By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ નતમસ્તક : ભારત પર 100% ટેરિફનું જોખમ ટળ્યું
    10 hours ago
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    1 day ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    2 days ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    2 days ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગ્રેટર નોઈડામાં રાત્રે નૂડલ્સ ખાધા અને સવારે આખો પરિવાર ખતમ
    10 hours ago
    ખાટુશ્યામજી જઈ રહેલાં શ્રદ્ધાળુઓની બસ નાળામાં ખાબકી: 8નાં મોત નીપજ્યાં
    10 hours ago
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    1 day ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    1 day ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પાંચ વર્ષમાં રાજ્ય સરકારે ૧૭૦૦થી વધુ લોકભોગ્ય નિર્ણયો કરી, રાજ્યનાં વિકાસને પૂરપાટ વેગ આપ્યો છે: મુખ્યમંત્રી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > પાંચ વર્ષમાં રાજ્ય સરકારે ૧૭૦૦થી વધુ લોકભોગ્ય નિર્ણયો કરી, રાજ્યનાં વિકાસને પૂરપાટ વેગ આપ્યો છે: મુખ્યમંત્રી
ગુજરાતરાજકોટ

પાંચ વર્ષમાં રાજ્ય સરકારે ૧૭૦૦થી વધુ લોકભોગ્ય નિર્ણયો કરી, રાજ્યનાં વિકાસને પૂરપાટ વેગ આપ્યો છે: મુખ્યમંત્રી

Khaskhabar Editor
Last updated: 2021/08/09 at 1:56 PM
Khaskhabar Editor 5 years ago
Share
14 Min Read
SHARE
રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે “શહેરી જનસુખાકારી દિન”ની ઉજવણી અંતર્ગત વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા ચેક અર્પણ કાર્યક્રમ માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, માન.ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો.

રાજયના શહેરો “લીવેબલ” અને “લવેબલ” બન્યા છે: ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા

રાજકોટ મહાનગરપાલિકાને વિકાસ કામો માટે રૂ.૭૨.૭૪ કરોડની ગ્રાન્ટ સરકાર દ્વારા અપાઈ.

Contents
રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે “શહેરી જનસુખાકારી દિન”ની ઉજવણી અંતર્ગત વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા ચેક અર્પણ કાર્યક્રમ માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, માન.ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો.રાજયના શહેરો “લીવેબલ” અને “લવેબલ” બન્યા છે: ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા

કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું.

- Advertisement -

રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે “શહેરી જનસુખાકારી દિન”ની ઉજવણી અંતર્ગત વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા ચેક અર્પણ કાર્યક્રમ આજરોજ તા.૦૮/૦૮/૨૦૨૧ના રોજ સવારે ૦૯:૪૫ કલાકે પ.પૂ. પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, માન.ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.

કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેલ.

આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્યો લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, ડે. મેયર ડૉ. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના ચેરમેન અમિત અરોરા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ પાંભર, બાંધકામ કમિટી ચેરમેન કેતનભાઈ પટેલ, ડ્રેનેજ કમિટી ચેરમેન હિરેનભાઈ ખીમાણીયા, લાઈટીંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગર, વોટર વર્કસ કમિટી ચેરમેન દેવાંગભાઈ માંકડ, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માંકડીયા, ડે.કમિશનર આશિષકુમાર, સી.કે. નંદાણી તથા એ.કે. સિંઘ તેમજ રૂડાના ચીફ એકઝીકયુટીવ ઓફિસર ચેતન ગણાત્રા વિગેરે ઉપસ્થિત રહેલ.

