જૂનાગઢમાં વિસાવદર તાલુકામાં ખંભાળીયા-વાજડી-નાનાકોટડા-મોટાકોટડા તથા માણાવદર તાલુકાના બાંટવા-એક્લેરા-કોડવાવ-સામેગા રોડ પર સમારકામ કરવામાં આવ્યું છે.
વરસાદ બાદ સમગ્ર ગુજરાત રાજ્યના રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગ થી માંડીને ગ્રામ્ય વિસ્તારના નાના નાના રોડ પર જ્યાં નુકસાન થયું હોય તો સમારકામ કરવા સૂચના આપવામાં આવી છે. જેના અનુસંધાને જિલ્લા વહિવટી તંત્ર અને માર્ગ અને મકાન વિભાગના માર્ગદર્શન હેઠળ યુદ્ધના ધોરણે રસ્તાને મરામત કરવાની પ્રક્રિયા હાથ ધરેલ છે.
ત્યારે જૂનાગઢમાં વિસાવદર તાલુકામાં ખંભાળીયા-વાજડી-નાનાકોટડા-મોટાકોટડા તથા માણાવદર તાલુકાના બાંટવા-એક્લેરા-કોડવાવ-સામેગા રોડ પર સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું અને રોડ પરના ખાડાનું ડામરથી પેચ વર્ક કરી રીપેરિંગ કરી દેવામાં આવ્યું છે.



