજ અન્ય સુવિધા પૂરી પાડવા માંગ ઉઠી છે. મનપાની હદમાં આવતા ઘુનડા રોડ પર આવેલા સરદાર નગર જે નવજીવન સ્કૂલ નજીક આવેલ સોસાયટી છે. જેમાં ગટરના આપણી પીવાના પાણી નીલાઈન સાથે ભળી જતા લોકોને સ્વાસ્થ્ય જોખમમાં મુકાયા છે. ગટરના પાણી જાહેરમાં બહાર નીકળી રહ્યા છે વૃધ્ધો, બાળકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે. આ બાબતે સ્થાનિકો હવે મુંજાયા છે કે પંચાયતમાં રજુઆત કરવી કે મહા નગરપાલિકામાં ? જો કે સ્થાનિકો દ્વારા હાલ તો છેલ્લા અઠવાડિયાથી મહા નગરપાલિકાના હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવી રહ્યા છે પરંતુ પરિણામ શૂન્ય મળી રહ્યું છે. આગામી દિવસોમાં જો સરદાર નગર ના સ્થાનિકોના તમામ પ્રશ્ન નું સમાધાન નહીં થઈ તો મનપા જઈને ઉગ્ર રજુઆત કરવામાં આવશે અંતમાં સ્થાનિકો એ જણાવ્યું હતું.



