એક સલામ હર્ષ સંઘવીને
સુરતના ગણપતિ પંડાલ પર ધર્માંધ મુસ્લિમ કિશોરોએ કરેલી પથ્થરમારાની ઘટનાને દેશી ભાષામાં ટેસ્ટર અડાડ્યું કહેવાય, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તત્કાલ પગલાં લઈને ‘શાંતિદૂતોને’ 880 વૉલ્ટનો ઝટકો આપ્યો
- Advertisement -
હાલનાં સમયે ગુજરાતમાં જો આમ આદમી પાર્ટીની કે કૉંગ્રેસની સરકાર હોત તો શું પથ્થરપાપિયાઓ પર કશાં જ પગલાં લેવાયા હોત?
ભારતનાં જેહાદી માનસિકતાવાળા લાખો મુસ્લિમ છોકરાંઓની પ્રિય રમત કઈ? ક્રિકેટ? હૉકી? કે ફૂટબોલ? ના… તેમનું ફેવરિટ સ્પોર્ટ્સ છે… સ્ટોન પેલ્ટિંગ. પથ્થરમારો એમનાં માટે એ આનંદ છે, ફન છે. જસપ્રિત બુમરાહ જે ઝનૂનથી બોલિંગ ફેંકે છે – તેનાં કરતાં વધુ આવેશથી આ કહેવાતાં શાંતિદૂતો હૃદયપૂર્વક પથ્થરમારો કરે છે. આ કોઈ શબ્દની રતમ નથી. કાશ્મીરમાં ઉછળી-ઉછળીને રન-અપ લઈને પથ્થરમારો કરતાં છોકરાંઓનાં વિઝ્યુઅલ્સ આપણે ન્યૂઝ ચેનલો પર સેંકડો વખત જોયા છે. શરીરમાં ધાતું બનવાનું ચાલું ન થયું હોય અને ટીંડોેરૂ હજુ ઉત્થાનની સ્થિતિમાં ન હોય ત્યારથી આ વિશિષ્ટ પ્રજાતિ સ્ટોન પેલ્ટિંગ શીખી જાય છે. કેટલાંકને તો આવી પ્રવૃત્તિઓના ગર્ભ સંસ્કાર જ મળી જાય છે.
પથ્થરમારો વાસ્તવમાં ગોળીબાર અને તલવારબાજી કરતાં વધુ ગંભીર ઘટના છે. કોઈ બંદૂક લઈને ફાયરિંગ કરવા નીકળે કે ઉઘાડી તલવાર સાથે કોઈને ધમકાવે તો પણ તેને કાયદાનાં સકંજામાં લઈ શકાય છે, પથ્થરમારો કરતાં લોકો માત્ર ‘ભટકેલાં’ કે ‘રસ્તો ભૂલેલાં’ નિર્દોષ બાળકો ગણાઈ જાય છે. તેઓ પચાસ-સો પત્થર ફેંકી પાછા રૂટિનમાં ગોઠવાઈ જાય છે. સુરતના ગણપતિ પંડાલ પર ધર્માંધ મુસ્લિમ કિશોરોએ કરેલી પથ્થરમારાની ગુસ્તાખી એ કોઈ સામાન્ય – સહજ ઘટના નથી. આને દેશી ભાષામાં ટેસ્ટર અડાડ્યું કહેવાય. પિનમાં ટેસ્ટર અડાડીને જાણી શકાય છે કે, કરન્ટ કેટલોક છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તત્કાળ બ્લાસ્ટ કરીને ટેસ્ટર જ ઉડાડી દીધું અને શાંતિદૂતોને 880 વૉલ્ટનો ઝટકો આપ્યો. જો આવું ન થયું હોત તો પથ્થરમારાની ઘટના આખા સુરતમાં ચાલુ થઈ જાય અને આ વાયરસ કોરોના કરતાં વધુ ઝડપથી સંક્રમણ કરે છે – તેથી આખા રાજ્યમાં ફેલાતાં ઝાઝો સમય ન લાગે. આ મોડસ ઑપરેન્ડી અને આ હલકી માનસિકતાને તત્ક્ષણ ઓળખી લેવા બદલ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને અભિનંદન. તેમની સાથે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત અને તેમની ટીમની પણ પ્રશંસા કરવી જોઈએ. સુરત પોલીસે ક્ષણનો સમય પણ વેડફ્યા વગર જે સખ્તાઈથી પગલાં લીધાં એ અન્ય શહેરોના પોલીસ તંત્ર અને અન્ય રાજ્યના પોલીસ તંત્ર માટે એક ઉદાહારણ બની રહેશે.
