By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    3 hours ago
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    1 day ago
    મિડલ ઇસ્ટમાં મહાયુધ્ધ : USએ ઈરાન પર 5 કલાક સુધી ધડાધડ મિસાઈલો છોડી
    1 day ago
    UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ
    1 day ago
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
    2 hours ago
    બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે
    2 hours ago
    ઉર્મિલાએ લગ્નના 3 દિવસ પહેલા થનારા પતિનો લઈ લીધો જીવ
    3 hours ago
    હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી
    1 day ago
    હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    3 hours ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    2 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    5 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    5 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    3 hours ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 day ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    2 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    2 days ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રેમનો મીઠો બોજ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > પ્રેમનો મીઠો બોજ
Author

પ્રેમનો મીઠો બોજ

Khaskhabar Editor
Last updated: 2024/10/31 at 2:27 PM
Khaskhabar Editor 2 years ago
Share
10 Min Read
SHARE

નવલિકા: રેખા પટેલ (ડેલાવર)

હંસલ તું ચોક્કસ આપણી ગાંડીને સાચવી શકીશ? જીવન આખું તારું દર્દનાક બની જશે. આ સિવાય પણ તેને સાચવવાના બીજા ઘણા ઉપાયો છે. તેને કોઈ સારી મનોચિકિત્સક હોસ્પીટલમાં…

- Advertisement -

છેવટે હોસ્પિટલનાં બેડની આજુબાજુ ફેરા ફરી હંસલે ચકોરીને આજીવન અપનાવી લીધી…

“બસ વિવેક, આ બાબતે આપણે ઘણી ચર્ચાઓ થઇ છે, મારો નિર્ણય અફર છે. હું આજેજ તેને ઘરે લઇ જઈશ. તેને સાચવવાની બધીજ વ્યવસ્થા થઇ ગઈ છે.” વિવેકની વાતને અધવચ્ચે રોકતા હંસલે જવાબ આપ્યો. “ભલે તું ચકોરી પાસે બેસ હું ચા લઈને આવું છું” વિવેકના જતા હોસ્પીટલના કોરીડોરમાં બેઠેલો હંસલ ભૂતકાળમાં સરી પડ્યો. વિવેક, હંસલ અને ચકોરી બાળપણના ગોઠિયા. સ્કુલ, હોમવર્ક પછીની ધીંગામસ્તીથી લઈને હાઈસ્કુલ સુધીની અણનમ દોસ્તી. વિવેક અને હંસલ સ્વભાવમાં શાંત, જ્યારે ચકોરી તોફાની અને બળવાખોર હતી. પોતાને ગમતું કરવા આકાશ પાતાળ એક કરતી છેવટે રડીને પણ વાત માનવી લેતી. સ્કુલ અને હાઈસ્કુલ સુધી ત્રણેવ વચ્ચે બરબરીનો પ્રેમ હતો પરંતુ સમજદારીને પાંખો ફૂટતા ચકોરી હંસલ તરફ વધુ ઢળતી એ વાત બંને મિત્રોને સમજાઈ ગઈ હતી. “ચકોરી જો તારે મોટા વકીલ બનવું હશે તો અહી નાના શહેરમાં તને કોઈ ખાસ તક નહિ મળે. એ માટે તું મારી સાથે અમદાવાદ આવી જા. આપણું મોટું મકાન છે, તારી મામી કોલેજમાં પ્રોફેસર છે, તેના શિક્ષણનો પણ લાભ મળશે.” ભાઈબીજ કરવા આવેલા મામાએ તેને સમજાવતા કહ્યું. જોકે મામાની વાત કઈ ખોટી નહોતી. ચકોરીને નાનપણથી ક્રિમિનલ લોયર બનવું હતું. પરંતુ અહી હંસલને મુકીને જવા તેનું દિલ તૈયાર નહોતું. છતાં સ્વપ્નાઓ પુરા કરવા માટે થોડું ઘણું જતું કરવુ રહ્યું. “દીકરા બસ ચાર પાંચ વર્ષની વાત છે, વેકેશનમાં તું ઘરે આવી જજે, અમે પણ આવતા રહીશું. અમદાવાદ ક્યા દુર છે, બસમાં બેઠા તો કલાકમાં ત્યાં.” પપ્પાની દલીલ તેના મગજમાં ઉતરી ગઈ. ચાર મહિના પછી ચકોરી અમદાવાદ જશે એવાતથી વિવેક અને હંસલ ઉદાસ થઇ ગયા.