- Advertisement -

આ પ્રસંગે માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે, અમારી સરકાર ચૂંટાયા પછી સતાનો મોહ નહી પરંતુ પ્રજાની વચ્ચે વિનમ્રતાથી સતા નહી પણ જવાબદારી સંભાળેલ છે. અને માનવી ત્યાં સુવિધા વિવાદ નહી સંવાદ લઘુતમ સાધનો મહતમ ઉપયોગ અને આપણી પોતાની સરકારના ભાવ સાથે સરકારની ધૂરા સંભાળેલ અને તેવુ જ વાતાવરણ પાંચ વર્ષમાં સર્જાયેલ છે. સરકાર મુખ્ય ચાર સ્તંભો સાથે પારદર્શકતા અને ઈમાનદારીથી કામ કરી રહી છે. નિર્ણાયકતામાં સત્વરે નિર્ણય લઈ અને અનિરર્ણાયકતામાં વિકાસ રૂધાય નહિ. ભૂતકાળમાં જે નિણર્યનો અભાવ હ્તો. નિર્ણય કરવા માટે ઈમાનદારી જોઈએ. અમારો સ્વાર્થ નથી માટે ઝડપથી નિર્ણય કરી શકાયા છે. કોરોનાકાળમાં પણ રાજ્યનો વિકાસ થંભવા દીધો નથી. બીજી લહેરમાં સંપૂર્ણ લોકડાઉન વગર કામો આગળ ધપાવ્યા છે. ત્રીજી લ્હે આવે તો તેનો સામનો કરવા માટે સરકાર સજ્જ છે.

ભૂતકાળની સરકારમાં ૨૦ થી ૨૫ વર્ષ પહેલા હાથ ધરેલી સુધી યોજનાઓ સાકાર કરી શકી નહોતી, જેમાં નિર્ણયનો અભાવ હતો. અત્યારની સરકાર સૌ સાથે બેસીને ત્વરિત નિર્ણય કરે છે.અમારી સરકાર જે કામોનું ખાતમુહૂર્ત કરે છે તેનું લોકાર્પણ પણ કરે છે. અમારી સરકાર લોકોને આંબા આંબલી બતાવતી નથી. અગાઉની સરકારોનું બજેટ ૮૦૦૦ કરોડથી ૯૦૦૦ કરોડ જેટલું રહેતું હતું જ્યારી આજે આપની સ્ર્ક્સ્સ્રનું બજેટ બે લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. પાંચ વર્ષમાં સરકાર દ્વારા ૧૭૦૦ થી વધુ નિર્ણયો કર્યા છે. અમારી સરકાર લોકો સૂચવે એ પહેલા જ, સામે ચાલીને લોકોના કામો કરે છે. ગરીબ, પીડિત, શોષિત,વંચિત લોકોને ધ્યાનમાં રાખી સર્વાંગી વિકાસ કરેલ છે.ગુજરાત વિશ્વ કક્ષાની સ્પર્ધામાં ઉણું ન ઉતરે તે દિશામાં કામ કરી રહી છે.રાજકોટ મહાનગરપાલિકામાં હું સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન હતો ત્યારે રાજકોટ શહેરમાં પીવાના પાની સહિતની અનેક સમસ્યાઓ હતી. ત્યારે ટેન્કરો અને ટ્રેનથી પાણી મંગાવવું પડતું હતું. આ સમસ્યા ઉકેલવા એલ.આઈ.સી. અને હુડકો પાસેથી લોન લઈ કામ કરવામાં આવતું. ત્યારની સરકાર દ્વારા ફૂટી કોડી પણ મળતી ન્હોતી. આજની અમારી સરકાર દ્વારા ગામડા, નગરો અને શહેરોના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ત્વરિત ફાળવવામાં આવે છે. બે દસકામાં રાજ્યની કાયાપલટ થયેલ છે તેમ અંતમાં માન. મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ જણાવ્યું હતું.

