રાજકોટ SOGએ બાતમી આધારે બામણબોર પાસે વૉચ ગોઠવી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં ડ્રગ્સનું દુષણ નષ્ટ નાબૂદ કરવાની સૂચના અન્વયે એસઓજીએ હિસ્ટ્રીશીટર બેલડીને નવાગામ બામણબોર પાસેથી 18.34 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી લઈ બંને શખ્સો પાસેથી કુલ રૂ.3.43 લાખનો મુદામાલ કબ્જે કરી પૂછતાછ કરતાં બંને અમદાવાદથી લાવ્યા હોવાની કબૂલાત આપતા બંનેને એરપોર્ટ પોલીસને સોંપ્યા છે. શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા SAY NO TO DRUGS મિશન અંતર્ગત ડ્રગ્સ ખરીદ વેંચાણ કે સેવન કરનાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના અન્વયે એસઓજી પીઆઈ ડી.સી.સાકરીયા અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલ અને કોન્સ્ટેબલ હાર્દિકસિંહ પરમારને બાતમી મળી હતી કે રાજકોટ અમદાવાદ હાઇવે પરથી પસાર થવાની એક કારમાં ડ્રગ્સનો જથ્થો છે
આ બાતમી આધારે નવાગામ બામણબોર જવાના જુના રસ્તા પાસે વોચ ગોઠવી હતી ત્યારે પસાર થયેલ નંબર પ્લેટ વગરની કારને અટકાવી કારમાં સવાર બે શખ્સોના નામઠામ પૂછતાં જિનેશ્વર એપારમેન્ટ, નાગેશ્વર પાસે રહેતો જીતુદાન બાણીદાન જેસાણી ઉ.26 અને નહેરુનગરમાં રહેતો રાજવીરસિંહ અશોકસિંહ ડોડીયા હોવાનું જણાવ્યું હતું પોલીસે જડતી લેતા જિતુદાનના ખિસ્સામાંથી મેફેડ્રોન ડ્રગ્સ 18.34 ગ્રામ રૂ.1.83 લાખનું મળી આવતાં બંને શખ્સોની ધરપકડ કરી કુલ રૂ.3.43 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. બંને શખ્સોની પૂછતાછમાં જીતુદાન જેસાણી ડ્રગ્સનો બંધાણી હોવાથી રાજવીર સાથે અમદાવાદના જુહુપુરા વિસ્તારના પેડલર પાસેથી લઈ આવતાં હોવાની કબૂલાત આપી હતી.