‘હંસલ તું કેમ ઉદાસ છે? શું તું નથી ઈચ્છતો મારું સ્વપ્ન પૂરું થાય? લોયર બન્યા પછી તું કહીશ એમજ કરીશ બસ વચન આપું છું.’ છેવટે ભારે હૈયે મિત્રોએ વિદાઈ આપી, ચકોરી સ્વપ્નાંઓ સાકાર કરવા ઉપડી ગઈ. સમય તેની ગતિએ ચાલતો રહ્યો. સ્વપ્ન પૂરું કરવા ચકોરી દિવસ રાત એક કરતી. છતાં સમય મળે વિવેક અને હંસલ સાથે ફોનમાં વાતચીત કરી લેતી. હંસલ માટે આ સ્થિતિ અસહ્ય હતી છતાં ચાર વર્ષ પુરા થવાની રાહમાં એ દિવસો ગણતો. “હંસલ તું અહી ગામડામાં વધારે ભણી શકે તેમ નથી, તારે પણ તેની બરાબરી કરી શકાય એવું કઈ કરવું જોઈએ.” વિવેકે સલાહ આપી. વાત પણ કઈ ખોટી નહોતી. ચકોરીનો હાથ માંગવા તેને લાયક પણ થવું પડશે. વિચારી હંસલ તેની ફોઈના ઘરે મેંગલોર આગળ અભ્યાસ માટે ઉપડી ગયો. ત્યાં સાયકોલોજી વિષય ઉપર ફર્સ્ટક્લાસ લાવી અભ્યાસ પૂર્યો કર્યો. આગળ પીએચડી કરવા અમેરિકા બોસ્ટન યુનિવર્સીટીમાં પહોચી ગયો. જતા પહેલા ચકોરીને અમદાવાદ મળવા ગયો ત્યારે એ તેની બાર એક્ઝામની તૈયારીમાં વ્યસ્ત હતી. પરસ્પર બેસ્ટ વિસીસ આપી ગળે મળીને જલ્દી મળવાના વાયદા સાથે છુટા પડ્યા. ભવિષ્યને સોનેરી બનાવવા આજનું બલિદાન આપવું એ તકલીફ ભર્યું હતું છતાં જરૂરી છે, વિચારી બંને સમયની સરતી રેતીમાં ખુપી ગયા. અમેરિકા ભણવા જવું જેટલું અઘરું છે તેનાથી વધુ ત્યાના ખર્ચા પુરા કરવા ભણવા સાથે કમાવવાનું અઘરું છે, એ ત્યાં ગયા પછી તેને સમજાઈ ગયું હતું. સમયની ખુબજ કમી હતી, તેમાય સમયનું દિવસરાતનું અવળું ચક્ર અવરોધ પેદા કરતુ. ચકોરી માટે ઓછો સમય કાઢી શકતો, છતાં મેસેજ અને ઈમેલ દ્વારા પરસ્પર કોન્ટેક કરવા પ્રયત્ન કરતો રહેતો.

- Advertisement -

અમદાવાદમાં બારની પરીક્ષા પછી મામાની ઓળખાણથી લોયરની મોટી ફર્મમાં તેને આસીસ્ટન્ટ ક્રિમીનલ લોયર તરીકે કામ મળી ગયું. ચકોરી ખુશ હતી. હંસલના આવવની રાહ જોતી તે નિપુણતાથી આવનારા કેસ ઉપર કામ કરવા લાગી. ‘ચકોરી, શિવાંગી બળાત્કાર કેસ ઉપર આપણે ખાસ ઘ્યાન આપવાનું છે. સામા પક્ષે ધ્રુવ જેલટ છે જે અમદાવાદનાં નામી બિલ્ડર, જે અંદરખાને બીજી પ્રવૃત્તિઓમાં સંડોવાએલ ડી કે જેલટનો દીકરો છે. ધ્રુવ બાપ કરતા પણ દાંડાઈમાં ચાર વેંત આગળ છે. પહેલા પણ બે વખત તે આવા કૃત્યો કરી ચુક્યો છે. પરંતુ અપૂરતા પુરાવાને કારણે કોઈ કેસ થયા નથી. આ વખતે તેને ખુલ્લો છોડવો નથી. આ કેસ તારા હાથમાં રહેશે. તું સંભાળી શકીશ?’ સંઘવી દેસાઈએ ચ્કોરીને નવો કેસ સોપાતા પહેલા પૂછ્યું. ચકોરી આવા જ કોઈ કેસની રાહ જોતી હતી જે તેની માટે એક આગળ વધવાની સીડી બને, આવા નરાધમોને સજા અપાવવા એ ક્રિમીનલ લોયર બની હતી. તેને તરત હા કહી દીધું.

