By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    1 day ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    2 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    3 days ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    4 days ago
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હનુમાનજીના અકલ્પનીય પરાક્રમોની ગાથા : મહાબલી
    1 day ago
    ટ્રમ્પે ઇરાનનો શાંતિ પ્રસ્તાવ ફગાવ્યો: ફાઇનલ વોર્નિંગ આપી
    1 day ago
    થંથાનિયા કાલીબારી એક સિદ્ધ તાંત્રિક તીર્થ
    1 day ago
    મમતાને ‘સુપ્રીમ’ ઝટકો
    1 day ago
    તમારા ફોનમાં પણ અચાનક વાગવા લાગ્યું સાયરન? ગભરાશો નહીં, સરકારે શરૂ કરી આ ખાસ સર્વિસ!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: કેએલ રાહુલનો મહારેકોર્ડ! વિરાટ-રોહિત પણ ના કરી શક્યા તે કરી બતાવ્યું
    1 day ago
    કોહલીને આ કારણે પ્રેમ કરવા લાગી હતી અનુષ્કા, વર્ષોની ડેટિંગ બાદ કર્યા લગ્ન, જાતે કર્યો ખુલાસો
    1 day ago
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    4 days ago
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    6 days ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 days ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    6 days ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    1 week ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લઘુ ઉદ્યોગ ભારતી સંસ્થા દ્વારા નાના-મધ્યમ કદના ઉદ્યોગોના વિકાસ થકી દેશની પ્રગતિમાં અનેરૂ યોગદાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > લઘુ ઉદ્યોગ ભારતી સંસ્થા દ્વારા નાના-મધ્યમ કદના ઉદ્યોગોના વિકાસ થકી દેશની પ્રગતિમાં અનેરૂ યોગદાન
રાજકોટ

લઘુ ઉદ્યોગ ભારતી સંસ્થા દ્વારા નાના-મધ્યમ કદના ઉદ્યોગોના વિકાસ થકી દેશની પ્રગતિમાં અનેરૂ યોગદાન

Khaskhabar Editor
Last updated: 2024/11/25 at 4:58 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

સંસ્થાના હોદ્દેદારો ‘ખાસ-ખબર’ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા

આત્મનિર્ભર ભારતના અભિયાન સાથે કાર્યરત સંસ્થાને સરકારની અનેક કમિટિમાં પ્રતિનિધિત્વ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

દેશનાં નાના તથા મધ્યમ કદના ઉદ્યોગોને સંગઠીત કરી તેમના વિકાસ માટે સતત પ્રયત્નશીલ સંસ્થા એટલે લઘુ ઉદ્યોગ ભારતી. આ સંસ્થા આત્મનિર્ભર ભારત, મેઈક ઈન ઈન્ડીયા અને વોકલ ફોર લોકલના અભિયાનને વેગ આપવા સાથે દેશભરમાં લઘુ ઉદ્યોગોના વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે. નાના અને મધ્યમ ઉદ્યોગોને બ્રાન્ડીંગ અને ઘંઘાના પ્રમોશન માટે એક પ્લેટફોર્મ પુરૂ પાડવાના ધ્યેય સાથે વિવિધ સ્થળે બિઝનેશ એક્સપો, સેમીનાર વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેના ભાગ રૂપે સૌરાષ્ટ્ર સંભાગ દ્વારા આગામી ફેબ્રુઆરી માસમાં રાજકોટ ખાતે રાષ્ટ્રીય કક્ષાનો ફેર ’ઈન્ડીયા ઈન્ડસ્ટ્રીયલ ફેર-2025’નું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાં આ નવમો અને સૌરાષ્ટ્રનો બીજો ફેર છે. જેમાં દેશભરના લઘુ ઉદ્યોગો ભાગ લઈ પોતાના ધંધાના વિકાસ સાથે દેશના વિકાસમાં સહભાગી બનશે એમ લઘુ ઉદ્યોગ ભારતીના મેન્ટર હંસરાજભાઈ ગજેરા અને એકસ્પોના ચેરમેન ગણેશભાઈ ઠુંમરની એક યાદીમાં જણાવાયું છે.

