ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.3
હિરણ-કપિલા અને સરસ્વતીનું જ્યાં સંગમ થાય છે એવા પવિત્ર ત્રિવેણીઘાટ પર બોટિંગની શરૂઆત કરવામાં આવી છે. આ સેવાનો શુભારંભ જિલ્લા કલેક્ટરના હસ્તે કરવામાં આવ્યો હતો. નિયમોનુસાર લાઇસન્સ પ્રક્રિયા પૂર્ણ કરીને આજે બોટિંગની શરૂઆત કરવામાં આવી છે. બોટિંગ માટે જે જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને સલામતી અને સેફ્ટીના તમામ ધોરણો સાથે આ બોટિંગની શરૂઆત કરવામાં આવી છે. ભવિષ્યમાં વધુને વધુ શ્રધ્ધાળુઓ તેનો લાભ લે એ પ્રકારનું આયોજન કરવામાં આવશે. કલેક્ટરએ વધુમાં ઉમેર્યું હતું કે, અહીં અસ્થિ વિસર્જન માટે પણ લોકો આવે છે એમની સુવિધામાં પણ આ બોટિંગથી લાભ મળશે. આ સાથે સામે કાંઠે રહેલા રામેશ્વર મંદિર જવા માટેની સુવિધા પણ ઉભી થશે.જિલ્લા કલેક્ટર સાથે જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મુછાર, વેરાવળ-પાટણ નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબહેન જાની,જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા સહિતના જનપ્રતિનિધિઓ અને અધિકારીઓએ બોટમાં બેસીને દિવડાઓ વડે સંગમ આરતી કરી સાગર અર્ધ્ય અર્પણ કર્યું હતું.
કલેક્ટરના હસ્તે ત્રિવેણી સંગમ ઘાટ ખાતે બોટિંગનો પ્રારંભ



