સિંહ શિકાર કરતો હોય ત્યારે વચ્ચે ન પડવું : વન અધિકારી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
વંથલી તાલુકાના નરેડી ગામે સીમ વિસ્તારમાં વધુ એકવાર સિંહ દ્વારા પશુપાલક પર હમુલો કરી લોહીલુહાણ કાર્યની ઘટના સામે આવી છે. નરેડી સીમ વિસ્તારમાં ઢોર ચરાવતા હતા તે સમયે સિંહ દ્વારા બાવનભાઇ રબારી નામના પશુપાલક પર હુમલો કરી પડખા અને હોઠના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ત્યારે લોહીલુહાણ હાલતમાં પશુપાલકને સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
- Advertisement -
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પૂર્વે જ બકરા ચરાવતા માલધારી અને વનકર્મી પર સિંહણ દ્વારા હુમલો કર્યાની ઘટના બની હતી. ત્યારે વધુ એકવાર સિંહ દદ્વારા ઢોર ચરાવતા પશુપાલક પરહુમલો કરી લોહીલુહાણ કરતા પશુપાલકનોમાં અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. વનવિભાગ દ્વારા પંથકમાં આંતક મચાવનાર સિંહણને પકડવા પૂર્વેથી જ પાજરૂ ગોઠવવામાં આવ્યુ હતુ તે પાંજરામાં સિંહ પુરાઇ જતા સ્થાનિક માલકારીઓ અને ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે.