આ પ્રસંગે રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પોતાના ઉદ્દબોધનમાં જણાવેલ કે, છેલ્લા પાંચ વર્ષમાં શહેરી વિકાસ બાબતે ગુજરાતે અમાપ સિધ્ધિ પ્રાપ્ત કરી છે. સને-૨૦૦૧માં જયારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમને ગુજરાતનાં વિકાસનું લક્ષ્યાંક રાખેલ હતું. તેઓ કહેતા કે, ગુજરાત મારો આત્મા છે તેમજ ભારત મારો પરમાત્મા છે. અને ગુજરાતને મારે શ્રેષ્ઠ સુવિધા આપવી છે. જે તેઓએ સાકાર કરી બતાવ્યુ છે. તેમણે કંડારેલ વિકાસની કેડીના કારણે રાજયમાં ૪૨૪ ટી.પી.સ્કીમો ફાઈનલ થઈ, ૧૦૦થી વધુ બ્રિજ બનાવ્યા છે, લોકોની સલામતી અને સુખાકારી માટે અશાંતધારો, લવ જેહાદ, ગૌ હત્યા અટકાવ, ગુંડા નાબૂદી જેવા કાયદાઓ લાગુ કરવામાં આવ્યા તેમજ વિશાળ સીસીટીવી નેટવર્ક કરવામાં આવ્યુ છે, ૪.૧૭ લાખ આવાસો જરૂરીયાતમંદ લોકોને ફાળવવામાં આવ્યા છે. રાજયના શહેરો લીવેબલ અને લવેબલ બન્યા છે. અમદાવાદનો રીવરફ્રન્ટ દેશ અને દુનિયામાં અમદાવાદની ઓળખ સમાન બન્યો છે. સ્માર્ટ સિટી, સફાઈ તથા “સીટી ઈઝ ઓફ લિવીંગ” ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. અમે ફકત ઉજવણી નથી કરતા પરંતુ વિકાસ માટે પ્રતિબધ્ધતા દર્શાવી, રાષ્ટ્રીય ઈચ્છાશકિત દર્શાવી છે.

આ પ્રસંગે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવેલ કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલની સરકાર છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. અને પ્રથમ દિવસથી જ રાજયના મહાનગરો, નગરો અને ગામડાઓની સતત ચિંતા કરી રહી છે. શહેરોની સાથે ગામડાનો પણ સમાંતર વિકાસ થાય તે પરત્વે પૂરતુ ધ્યાન આપેલ છે. શહેરી વિકાસ માટે વાર્ષિક રૂ.૧૩,૪૪૦ કરોડનું બજેટ ફાળવવામાં આવેલ છે. છેલ્લા ૫-વર્ષમાં ૧૫૬-નગરપાલિકા અને ૮-મહાનગરપાલિકાઓના વિકાસ માટે સરકાર દ્વ્રારા પૂરતો પ્રયાસ કરવામાં આવેલ છે. અને આશરે રૂ.૬૧,૮૪૫ કરોડ ફાળવવામાં આવ્યા છે. ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા રાજયમાં ચાલતા કામોનો નિયમિત રીતે રીવ્યુ કરવામાં આવે છે અને જે વર્ષમાં બજેટ જોગવાઈ કરવામાં આવેલ હોય તે વર્ષમાં જ ગ્રાંટની રકમ વપરાય તેની સતત ચિંતા કરવામાં આવે છે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી યોજના શરૂ કરવામાં આવેલ જે હજુ પણ ચાલુ રાખેલ છે. આજે રૂ.૫૦૦૦ કરોડનાં ૪૭૧ જેટલા વિકાસના કામોનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત થનાર છે તેમજ રાજયની નગરપાલિકા અને મહાનગરપાલિકાને રૂ.૧૦૦૦ કરોડનાં ચેકો અર્પણ કરવામાં આવનાર છે.

આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ જણાવ્યુ કે, એક સમય એવો હતો કે, રૂપિયા એક કરોડની ગ્રાંટ માટે પણ ગાંધીનગર સુધી અનેક ધકકા ખાવા પડતા હતાં. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. સરકાર દ્વારા તમામ ગ્રાંટની રકમ સત્વરે ફાળવવામા આવે છે. ભારતીય જનતા પક્ષની સરકાર દ્વારા જકાત નાબૂદી કરવામા આવી ત્યારે વિરોધ પક્ષ દ્વારા એ પ્રશ્ન ઉઠાવવામાં આવેલ હતો અને લોકોમાં ભ્રમ ફેલાવવામાં આવેલ કે રાજયની નગરપાલિકા તથા મહાનગરપાલિકાનો વહીવટ કેવી રીતે ચાલશે.? વિકાસ કામો કેવી રીતે થશે.? પરંતુ, સરકારે નગરપાલિકા અને મહાનગરપાલિકાને કરોડોની સહાય આપી છે. જકાતની ગ્રાંટ સમયસર આપી છે. જેના કારણે રાજયનો વિકાસ અવિરત ચાલુ રહ્યો છે. રૂડા દ્વારા રીંગરોડ-૨ નું અધૂરૂ કામ ખૂબ જ ઝડપથી હાથ ધરવામાં આવ્યુ. જેના કારણે શહેરી ટ્રાફિકનો પ્રશ્ન ખૂબ જ હળવો થયો છે. અગાઉ રાજકોટમાં ફકત એક જ કોમ્યુનિટી હોલ હતો. જેમાં સૌરાષ્ટ્ર વિધાનસભા બેસતી તે કોનોટ હોલ કે જે હાલ અરવિંદભાઈ મણીઆર હોલ તરીકે પ્રખ્યાત છે. ત્યારબાદ કોંગ્રેસના સમયમાં સરકાર દ્વારા હેમુગઢવી હોલ બનાવવામાં આવેલ.