શિવાંગીને રૂબરૂ મળી તેની પાસેથી બધી વિગતો એકઠી કરી એક પછી એક પુરાવા ભેગા કરવા માંડી. બનાવની એ રાત્રે ટેક્ષીમાં શિવાંગી નોકરી પછી તેના ઘરે જતી હતી ત્યારે તેને બળજબરીથી રોકીને ધ્રુવ અને તેના મિત્રો તેને ઉઠાવી ગયા હતા. તેનાં ઉપર બળાત્કારનું કૃત્ય આચર્યું હતું.

શિવાંગીના જણાવ્યા પ્રમાણે ચકોરી તે ટેક્ષી ડ્રાઈવરને સુધી પહોચી ગઈ. તેને આવા દુષ્કૃત્ય રોકવા સાથ આપવા મનાવી લીધો.
ધ્રુવને આ બધી માહિતીઓ મળતી હતી. આથી ફોન ઉપર વાંરવાર ધમકીઓ આપી ચકોરીને ડરાવવાનો પ્રયત્ન બીજાઓ દ્વારા કરાવતો, પરંતુ ચકોરી એમ કોઈનાથી ડરે તેવી તો નહોતી જ. છેવટે સજાથી બચવા માટે અને ચકોરીને આગળ વધતી રોકવા માટે ધ્રુવે તેને એક સાંજે મોલના પાર્કિંગલોટ માંથી ભાડુતી માણસો દ્વારા ઉઠાવી લીધી. આંખો અને મ્હો ઉપર કાપડના ડૂચા લગાવી દેવાને કારણે એ ક્યા છે કોણ છે એ કશુંજ જોઈ શકતી નહોતી બંધાએલા હાથેપગે ચકોરી ઘાયલ પંખીની માફક પિંજરામાં બે દિવસ અથડાતી રહી. આ દિવસો દરમિયાન એ ઓરડામાં કોઈ આવ્યું નહોતું, છતાં એ સમજી ચુકી હતી કે આ ધ્રુવના કુકર્મો છે. જીવનની આવી અવદશાનો પ્રથમ અનુભવ તેને કંપાવી ગયો હતો.

બીજા દિવસની રાત્રે કોઈ તેના ઓરડામાં આવ્યું હતું. બંધ આંખો અને મ્હોના કારણે નાં કશું જોઈ શકી નાં વેદના બહાર કાઢી શકી. તેનું શરીર અને મન બધુજ પીંખાઇ ગયું. એક સ્ત્રી હોવાનો અભિશાપ એણે પ્રથમવાર અનુભવ્યો. આટલી યાતના વચ્ચે એ શબ્દોથી કઈ ઉચ્ચારી શકે તેમ નહોતી છતાં અંતર ચીસો પાડી ઉદ્ગારો કરતુ.
“આવી અવદશા પુરુષોની શા માટે નથી થતી? સ્ત્રીના પેટે જન્મ લઇ સ્ત્રીને જ નરકની યાતના આપવાનો ગુનો શું સાત જન્મો માટે પણ માફીને લાયક હોઈ શકે? શું આવા લોકો કોઈ માના પેટે જન્મ લેવાને લાયક પણ ખરા? આને કેવી સજા યોગ્ય ગણાય? આવા વિકૃત માનસ ધરાવતા પુરુષો માટે સ્ત્રીનું શરીર તેમની માટે માંસના લોચાથી વિશેષ કાંઈજ નથી. હું આનો બદલો ચોક્કસ લઈશ.” તુટતા શરીર અને મને મનોમન ચિલ્લાઈને ચકોરી બોલી” બસ આ છેલ્લો વિચાર અને દર્દથી ચકોરી બેભાન બની ગઈ.
‘હવે આ વકીલનું શું કરવું છે ધુવ’

‘શું કરવાનું ગાડીમાં નાંખ શહેર બહાર નદીમાં ક્યાંક ફેકી આવીએ. કોને ખબર ક્યા હતી અને કોણે શું કર્યું.’
સવારે અમદાવાદથી થોડે દુર સિદ્ધનાથ મહાદેવ પાસે વાત્રક નદીના આછા પટમાં લગભગ અર્ધમૃત પડેલી ચકોરી જડી આવી. બે મહિનાના અથાગ પરિશ્રમ પછી સીટી હોસ્પિટલ તેના શરીરને બચાવી શકી. તેનું દિલ અને દિમાગ હજુ પણ છિન્નભિન્ન હતા. જેને એકજોડ કરવા હવે ડોકટરો અશક્તિમાન હતા.
આ બધાની જાણ હંસલને વિવેકે હમણાંજ કરી હતી. એ જાણતો હતો કે હંસલ બધું અધૂરું છોડી પાછો આવી જશે. અને તેના આવવાથી કોઈ ફર્ક પડવાનો નહોતો. પરંતુ હવે તે ડોક્ટરની ડીગ્રી મેળવી ચુક્યો હતો, અહી તેની જરૂર પણ હતી.