લઘુ ઉદ્યોગ ભારતી-સૌરાષ્ટ્ર સંભાગના મેન્ટર હંસરાજભાઈ ગજેરાએ સંસ્થા વિશે માહિતી આપતાં જણાવ્યું છે કે, સુક્ષ્મ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગોના સહયોગ અને વિકાસ માટે 1994માં સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. દેશમાં આ ક્ષેત્રે કાર્ય કરતુ આ એકમાત્ર રાષ્ટ્રીય સંગઠન છે. દેશના દરેક રાજયમાં સંસ્થા કાર્યરત છે. 700થી વધારે ઔદ્યોગીક ક્ષેત્રમાં કાર્યરત અમારી સંસ્થા દ્વારા નાના ઉદ્યોગો સાથે સંકળાયેલાં સમુદાયનું હિત સચવાય અને ઉદ્યોગો દ્વારા રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બની શકાય એ માટે વિવિધ કાર્યો કરવામાં આવે છે. અન્ય સંગઠનો સાથે મળી ઉદ્યોગોને લગતાં કોમન પ્રશ્નો બાબતે સંગઠીત બની તેના ઉકેલ માટે સંસ્થા કાર્ય કરે છે.
લઘુ ઉદ્યોગ ભારતી સંસ્થાનું માળખું રાષ્ટ્રીય, રાજ્ય સ્તર, પ્રદેશ સ્તર, સંભાગ, વિભાગ, જિલ્લા સ્તરે ઔદ્યોગીક વિસ્તાર પ્રમાણે એક વ્યવસ્થિત ગોઠવાયેલ છે. દેશના મોટા ભાગના રાજયોમાં સંસ્થા કાર્યરત છે. ગુજરાતમાં કર્ણાવતી સંભાગ અને સૌરાષ્ટ્ર સંભાગ એમ બે ભાગમાં કાર્યરત છે. સૌરાષ્ટ્ર સંભાગમાં રાજકોટ વિભાગ, જુનાગઢ વિભાગ અને કચ્છ વિભાગ એમ ત્રણ વિભાગ હેઠળ સૌરાષ્ટ્રના તમામ જિલ્લા અને ઔદ્યોગીક વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. ઉદ્યોગો માટે જરૂરી એવા પ્રોડકટ માર્કેટીંગ, બ્રાન્ડીંગ વગેરે માટે નિયમીત ઔદ્યોગીક પ્રદર્શન, ઉદ્યોગ વિષયક સેમીનાર, સરકારી ગાઈડ લાઈન વિશે યોગ્ય માર્ગદર્શન મળે એવા સેમીનાર, બીટુબી, બીટુજી મિટીંગ વગેરેનું આયોજન કરવામાં આવે છે. દર અઠવાડીએ કર્ણાવતી ખાતે મીટીંગનું આયોજન કરી ઉદ્યોગોને લગતાં પ્રશ્ર્નોની ચર્ચા કરી તેના ઉકેલ માટે પ્રયાસ કરવામાં આવે છે. સંસ્થાના સભ્યોને તેમના ઉદ્યોગને લગતી કોઈપણ સમસ્યા હોય ત્યારે સરકાર સાથે સંકલન કરી તેનો યોગ્ય ઉકેલ લાવવાના કાર્ય થાય છે. જી.એસ.ટી. સહિત વિવિધ ટેકસેશન, બજેટ, સરકારી નીતિઓ વગેરે બાબતો અંગે સેમીનાર યોજી ઉદ્યોગપતિઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. જે તે ઉદ્યોગને લગતી વિવિધ સરકારી સહાય યોજના, સબસીડી યોજના વગેરે બાબતે યોગ્ય સહકાર પુરો પાડવામાં આવે છે. સંસ્થા દ્વારા દર ત્રણ મહિને ’ઉદ્યોગ ટાઈમ્સ’ મેગેઝીન પ્રસિધ્ધ કરવામાં આવે છે જેમાં ઉદ્યોગોને લગતી વિવિધ બાબતોની માહિતી પ્રકાશીત કરવામાં આવે છે.