જયારે ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા દાયકામાં ત્રણ-ત્રણ નવા ઓડીટોરીયમ બનાવવામાં આવેલ છે. તેમજ એક નવા આધુનિક ઓડીટોરીયમનાં નિર્માણનું કામ ચાલુ છે. અગાઉ રાજકોટની પાણી કટોકટીના સમયમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા ભાદર પાઈપ લાઈન નાંખવામાં આવેલ. જેનું આશરે રૂ.૫.૨૫ કરોડનું બીલ તાત્કાલીન કોંગ્રેસી રાજય સરકાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને આપવામાં આવેલ. બાદમાં, કેશુભાઈ પટેલએ ગુજરાત રાજયના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળતા આ રકમ માફ કરવામાં આવેલ હતી. આજે ભારતીય જનતા પક્ષની સરકાર દ્વારા રાજયની નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને રૂ.૧૦૦૦ કરોડની સહાયના ચેક અર્પણ કરવામાં આવનાર છે. અગાઉ વિકાસકામોના ખર્ચમાં અનેક છીદ્રો હતા જેથી અંતિમ જરૂરીયાત સુધી ગ્રાંટની પૂરી રકમ પહોંચતી ન હતી. આજે સંપૂર્ણ પારદર્શક વહીવટ છે. કોરોના કાળમાં સરકારે લોકોના જીવ બચાવ્યા છે અને સાથોસાથ વિકાસના કામો પણ કર્યા છે. આજે રાજયભરમાં રૂ.૫૦૦૦ કરોડનાં કામોના લોકાર્પણ તથા ખાર્તમૂહુર્ત થનાર છે. અગાઉ ગુજરાતનું બજેટ રૂ.૮૦૦૦ કરોડનું હતું. જયારે આજે ગુજરાત વિશ્વના વિકસિત રાષ્ટ્રોની હરીફાઈ કરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે સપના ઉંચા જુઓ અને તે સાકાર કરવા માટે કામ કરો આપણે તે ઉક્તિ ચરિતાર્થ કરવા ઉંચા સપના સાકાર કરીશું.

