સેશન્સ કોર્ટમાં 6 માસમાં કેસ પૂર્ણ, 47માંથી 5 આરોપી હજુ ફરાર અને 11 મૃત્યુ પામ્યા
333 સાહેદોમાંથી મુખ્ય 56 સાહેદોને તપાસવામાં આવ્યા, 39 હોસ્ટાઇલ થયા
- Advertisement -
25 વર્ષમાં 5 જિલ્લા સરકારી વકીલ બદલાયા અંતે એસ.કે.વોરાએ કેસ પૂર્ણ કર્યો
બે આરોપી રાજસી હાથિયા મેર અને આસિફ રજાખાન ઉર્ફે રાજનનું એન્કાઉન્ટર થયું હતું
વર્ષ 2000માં 20 કરોડની ખંડણી માગી જેમાંથી 3 કરોડ નક્કી કર્યા, 1.50 કરોડ ચુકવાયા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના 25 વર્ષ જૂના ભાસ્કર-પરેશ અપહરણ કેસનો અંતે ચૂકાદો આવ્યો છે. કેસમાં મોટાભાગના સાહેદો હોસ્ટાઈલ થતા તમામ આરોપીઓનો નિર્દોષ છૂટકારો થયો છે. વર્ષ 2000માં ભાસ્કર પારેખ અને પરેશ શાહ નામના વેપારીઓનું રાજકોટમાંથી અપહરણ કરી 20 કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. જે તે સમયે પોલીસે બંને વેપારીઓને અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા હતા. આ કેસના તાર આતંકી સંગઠનો સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું. જો કે, કેસમાં મોટાભાગના સાક્ષીઓ હોસ્ટાઈલ થતા 42 આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો છે. આ કેસમાં કુલ 47 આરોપીઓમાંથી 11 આરોપીઓ મૃત્યુ પામેલા છે અને 5 આરોપીઓ નાસતા ફરે છે. માટે 31 આરોપીઓ તથા ગુજરી ગયેલા 11 આરોપીઓ મળી 42 આરોપીઓ સામેનો કેસ પૂર્ણ કરવામાં આવ્યો છે. હાલ આ કેસના પાંચ આરોપી એવા આફતાબ અહેમદ મુમતાઝ અહેમદ અન્સારી, જલાલુદીન ઉર્ફે રાણા ઉર્ફે ફારૂક મહોમદ સુલતાન, ઈન્તીયાઝ નુરમહમદ નકરાણી, દિપક નાગેશ્વર મંડલ અને સચીન વલ્લભભાઈ માડમનો સમાવેશ થાય છે.
ત્રાસવાદી સંગઠન “જૈસ-એ મહમદ તથા લશ્કર-એ-તોયબા” સુધીની સંડોવણીવાળા દેશના ચકચારી ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં આજે 25 વર્ષ બાદ રાજકોટના એડી. સેશન્સ જજ ડી.એસ.સીંધ દ્વારા ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. જેમાં માત્ર 6 માસમાં જ કેસ પૂર્ણ કરી તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકવા ચુકાદો આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 2000ની સાલમા 20 કરોડની ખંડણી માગવામાં આવેલી જેમાંથી 3 કરોડ નક્કી કરવામાં આવેલા અને તેમાંથી 1.50 કરોડની ખંડણી ચુકવાઇ હતી.
રાજકોટના એડી. સેસન્સ જજ ડી.એસ.સીઘની કોર્ટમાં કેસ ટ્રાન્સફર કરવામાં આવતા કેસ ઘણો જુનો હોવાથી આરોપીઓ તરફેથી કેસ ઝડપી ચલાવવા રજૂઆતો કરવામાં આવી હતી. કારણ કે, આરોપીઓ જુદા જુદા જિલ્લા અને રાજ્યમાંથી આવતા હોવાથી કેસ ચાર્જફ્રેમ કરી ચલાવવા પર લેવામાં આવેલા. જેમા ચાર્જશીટમાં રહેલા 333 સાહેદોમાંથી સરકાર તરફેથી મહત્ત્વના કુલ 56 સાહેદોને તપાસી વધુ સાહેદો તપાસવા માગતા ન હોવાથી કલોઝીંગ પુરસીસ આપી સાહેદો તપાસવાનું પૂર્ણ થયાનું જાહેર કરતા 19/12/2024ના રોજ આરોપીઓના સ્ટેટમેન્ટ (એફ.એસ.) માટે મુદ્દત મુકરર કરવામાં આવેલી, જેમાં કુલ 47 આરોપીઓ હોય જે પૈકી 3 ભાગેડુ આરોપીઓ હતા અને કુલ 11 આરોપીઓ મૃત્યુ પામેલા હતા. બાકીના આરોપીઓ વિરૂદ્ધ કેસ ચલાવવામાં આવેલો જેઓનું 19/12/2024ના એફ.એસ.એલ નોંધવામાં આવ્યા હતા.