- Advertisement -

લઘુ ઉદ્યોગ ભારતી -ગુજરાતને ભારત સરકાર દ્વારા એક્ષપોર્ટ કરતા ઉદ્યોગોને આવશ્યક એવુ સર્ટીફકેટ ઓફ ઓરીજીન ઈસ્યુ કરવાની પરવાનગી આપવામાં આવી છે. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ઉદ્યોગોને લગતી અમુક બાબતોની રજુઆત કરેલ જેનો સરકાર દ્વારા અમલ કરવામાં આવ્યો છે જેમાં જામનગરની દરેડ જી.આઈ.ડી.સી. ભાગ-3નો પ્રશ્ન, ઔદ્યોગીક એકમોના ખાતામાં ડાયરેક્ટ સબસીડી જમા કરાવવાની બાબત, કો-લેટરલ સિક્યુરીટી વગર સરકારે નક્કી કરેલ મર્યાદામાં ધિરાણ આપવુ, ક્રેડીટ ગેરંટી યોજના, ગુજરાતમાં વિજળીના ભાવ વધારા સામે રીટ પીટીશન સહિત કેન્દ્ર સુધી લડતો આપી અનેક વખત ભાવ વધારો રોકવામાં સફળતા, માંદા ઉદ્યોગો માટે ગુજરાત સરકાર દ્વારા વન ટાઈમ સેટલમેન્ટની યોજનાનો અમલ, ફાર્મા ઉદ્યોગમાં શિડયુલ એમ ના અમલીકરણમાં રાહત, એમ.એસ.એમ.ઈ. માટે અલગ મંત્રાલય બન્યુ અને ગુજરાતમાં એમ.એસ.એમ.ઈ. વિભાગ શરૂ કરવામાં આવ્યો, ગુજરાતમાં જી.આઈ.ડી.સી.માં ખાલી પડેલાં પ્લોટમાં નાના શેડ તૈયાર કરી પાવર અને પાણીની સગવડ સહિતના બાંધકામ કરી નાના ઉદ્યોગકારોને આપવાની યોજનાનો અમલ, જરી ઉદ્યોગને જી.એસ.ટી.ના 12 ટકાના સ્લેબમાંથી પાંચ ટકાના સ્લેબમાં સમાવેશ સહિત અનેક પરીણામ લક્ષી કાર્યો થયા છે. લઘુ ઉદ્યોગ ભારતીના સદસ્યો ભારત સરકાર દ્વારા બનાવાયેલ વિવિધ કમીટી, બોર્ડ અને એજન્સીઓમાં નાના-મધ્યમ કદના ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરે છે. જેમાં પાર્લામેન્ટની એમ.એસ.એમ.ઈ. સ્ટેન્ડીંગ કમીટી, આંતરરાષ્ટ્રીય લેબર ઓર્ગેનાઈઝેશન કમીટી, માઈક્રો, સ્મોલ, મિડિયમ એન્ટરપ્રાઈઝીઝ બોર્ડ, સ્ટેન્ડીંગ લેબર કમીટી, કેન્દ્રીય શ્રમિક શિક્ષા બોર્ડ, એમ.એસ.એમ.ઈ.ની રાષ્ટ્રીય એવોર્ડ સિલેક્શન કમીટી, બાળ શ્રમ પરીયોજના, પ્રધાનમંત્રી દ્વારા બનાવાયેલ એમ.એસ.એમ.ઈ. ટાસ્કફોર્સ કમીટી, પ્રધાનમંત્રી તથા નાણામંત્રીની બજેટ પૂર્વેની કમીટી, ઉદ્યોગ મંત્રાલય દ્વારા ચાલતી ટેકનીકલ સલાહકાર કમીટી, વાણિજ્ય મંત્રાલયની ખાસ કમીટી, રિઝર્વ બેંકની ક્રેડીટ ફલોની સમીક્ષા કમીટી, સીડબીની ક્રેડીટ ગેરંટી સ્કીમની કમીટી, બ્યુરો ઓફ ઈન્ડીયન સ્ટાન્ડર્ડ કમીટી, રાષ્ટ્રીય સેફટી કમીટી, લોકાચારની ત્રિપક્ષીય કમીટી, નેશનલ સોશ્યલ સિક્યોરીટી બોર્ડ, કેન્દ્ર સરકારની શ્રમ અને રોજગાર મંત્રાલયની સલાહકાર સમિતિ, ઈ.એસ.આઈ.ની સલાહકાર સમીતી, રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ, ડી.જી.એસ. એન્ડ ડી.ની સ્ટેન્ડીંગ રીવ્યુ કમીટી, વસ્ત્ર મંત્રાલયની શણ અને કપાસ ઈન્ડસ્ટ્રીઝની ત્રિપક્ષીય કમીટી, પ્રોવિડન્ડ ફંડની સલાહકાર સમીતી, સેન્ટ્રલ પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડ સહિત રાજય અને કેન્દ્ર ની અનેક કમીટીમાં લઘુ ઉદ્યોગ ભારતીને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યુ છે. સંસ્થાની રજીસ્ટર્ડ ઓફીસ નાગપુર ખાતે, કોર્પોરેટ ઓફીસ નવી દિલ્હી ખાતે કાર્યરત છે. ગુજરાતમાં કર્ણાવતી સંભાગની ઓફીસ અમદાવાદ ખાતે અને સૌરાષ્ટ્ર સંભાગની ઓફીસ રાજકોટ ખાતે કાર્યરત છે.

લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર સંભાગ દ્વારા આગામી ફેબ્રુઆરી-2025માં રાજકોટ ખાતે ઈન્ડીયા ઈન્ડસ્ટ્રીયલ ફેર-2025નું આયોજન કરવામાં આવ્યુ છે. મેન્ટર હંસરાજભાઈ ગજેરા, ચેરમેન તરીકે ગણેશભાઈ હુમ્મર, ખજાનચી તરીકે જયભાઈ માવાણી, લઘુ ઉદ્યોગ ભારતી-રાજકોટ જિલ્લાના પ્રમુખ યશભાઈ રાઠોડ, મંત્રી જયસુખભાઈ સોરઠીયાની આગેવાનીમાં દિપકભાઈ પટેલ, કેતનભાઈ વસા, અમૃતભાઈ ગઢીયા, અમરીશભાઈ ત્રાંબડીયા, મલયભાઈ રૂપાપરા, ચન્દ્રેશભાઈ સંખારવા, હેમંતભાઈ કાપડીયા, દેવેન્દ્રભાઈ શર્મા, દર્શકભાઈ ઘેટીયા, મહેશભાઈ સાવલીયા, મયુરભાઈ વેકરીયા, જલ્પેશભાઈ ગોસ્વામી સહિતની ટીમ ફેરના આયોજન માટે કાર્યરત છે.

You Might Also Like

કુખ્યાત આરોપીના 1 કરોડના ગેરકાયદે બંગલા પર બુલડોઝર ફર્યું

સાવધાન: AIની વધુ પડતી નિર્ભરતા એટલે આપણી આવનારી પેઢીઓ માટે પાણીનું જોખમ

વીમા ક્લેઈમ નકારનાર ‘ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ’ કંપનીને વ્યાજ સાથે ચૂકવણીનો આદેશ

રાજકોટમાં રેસ્ટોરાં, કેટરિંગ અને સ્ટ્રીટ ફૂડવાળા સગડા તરફ વળ્યા તો કેટલાક બંધ કરવાની કગાર પર

પ્રથમ વખત ગુજરાતની માથાદીઠ આવક ₹ 3 લાખને પાર : GDPમાં 8.3% યોગદાન

TAGGED: Rajkot, Small Udyog Bharati Sansthan Further contribution
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમદાવાદ પોલીસ દ્વારા ‘મેન્ટર પ્રોજેક્ટ’ અમલી
Next Article કુવાડવા રોડ પરથી 23 લાખનો દારૂ ભરેલા ટ્રક સાથે ભાણવડના શખ્સો ઝડપાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

જાદુનગરી સે આયા હૈ કોઈ જાદુગર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અલ્ગોરિધમનું તોફાન: માનવી હવે મશીનનો ગુલામ બનશે? વિચારવાની શક્તિ પર મોટો ખતરો
ધર્મના નામે છેતરપિંડી કરનારા નકલી સંતોથી સાવધાન: ‘સહજ-વિવેક’ પુસ્તકમાં પાખંડીઓનો પર્દાફાશ
નાસડેકની તેજી નવો ફુગ્ગો કે નવો યુગ??
વિશ્ર્વનું સહુથી નીડર ઝનૂની બાધોડકુ પ્રાણી એટલે હની બેઝર
પાકીટમાં કોનો ફોટો છે ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

કુખ્યાત આરોપીના 1 કરોડના ગેરકાયદે બંગલા પર બુલડોઝર ફર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Bhavy Ravalરાજકોટ

સાવધાન: AIની વધુ પડતી નિર્ભરતા એટલે આપણી આવનારી પેઢીઓ માટે પાણીનું જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

વીમા ક્લેઈમ નકારનાર ‘ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ’ કંપનીને વ્યાજ સાથે ચૂકવણીનો આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?