ગુજરાત કિશન સંગઠનના પ્રમુખ જે.કે.પટેલ દ્વારા ચીમકી ઉચ્ચારી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
રાજ્યમાં ગત ચોમાસા દરમિયાન પડેલા વરસાદના લીધે મોટાભાગના ખેડૂતોને પોતાના પાકમાં નુકશાની થઈ છે જેના સામે સરકાર દ્વારા ગત 24 ઓકટોબરના રોજ 20 જિલ્લાઓમાં પાક નુકશાની અંગે ખેડૂતોને પેકેજની જાહેરાત કરાઈ હતી જે અંગે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પંથકના ખેડૂતો દ્વારા ફોર્મ ભરવા છતાં પણ આજદિન સુધી પૂર્ણ રૂપે વળતર ચૂકવ્યું નથી જેના સામે અધિકારીઓ દ્વારા ભેદભાવ કર્યો હોવાના આક્ષેપ સાથે ગુજરાત કિશન સંગઠન પ્રમુખ જે.કે.પટેલ દ્વારા આગામી 25 ડિસેમ્બરના રોજથી ધ્રાંગધ્રા સેવા સદન ખાતે ખેડૂતોને સાથે રાખી ન્યાય ન મળે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે ધરણાં અને આંદોલનની શરૂઆત કરવા માટેની ચીમકી ઉચ્ચારાઇ છે.