કમિશનર વી.કે.ગોહિલને સરકાર પક્ષેથી ડ્રોપ કરવામાં આવ્યા
સરકાર પક્ષે આ કેસમાં સ્પેશિયલ પી.પી. સંજય વોરાએ આરોપીઓને સજા આપવી જોઈએ તેવી દલીલ કરી હતી. ભરૂચના વાલીયા પાસે હાથીયા મેરનું એન્કાઉન્ટર કરી પરેશને મુક્ત કરાવનાર પોલીસ ટીમમાં સામેલ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન PI સી.એચ. બરંડા અને PSI બકુલ જાનીને પણ 7 આરોપીઓની ઓળખ પરેડ માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. જેમાં 4 આરોપીઓનું મૃત્યુ થયું હોવાથી, કોર્ટમાં હાજર રહેલા 3 આરોપીને PI બરંડા અનેPSI જાનીએ ઓળખી બતાવવામાં કોર્ટમાં અસમર્થતા બતાવતા સરકારી વકીલ દ્વારા PI અને PSIને હોસ્ટાઈલ જાહેર કરવાની માંગણી કરી હતી જે કોર્ટે સ્વીકારી હતી. આ ઉપરાંત આ કેસના મહત્ત્વના સાક્ષી રાજકોટના પૂર્વ પોલીસ કમિશ્નર સુધીરકુમાર સિન્હા, પૂર્વ નાયબ પોલીસ કમિશ્નર અરૂણકુમાર શર્મા તથા પૂર્વ મદદનીસ પોલીસ કમિશ્નર વી.કે.ગોહીલને સરકારપક્ષેથી ડ્રોપ કરવામાં આવ્યા હતા.
અપહરણ કેસના 47 આરોપીઓના નામ
ધમેન્દ્ર રૂપસીહ વસાવા
ઈનાયત દાઉદ પટેલ
અમીશ ચંદ્રકાન્ત બુધ્ધદેવ
મહેન્દ્રસીહ કિરીટસીહ ગોહીલ
વિશાલ વલ્લભભાઈ માડમ
કિશોર માધવજીભાઈ વેગડા
દિગ્વીજયસીહ પરબતસીહ રાણા
જીજ્ઞેશ ઉમેશભાઈ પાઉ
મેહુલ ઉમેશભાઈ પાઉ
રાજેન્દ્ર વ્રજલાલ ઉનડકટ
શૈલેષ મહેન્દ્રભાઈ પાબારી
શૈલેન્દર અંતરસીંગ જાંટ
દિલીપ અમૃતભાઈ પટેલ
રાજુ ઉર્ફે રૂપમ કાન્તીભાઈ પોપટ
સંજય ઉર્ફે રાજેશ રામચંદ્ર જાંટ
પ્રદીપ ઉર્ફે ડો. અનારસીંગ જાંટ
સુરજપ્રકાશ ઉર્ફે રાજેશસાહેબસીહ જાટ
હિતેશ હરભમભાઈ સીસોદીયા
નીતીનકુમાર ઉર્ફે સલીમ દરજી શેખ
ભોગીલાલ ઉર્ફે મામા મોહનલાલ દરજી
બ્રીજમોહન હનુમાનરાય શર્મા
ફજલ રહેમાન અબ્દુલ બસીર શેખ
મહમદ સીદીક સમેજા
ભાવીન કિરીટભાઈ વ્યાસ
મહમદ ઉર્ફે ડેની હુસેનભાઈ હાલા
આનંદ ઘેલુભાઈ માડમ
ઈરફાન અકીલભાઈ શેખ
ઉસ્માનખાન ઈસ્માઈલખાન મુસ્લીમ
તેજશ રાણાભાઈ ડેર
ભલાભાઈ કચરાભાઈ નારીયા
ક્રિનવ રમેશભાઈ ચૌધરી
રાજુ ઉર્ફે રાજેશ વૃજલાલ ભીમજીયાણી
મનોજ પ્રવીણભાઈ સંખાવરા
આફતાબ અહેમદ અન્સારી
જલાલુદીન ઉર્ફે ફારૂક મહોમદ સુલતાન
ઈન્તીયાઝ નુરમહમદ નકરાણી
દિપક નાગેશ્વર મંડલ
સચીન વલ્લભભાઈ માડમ
અજય ઉર્ફે ટેણી ગુણુભાઈ મારૂ
શાંતીલાલ ડાયાભાઈ વસાવા
લેનીન ઉર્ફે પેરૂ અર્જુનભાઈ વસાવા
દિનેશ ચતુરભાઈ વસાવા
સવા દેવાયતભાઈ કાનગડ
કિરીટ ઉર્ફે પપ્પુ સુખલાલ શુકલ
મનોજ હરભમભાઈ સીસોદીયા
જીજ્ઞેશ કિર્તીભાઈ શાહ
ભુપત સામતભાઈ કનારા