રાજકોટના મેયર ડૉ. પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, “શહેરી જનસુખાકારી દિવસ” અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળનાં કુલ રૂ. ૩૯.૯૮ કરોડના લોકાર્પણ તથા રૂ. ૨.૭૪ કરોડના ખાતમુહૂર્ત મળી કુલ રૂ. ૪૨.૭૨ કરોડના કામોનાં માન. મુખ્યમંત્રી ના વરદ હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે. શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને નજીવા દરે પોતાના શુભ પ્રસંગોએ કોમ્યુનિટી હોલને સુવિધા મળે તેવા શુભ હેતુથી શહેરના જુદાજુદા વિસ્તારોમાં ૧૮ કોમ્યુનિટી હોલ લોકોની સેવામાં છે. આજરોજ રૂ. ૮.૯૧ કરોડના ખર્ચે વોર્ડ નંબર ૯ માં અધ્યતન કોમ્યુનિટી હોલનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આ હોલમાં ૭૦૦ – ૭૦૦ લોકોની ક્ષમતા ધરાવતા બે માળ તથા વર વધુ માટેના રૂમ ઉપરાંત બીજા માળે સેન્ટ્રલ એરકન્ડીશનર, લીફ્ટ વગેરેની સુવિધા ઉપલબ્ધ છે. વિશેષમાં, શહેરમાં પીવાના પાણીની સુવ્યવસ્થિત વિતરણ વ્યવસ્થા માટે શહેરમાં ૨૪ જેટલા હેડ વર્કસ કાર્યરત્ત છે. આજરોજ રૂ.૭.૧૪ કરોડના ખર્ચે કોઠારીયામાં સ્વાતિ પાર્ક વિસ્તારમાં ઈ.એસ.આર. અને જી.એસ.આર. તથા પમ્પીંગ સ્ટેશન વગેરેનું લોકાર્પણ પણ થનાર છે.આગામી સમયમાં ૧૫૦ – ૧૫૦ એમ.એલ.ડી.નાં ફિલ્ટર પ્લાન્ટ બનાવવાનું પણ આયોજન છે. આજરોજ શહેરના જુદાજુદા કોમ્યુનિટી હોલ મળી છ જગ્યા પર રૂફટોપ સોલાર પ્લાન્ટ કરવામાં આવનાર છે. જેનાથી ૨૨૫ કિલોવોટ પાવર જનરેટ થશે અને રાજકોટ મહાનગરપાલિકાને રૂ.૩૧.૨૧ લાખની વીજ ખર્ચ બચત થશે તેમજ ૩.૦૫ કિલોગ્રામ કાર્બનનું ઉત્સર્જન ઘટશે.

આ પ્રસંગે મેયર ડૉ. પ્રદિપ ડવ, ડે.મેયર દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા દ્વારા તેમજ ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના ચેરમેન અમિત અરોરા દ્વારા પુસ્તક તથા પુષ્પગુચ્છ આપી, મુખ્ય મહેમાન અને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

લોકાર્પણ :-

આજે રાજકોટ મહાનગરપાલિકાના આશરે કુલ રૂ. ૨૨.૪૧ કરોડના વિકાસ કામોના લોકાર્પણ થનાર છે તેની વિગતો જોઈએ તો. વોર્ડ નંબર-૯માં રૂ. ૮.૯૧ કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ, વોર્ડ નંબર ૯, ૧૦, ૧૧ અને ૧૨ માં રૂ. ૫.૧૨ કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર પાઈપલાઈન અને રિટેઈનિંગ વોલના કામો, રૂ. ૭.૧૪ કરોડના ખર્ચે કોઠારિયા વોટર સપ્લાય પ્રોજેક્ટના હેડ વર્કસનું કામ, તેમજ રૂ. ૧.૦૫ કરોડના ખર્ચે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ શહેરમાં બનાવવામાં આવેલા નવા ૧૫ સ્માર્ટ બસ સ્ટોપ, અને અન્ય કામોના લોકાર્પણ થનાર છે.

ખાતમુહૂર્ત :-

આજે રાજકોટ મહાનગરપાલિકાના કુલ રૂ. ૨.૭૪ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત થનાર છે તેની વિગતો જોઈએ તો…. રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર-૪ અને ૭માં રૂ. ૬૦ લાખના ખર્ચે સ્ટોર્મ વોટર પાઈપલાઈન, જ્યારે વોર્ડ નંબર ૧૦ અને ૧૧માં રૂ. ૮૩ લાખના ખર્ચે “જનભાગીદારી યોજના” હેઠળ ડી.આઈ. પાઈપલાઈન નાંખવાનું કામ, પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે રૂ. ૩૫ લાખના ખર્ચે પબ્લિક રેસ્ટ રૂમ અને મહાનગરપાલિકાના જુદાજુદા કોમ્યુનિટી હોલ અને ઝૂઓલોજિક્લ પાર્ક ખાતેના બિલ્ડિંગોમાં રૂ. ૯૬ લાખના ખર્ચે કુલ ૨૨૫ કિલો વોટના રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવાના કામોનું ખાતમુહૂર્ત પણ આજે થઇ રહયું છે.

