શિયાળાની ઠંડીને ધ્યાનમાં રાખીને સ્પેશ્યલ ડ્રાઈવ કરી ઘરવિહોણા લોકોને આશ્રયસ્થાનમાં ખસેડવા મ્યુનિસિપલ કમિશનરની સૂચના
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં ઘરવિહોણા લોકોને આશ્રય મળી રહે તે હેતુથી દિનદયાળ અંત્યોદય યોજના- રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના રાજકોટ શહેરમાં આશ્રયસ્થાન (રેનબસેરા) કાર્યરત છે. તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ શાળા નં. 10 પાસે અને મરચા પીઠ ખાતે આવેલા આશ્રય સ્થાન (રેનબસેરા)ની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મ્યુનિસિપલ કમિશનરએ ઘરવિહોણા લોકોને આશ્રયસ્થાન ખાતે આપવામાં આવતી સુવિધા અંગે માહિતી મેળવી હતી તેમજ મ્યુનિસિપલ કમિશનરે આશ્રિતો સાથે સંવાદ કરી વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી. શિયાળાની ઠંડીને ધ્યાનમાં રાખીને સ્પેશ્યલ ડ્રાઈવ કરી ઘરવિહોણા લોકોને આશ્રયસ્થાનમાં ખસેડવા મ્યુનિસિપલ કમિશનરે સંબંધિત અધિકારીને સૂચના આપી હતી.



