ભારત ઈઝરાયેલનું બીજું સૌથી મોટું વ્યાપારિક ભાગીદાર
બંને દેશો વચ્ચે ભારતના વ્યાપારિક સંબંધો: ક્રુડ ઓઈલ, ઈલેકટ્રોનિકસ અને કૃષિ ક્ષેત્રોને નુક્સાન થઈ શકે છે: ક્રુડ ઓઈલના ભાવમાં 28 ડોલર જેટલો ઉછાળો સંભવ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
હાલ ઈઝરાયલ અને ઈરાન યુધ્ધે ચડયા છે. બંને વચ્ચે જો આ યુધ્ધ ચાલુ રહે તો ભારત પર તેની અસર થયા વગર રહે નહીં કારણ કે ભારત બીજુ સૌથી મોટુ વ્યાપારિક ભાગીદાર છે.
ભારત એશિયામાં ઈઝરાયલનુ બીજુ મોટુ વ્યાપારિક ભાગીદાર છે. ભારત દ્વારા પશ્ર્ચિમ એશિયાઈ દેશોને નિકાસ કરવામાં આવતી મુખ્ય વસ્તુઓમાં બાસમતી, કપડા, રત્ન-આભૂષણ, સૂતરના દોરા અને કપડા સામેલ છે. જો કે દ્વિપક્ષીય વ્યાપારમાં મુખ્યત્વે હીરા, પેટ્રોલીયમ ઉત્પાદનો અને રસાયણોનું વર્ચસ્વ છે.
- Advertisement -
ઈઝરાયલ સાથે વ્યાપાર: ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-જુલાઈ દરમ્યાન ઈઝરાયલને ભારતના નિકાસ 639 મિલિયન અમેરિકી ડોલર રહી હતી. 2023-24માં તે 4.52 અબજ અમેરિકી ડોલર હતી. આ નાણાકીય વર્ષના પહેલા ચાર મહિના દરમ્યાન ઈઝરાયલથી આયાત 469.44 મિલિયન અમેરિકી ડોલર હતી. 2023-24માં તે બે અબજ અમેરિકી ડોલર હતી.
ઈરાન સાથે વ્યાપાર: ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-જુલાઈ દરમ્યાન ઈરાનને ભારતની નિકાસ 538.57 મિલિયન અમેરિકી ડોલર રહી. 2023-24માં આ 1.22 અબજ અમેરિકી ડોલર હતી. આ નાણાકીય વર્ષના પહેલા ચાર મહિના દરમ્યાન ઈરાનથી આયાત 140.69 મિલિયન અમેરિકી ડોલર હતી. 2023-24માં તે 625.14 મિલિયન ડોલર હતી.
ક્રુડ ઓઈલના ભાવમાં ચાર ટકાનો ઉછાળો: ઈરાનના ઈઝરાયલ પર હુમલા બાદ ક્રુડ ઓઈલની કિંમતોમાં ચાર ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રુડ 74.50 ડોલર પ્રતિ બેરલનો કારોબાર રહ્યો છે જયારે બીજી બાજુ અમેરિકી ક્રુડ ઓઈલની કિંમતોમાં પણ ચાર ટકાથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે.
રીપોર્ટ મુજબ ઓપેક પ્લસની મીટીંગમાં ક્રુડ ઓઈલના ઉત્પાદનને સીમીત રાખવ પર ફેંસલો થાય છે તે ક્રુડ ઓઈલની કિંમતોમાં વધુ વધારો જોવા મળી શકે છે.
ક્રુડ ઓઈલના ભાવમાં 7 ડોલર સુધીનો ઉછાળો સંભવ: એક અનુમાન મુજબ ઈરાન પર આર્થિક પ્રતિબંધો લાગવા પર ક્રુડ ઓઈલ 7 ડોલર પ્રતિ બેરલ સુધી મોંઘુ થઈ શકે છે. જયારે ઈરાનના ઉર્જા પ્રતિષ્ઠાનો પર ઈઝરાયલ હુમલો કરે છે તો ક્રુડ ઓઈલ 13 ડોલર પ્રતિ બેરલ સુધી મોંઘુ થઈ શકે છે. સ્ટેટ બેન્ક ઓફ તેર્મુઝથી પુરવઠો બાધિત થવા પર ક્રુડ ઓઈલ 13 થી 28 ડોલર પ્રતિ બેરલ મોંઘુ થઈ શકે છે.
G-7 દેશોએ કહ્યું રાજદ્વારી ઉકેલ હજુ પણ શક્ય: સંઘર્ષ કોઈનાં હિતમાં નથી: ઘણાં દેશોએ તેમની ફ્લાઇટના રૂટ બદલ્યાં
ઈઝરાયેલનીસેનાના નિશાન પર ઈરાની તેલ ભંડાર
મિસાઈલ હુમલાના જવાબમાં ઈઝરાયેલ ટૂંક સમયમાં ઈરાન સામે મોટી કાર્યવાહી કરી શકે છે. તે તેનાં તેલનાં ભંડારને નિશાન બનાવશે. એક મીડિયા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટમાં ઈઝરાયેલના અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ઈરાનના અન્ય સ્થળો પણ ઈઝરાયેલના નિશાન પર હશે. એવાં દાવા કરવામાં આવ્યાં હતાં કે ટાર્ગેટેડ કિલિંગ અને ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમને પણ નિશાન બનાવી શકાય છે. મધ્ય પૂર્વના નિષ્ણાત બરાક રવિદે કહ્યું કે, ઈરાન ક્યારેય મધ્ય પૂર્વમાં યુદ્ધની આટલી નજીક આવ્યું નથી.