ચકોરીની સ્થિતિમાં હજુ ખાસ સુધારો નહોતો, બસ સમય અને તેની યોગ્ય સાચવણી જરૂર આ દશામાંથી બહાર લાવી શકે તેવી આશા હતી. આ માટે હંસલનું અહી હોવું જરૂરી છે સમજી વિવેકે આખી સ્થિતિની જાણ કરી. અને ચોથા દિવસે બધું આટોપી હંસલ અમદાવાદ આવી પહોચ્યો. શરૂઆતના દિવસોમાં વિવેકથી અને બીજા દોસ્તોથી બહુ નારાજ હતો. પછી સમજી પણ ગયો કે તેનું ભણતર હવે ચકોરી માટેજ વાપરવાનું હતું. અને એજ કારણે તેણે ઇન્ડીયામાં સેટલ થવાનું નક્કી કરી લીધું.
‘અંકલ આંટી છ મહિના નીકળી ગયા ચકોરીની હાલતમાં કોઈ સુધારો નથી. હવે હું પણ પુનામાં બરાબર ગોઠવાઈ ગયો છું. બસ વધારે રાહ જોવા હું તૈયાર નથી. મને ચકોરીનો હાથ સોંપી તમે બધા નિશ્ચિત થઇ જાવ. આ દિવાળી અમે સાથે ઉજવીશું.

પરંતુ આવી હાલતમાં તેનો હાથ સોંપી અમે જીવનભર તને દુ:ખમાં ધકેલવા નથી માંગતા. આજે પ્રેમ છે, શરૂવાત છે માટે તું આમ કહી શકે છે, પરંતુ સમય જતા આજ પ્રેમ તને બોજ લાગશે. ચકોરીના મમ્મી પપ્પાએ તેને સમજાવવાનો પ્રયત્ન કરી જોયો. પરંતુ હંસલની જીદ સામે કોઈનું કશુંજ ચાલ્યું નહિ. છેવટે હોસ્પીટલનાં બેડની આજુબાજુ ફેરા ફરી હંસલે ચકોરીને આજીવન અપનાવી લીધી. સાથે એ પણ પ્રતિજ્ઞા હતી કે તેને સાજી કરીને જ ઝંપશે. જે આગળ ભણવાનું કારણ બની હતી તેના માટેજ આજે એ ઉપયોગમાં આવશે. ત્યાં રહેલા સહુની આંખોમાં ખુશીના આંસુ હતા. સાથે એકજ વાક્ય પણ ” એક સ્ત્રીની આવી હાલત કરનાર પુરુષ હતો અને તેને આવીજ હાલતમાં અપનાવી સારવાર કરનાર પણ પુરુષ જ છે. એકજ સ્થિતિ પણ સિક્કાની બે બાજુ જેવી અલગ પણ એટલીજ.

You Might Also Like

મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા

શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ

જીવનસાથી સાથેના સંબંધનો સૂર્યાસ્ત !

TAGGED: LOVE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભણવાની કોઈ ઉંમર નથી હોતી
Next Article ઉત્સવ જેવું એક સગપણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હિરાસર એરપોર્ટ આસપાસ ટ્રાફિક પોલીસની તોડલીલા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ગીરમાં ગેરકાયદે રીસોર્ટ-હોટેલો પર બુલડોઝર ફરશે : નવી મંજૂરી નહીં
હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
100 પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ કર્યો યજ્ઞ
જુના સામે નવા દાગીના બનાવી દેવાની લાલચ આપી મનપાના કોન્ટ્રાક્ટર શક્તિ રાઠોડે 25 લાખની આચરી ઠગાઈ
” વેપન કાર્ટેલ ગેંગ “ના ગંજીવાડાના આરીફ સહીત વધુ 2 સાગરીત 3 પિસ્ટલ, 2 કાર્ટીસ સાથે ઝડપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?