ક્રિકેટ ગેમના ચાહકો, પોતાના દેશને સપોર્ટ કરવા પહોચ્યા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગઈકાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સીરીઝનો પાંચમો અને છેલ્લો ટી20 મેચ રમાયો હતો. આ મેચમાં ભારતની ભવ્ય 150 રનથી જીત થઈ હતી અને આ સાથે 4-1 થી સીરીઝ જીતી હતી. ભારત અને ઇંગ્લેન્ડ ટી20 મેચ સ્ટેડિયમમાં લાઈવ નિહાળવા વાનખેડે સ્ટેડિયમમાં ઇન્ફોસિસના નારાયણ મૂર્તિ, અમિતાભ બચ્ચન, મુકેશ અંબાણી, આમિર ખાન, મહારાષ્ટ્ર કેબિનેટ મંત્રી આશિષ શેલાર, બોર્ડ પ્રમુખ રોજર બિન્ની, આદિત્ય ઠાકરે સહિતના મહાનુભાવો પહોચ્યા હતા.
- Advertisement -
આ તકે ભારતીય મૂળના પ્રથમ તથા બ્રિટનના પૂર્વ વડાપ્રધાન રીષિ સુનક મેચ નિહાળવા પહોચ્યા હતા. તે સમયે “સાંજ સમાચાર”ના યુવા એક્ઝિક્યુટિવ કરનભાઈ શાહ પણ મેચ નિહાળવા ત્યાં ઉપસ્થિત હતા. બન્ને વચ્ચે મુલાકાત થઈ અને વાતચીત પણ થઈ હતી. બન્ને ક્રિકેટ ગેમના ચાહકો છે, અને પોતાના દેશને સપોર્ટ કરવા મુંબઈ મેચ નિહાળવા પહોચ્યા હતા. રિશી સૂનક ક્ધઝર્વેટીવ પાર્ટીના નેતા છે અને હાલમાં જ “સાંજ સમાચાર”ની મુલાકાતે ક્ધઝર્વેટીવ પાર્ટીના સિનિયર નેતા અને મૂળ ગુજરાતી લોર્ડ ડોલર પોપટ આવ્યાં હતા. “સાંજ સમાચાર”ની મુલાકાત દરમ્યાન તેઓ અનેક વિષયો પર વાતચીત કરી હતી. ગઈકાલે મુંબઈમાં મુલાકાત દરમ્યાન રીષિ સુનક અને કરણભાઈ શાહ વચ્ચે પણ ક્રિકેટ સહિતના વિષયો પર વાતચીત થઈ હતી. કરણભાઈએ જણાવ્યું હતું કે તેઓ લંડનથી ઉચ્ચ અભ્યાસ કર્યો હતો અને પછી ભારત આવી ગુજરાતના જાણીતા મીડિયા હાઉસ “સાંજ સમાચાર”માં જોડાયા હતા. ઋષિએ ડોલર પોપટનો “સાંજ સમાચાર” માં પ્રસિધ્ધ થયેલો ઇન્ટરવ્યૂ જોયો હતો અને વિષયો જાણીને તેઓ ખુશ થયા હતા. રીષિ સુનકે જણાવ્યું કે તેઓ હાલ ભારતની મુલાકાતે છે અને ગઈકાલે સવારે પારસી જિમખાના ખાતે ટેનિસ બોલ ક્રિકેટ રમ્યા હતા. રિશી સુનકે કરનભાઈને લંડન આવવા આમંત્રણ પાઠવ્યું હતું.