લોકાર્પણ :- ( રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ )

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા)ના કુલ રૂ. ૧૭.૫૭ કરોડના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થનાર છે તેની માહિતી પર એક નજર કરીએ તો…

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા)ના જે વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું આજે લોકાર્પણ થનાર છે તેની એક ઝલક જોઈએ તો…

રાજકોટ શહેરની ફરતે રિંગ રોડ-૨ આકાર પામી રહયો છે તેના ભાગરૂપે, રૂડા રીંગરોડ-૨, ફેઝ-૨ માં પાળ ચોકડીથી ગોંડલ હાઇવે સુધીનાં ૬.૨ કિ.મી. રસ્તાની કામગીરી રકમ રૂ. ૮.૧૧ કરોડનાં ખર્ચે અને આ રસ્તા પર આવતા બે બ્રિજની કામગીરી રૂ. ૯.૪૬ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે અને તેનું આજે લોકાર્પણ કરવામાં આવનાર છે.

હાલમાં જ્યારે ગોંડલ ચોકડી પર બ્રિજનું કામ શરૂ થયેલ છે ત્યારે આ નવો રીંગ રોડ રાજકોટના નાગરીકો માટે આશીર્વાદસમાન પુવાર થશે. હવે વાહનચાલકો કાલાવડ રોડથી સીધું જ ગોંડલ રોડ પર પહોંચી શકશે. તેઓએ ૧૫૦ ફૂટ રીંગ રોડ કે ગોંડલ ચોકડીએ જવાની જરૂરત રહેશે નહી. આ કામ પૂર્ણ થતા હવે ગોંડલ ચોકડીએ પણ ટ્રાફિકનું ભારણ હળવું થઇ

આ પ્રસંગે શાબ્દિક સ્વાગત તેમજ કાર્યક્રમની રૂપરેખા મ્યુનિસિપલ કમિશનર અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના ચેરમેન અમિત અરોરા દ્વારા કરવામાં આવેલ હતી. સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ પાંભર, લાઈટીંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગર, વોટર વર્કસ કમિટી ચેરમેન દેવાંગભાઈ માંકડ દ્વારા મંચ પરના મહાનુભાવોનું પુસ્તક તથા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યુ હતું. જયારે કાર્યક્રમના અંતે આભારવિધિ બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલે કરેલ હતી.

You Might Also Like

અનોખી પરંપરા : ન પ્રેક્ટિસ, ન કોઈ બંધન, ૪થી ૧૨ વર્ષની બાળાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે

MGM નવરાત્રિમાં દેશી રસોયા નિકુંજ વસોયાના સ્ટોલ પર ભાવનો ભડકો

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

ડૉ. નિદત્ત બારોટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના અધ્યક્ષ નિયુક્ત

સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વીંછીયાનું સરતાનપર ગામ ૧૦૦ ટકા વેકસીનેટેડ ગામ ભડલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નોંધનીય સિધ્ધિ
Next Article મુખ્યમંત્રીના હસ્તે રાજકોટના રૂા. ૪૧ કરોડ ૯૩ લાખના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ / ઈ-ખાતમુહુર્ત કરાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ફ્રીઝ બેંક ખાતું અનફ્રીઝ કરવાના કાનૂની ઉપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
અકળામણ જ્યારે આક્રોશ બને ત્યારે
પોલીસ પ્રત્યેનો ડર અને બદલાતી છબી
અલાદીનનું ડોપામીન : માણસના શરીરનું ઘડતર તાત્કાલીક સુખ મેળવવા માટે નથી થયું
દેશનો વિકાસદર તો વધશે, પણ પેલા કોમન મેનની લાઈફ કઈ સુધરશે ?
શું વધુ ફાઇબર વાળો ખોરાક ખાવાથી વધુ લાભ મળે?
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

અનોખી પરંપરા : ન પ્રેક્ટિસ, ન કોઈ બંધન, ૪થી ૧૨ વર્ષની બાળાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

MGM નવરાત્રિમાં દેશી રસોયા નિકુંજ વસોયાના સ્ટોલ પર ભાવનો ભડકો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?