- Advertisement -
ભારતનાં કોઈ રાજ્યની પોલીસ જવલ્લે જ આવી ઘટનાઓને પ્રોત્સાહન આપવાનું પસંદ કરે. અસલી ખેલ રાજકીય પ્રતિબદ્ધતાનો હોય છે. ઉદાહારણ તરીકે સમજાવીએ તો… હાલનાં સમયે ગુજરાતમાં જો આમ આદમી પાર્ટીની કે કૉંગ્રેસની સરકાર હોત તો શું પથ્થરપાપિયાઓ પર કશાં જ પગલાં લેવાયા હોત? નહીં… બિલકુલ નહીં. ઊલટું ખાનગીમાં તેમને પ્રોત્સાહન મળ્યું હોત. આ કોઈ કલ્પના નથી. કાશ્મીર ખીણમાં આવું વર્ષો સુધી ચાલ્યું છે. દિલ્હીનાં હૂલ્લડો યાદ છે? એ સમયનાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે આખું દિલ્હી સળગાવ્યું હતું. શાહરૂખ નામના એક લુખ્ખાએ હાથમાં રિવોલ્વર લઈને હવામાં ફાયરિંગ કર્યું એ બધાએ જોયું. પરંતુ કેટલી અગાસીઓ પરથી કેટલાં ‘રાહ ભૂલેલાં’ મુસ્લિમ છોકરાંઓએ કેટલાં હજાર પથ્થરો ફેંક્યા એ કોણે જોયું છે? આપણે તેનો અંશમાત્ર પણ જોયો નથી.
અગાસીઓ પરથી પછી અનેક અવશેષો મળી આવ્યા હતાં. ચેનલોએ પથ્થરના આખા બેરલ દેખાડ્યા. આવું અનેક વખત, અનેક રાજ્યોમાં બન્યું છે. જ્યારે સહરકાર આવી બાબતોમાં ઢીલું વલણ દાખવે છે ત્યારે પથ્થરપાપિયાઓને છૂટ્ટો દૌર મળી જાય છે.
દેશ આખામાં આ માનસિકતા ભયંકર હદે ફૂલીફાલી છે. શાહીનબાગ અને ખેડૂત આંદોલન જેવા પ્રયોગો સતત થતાં રહે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું જ હતું કે, ‘આ માત્ર સંયોગ નથી, પ્રયોગ છે!’ ખરેખર પ્રયોગ છે. મુસ્લિમ યુવાનોનાં સેંકડો વિડીયોઝ સૉશિયલ મીડિયામાં ફરી રહ્યાં છે. કોઈમાં તેઓ રેલવે ટ્રેકનાં નટબૉલ્ટ ખોલી રહ્યાં છે તો કોઈ વિડીયોમાં તેઓ કોઈ બ્રિજમાં ગાબડાં પાડી રહ્યાં છે. આજે જ અજમેરમાં રેલવે ટ્રેક પરથી 70 કિલોગ્રામના કૉન્ક્રીટ સ્ટ્રક્ચર મળી આવ્યાં છે. ભારતમાં રેલવે અકસ્માતોનું પ્રમાણ અચાનક જ શા માટે વધી ગયું છે? કોઈ તપાસની જઉર નથી, કોઈ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની આવશ્યકતા નથી. બધું નજર સામે છે.
આખો ઘાણવો દાઝી ગયો છે. ભારતમાં પાકિસ્તાન ઑક્યુપાઈડ કાશ્મીર જેવાં ટેરરિસ્ટ ટ્રેનિંગ કેમ્પ નથી. પરંતુ અહીં તેની ખોટ મદરેસાઓ અને કેટલીક ઈસ્લામિક સંસ્થાઓ પૂરી કરે છે. બે દિવસ પહેલાં જ એક મદરેસા પર રેઈડ પડી અને ત્યાંથી સંઘ-ભાજપ સામે હિન્દુઓ વિરૂદ્ધ ભયાનક ઝેર ઓકતું સાહિત્ય મળ્યું. ભારતનાં મદરેસાઓ કટ્ટરતાની તાલીમ માટેનાં અને બ્રેઈન વૉશના મથકો બની ગયા છે. અને તેઓ વાતોથી કેમેય કરીને સમજે તેમ નથી. આ મેન્ટાલિટી અતિ વિશિષ્ટ ટ્રીટમેન્ટ માંગે છે. ઉત્તર પ્રદેશમાં યોગી જે ભાષામાં વાત કરી રહ્યાં છે – એ લેન્ગ્વેજ શાંતિદૂતો એકદમ સારી રીતે સમજે છે. એમને સમજાવવાથી કશું નહીં વળે, તેમને ત્યાં બુલડોઝર જ મોકલવું પડે – એ પ્રસ્થાપિત થયેલું સત્ય છે. સુરતમાં પણ બુલ્ડોઝરે દિવ્ય ઉપદેષ આપ્યો છે અને પથ્થરપાપિયાઓને એ ભાષા સમજમાં આવી રહી છે.