કર્મચારીને મકાન મળ્યું નથી તેનું પ્રમાણપત્ર આપવા માંગી હતી લાંચ
જામનગર ACBએ છટકું ગોઠવી 5 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં વધુ એક લાંચિયો સરકારી બાબુ એસીબીની ઝપટે ચડી ગયો છે માર્ગ અને મકાન વિભાગના સિનિયર ક્લાર્ક અરજદાર પાસેથી રૂપિયા 5000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયેલ છે. જેમાં ક્લાર્ક દ્વારા સરકારી ક્વાર્ટર ઉપલબ્ધ નથી તે માટેનું પ્રમાણપત્ર કાઢી આપવા લાંચની માંગણી કરી હતી જે અંગે એસીબીમાં ફરિયાદ આપતા જામનગર એસીબીએ માર્ગ અને મકાન વિભાગ રાજકોટ શહેરની કચેરી ખાતે ટ્રેપ ગોઠવી હતી.
ફરિયાદી રાજકોટ શહેર ખાતે ફરજ બજાવતા હોય જેથી તેઓએ સરકારી કવાર્ટર મેળવવા માર્ગ મકાન વિભાગ કચેરીમાં આશરે પાંચેક માસ પહેલા કવાર્ટર માટેની અરજી કરેલ હતી, પરંતુ હાલ સુધી તેઓને કવાર્ટર ફાળવવામાં નહી આવતા પોતાને સરકારના નિયમ મુજબ મકાનભાડુ મેળવવા માટે રાજકોટ ખાતે સરકારી કવાર્ટર ઉપલબ્ધ નથી તેવું પ્રમાણપત્ર માર્ગ મકાન વિભાગની કચેરીમાંથી મેળવી પોતાના ખાતાના વડાને આપવાનું હોય જેથી ફરીયાદીએ સિનિયર ક્લાર્ક રવિ રાજુભાઈ મજેઠીયાનો રૂબરૂ સંપર્ક કરતા પ્રમાણપત્ર આપવાના બદલે રૂ. 5000ની લાંચની માંગણી કરી હતી લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદ આધારે આજે એસીબી દ્વારા લાંચનું છટકું ગોઠવ્યું હતું.
- Advertisement -
દરમિયાન માર્ગ મકાન વિભાગના સિનિયર ક્લાર્ક ફરીયાદી સાથે પ્રમાણપત્ર બાબતે વાતચીત કરી લાંચની રકમ રૂ. 5000 ફરિયાદી પાસેથી માંગી સ્વીકાર કર્યો હતો. હાલ એસીબીએ તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રિમાન્ડ મેળવી અલગ અલગ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
જામનગર ACBએ રાજકોટમાં ચાર માસમાં પાંચ સફળ ટ્રેપ કરી
રાજકોટ એસીબીમાં પર્યાપ્ત સ્ટાફ હોવા છતાં જામનગર એસીબીએ ચાર મહિનામાં પાંચ સફળ ટ્રેપ કરી છે જેમાં પંચાયત ચોકીના કોન્સ્ટેબલ અને વકીલને 25 હજારની લાંચ લેતા, ફાયર ઓફિસર અનિલ મારુને 1.80 લાખની લાંચ લેતા, મુંબઈના પીઆઇ વતી વચેટિયાને 10 લાખની લાંચ લેતા, તલાટી મંત્રીને 1500ની લાંચ લેતા અને હવે આ સિનિયર ક્લાર્કને 5000ની લાંચ લેતા દબોચી લીધા છે.