કમલા હારિસ, મસ્ક સહિત અનેકને નોમિનેશન
અમેરિકાના પ્રમુખ તરીકે તા.20 જાન્યુઆરીના રોજ શપથ લેવા જઇ રહેલા રીપબ્લીકન પાર્ટીના પ્રેસીડેન્ટ ઇલેક્ટ ડોનાલ્ડ ટ્રમ્પને વિખ્યાત ટાઇમ મેગેઝીને પર્સન ઓફ ધ યરમાં નોમીનેશન આપ્યું છે અને આજે તેની જાહેરાત થશે તથા ટ્રમ્પ આ પસંદગીની યાદીમાં સૌથી ફેવરીટ છે તેવા સંકેત છે.
- Advertisement -
સાથોસાથ ટ્રમ્પ આજે ગુરુવારે ન્યુયોર્ક સ્ટોક એકસચેન્જની પણ ઓપનીંગ બેલ પણ વગાડશે આમ અમેરિકા પર ટ્રમ્પનો જાદુ છવાઇ જશે તે નિશ્ર્ચિત છે. ટાઇમ મેગેઝીને તેના પર્સન ઓફ ધ યરના નોમિનેશનમાં છ લોકોની યાદી જાહેર કરી છે.
1927થી ટાઇમ આ પ્રમાણે પર્સન ઓફ ધ યરની યાદી જાહેર કરી રહ્યા છે અને તેમાં આ વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરાંત અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અને ટ્રમ્સ સામે પરાજીત થયેલા ડેમોક્રેટીક ઉમેદવાર કમલા હારીસ ઉપરાંત બ્રિટનના પ્રીન્સેસ ઓફ વેલ્સ કેટ મેડલ્ટન, દુનિયામાં 400 બીલીયન ડોલરની સંપત્તિ ધરાવનાર પ્રથમ વ્યકિત બનનાર અને ટેસ્લા સહિતની કંપનીઓના બોસ એલન મસ્ક રશિયન મહિલા અર્થ શાસ્ત્રી યુલીઆ નાવાલ્નાયા, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન યાહુ અને અમેરિકી ફેડ રીઝર્વના ચેરમેન જેરોમ પોવેલનો સમાવેશ થાય છે આ ઉપરાંત પોસ્ટકાસ્ટર જો રોગેનને પણ આ યાદીમાં સ્થાન અપાયું છે. આ ઉપરાંત મેક્સીકોના પ્રથમ મહિલા પ્રમુખ ક્લાઉડીયા શેનેબમને પણ સ્થાન અપાયું છે જ્યારે માર્ક ઝુકરબર્ગ પણ આ યાદીમાં છે.