ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
71-રાજકોટ ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય તેમજ સામાજીક ન્યાય અધિકારીતા અને મહિલા બાળ કલ્યાણ વિભાગના કેબીનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ રાજકોટના સમગ્ર ગુજરાતના પ્રજાજનોને દિપાવલી તેમજ નવા વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે,દિવાળીનું પર્વ એ અંધકારમાંથી જીવનના નકારાત્મકરૂપી પ્રકાશ પાથરનાર ઉજાસરૂપી પર્વ છે. જે અસત્યમાંથી સત્ય તરફ અને અંધકારમાંથી પ્રકાશ તરફ જવાની પ્રેરણા આપે છે. ધનતેરસથી શરૂ કરી ભાઈબીજ સુધીના પંચમહાપર્વના સ્નેહમિલનના આ પાવન અવસરે ચોમેર વાતાવરણ ઉલ્લાસમય મહેકતું રહે તેમજ નાના બાળકથી લઈ અબાલવૃદ્ધ સુધી સમાજના છેવાડે રહેલા દરેક લોકો આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં રામમંદિરના સંકલ્પને સાકાર કર્યુ છે
- Advertisement -
એવા પ્રભુ શ્રી રામના આશીર્વાદ થકી દીપોત્સવીના આ પર્વને ઉજવવા જણાવ્યું. ધનતેરસના પાવન પર્વથી શરૂ થનાર આ પર્વ લક્ષ્મીજી અને ગણેશજીના આશીર્વાદ આપ સર્વેને સફળતા, સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે. તમામ પ્રજાજનો તંદુરસ્ત, સ્વસ્થ અને મસ્ત રહે, તેમજ દિવાળીના પર્વની ઉજવણી સૌ સાથ મળી સૌના સાથ અને સૌના પ્રેમથી કરી એ જ રીતે આખુ વર્ષ સાથે રહી એકબીજાના પુરક બની કામ કરતા રહે તેમજ નવા વર્ષ સાથે નવી ઉર્જા અને નવા ઉત્સાહથી મનમાં સમરસતાની ભાવના સાથે સૌ આ રાજય માટે, રાષ્ટ્ર માટે સતત કાર્ય કરતા રહીએ એવી અભ્યર્થના સાથે સૌની આશા, આકાંક્ષા, ઈચ્છાઓ, સ્વપ્નો સર્વ ફળે એવી ભગવાન શ્રી રામને પ્રાર્થના સાથે સૌને દિવાળીની શુભેચ્છાઓ અને નવા વર્ષની શુભેચ્છા મંત્રી ભાનુબેન બાબરીયાએ પાઠવી છે.



