ફાયરે બંધ ફ્લેટનું તાળું તોડી ગેસ સિલિન્ડર બહાર કાઢ્યો, ફાયરે સમયસર કાર્યવાહી કરતા મોટી દુર્ઘટના ટળી
ખાસ-ખબર ન્યૂઝ ગોંડલ, તા.10
- Advertisement -
ગોંડલમાં બંધ ફ્લેટમાં ગેસ લીકેજ થયો હતો ગેસ લીકેજ થતા ફ્લેટમાં આગ લાગવાની સંભાવના હતી તેથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગે ફ્લેટનું તાળું તોડી લીકેજ ગેસ સિલિન્ડરને બહાર કાઢ્યો હતો. ફાયરની તત્પરતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ગોંડલ કોટડા સાંગાણી રોડ પર આવેલ રોયલ પાર્ક 1 માં બીજા માળે 201 નંબરના ફ્લેટમાં ગેસનો બાટલો લીકેજ થયો છે. ગેસનો બાટલો લીકેજ થતાં દુર્ગંધ આવતી હતી. આ દુર્ગંધને કારણે પડોશીઓએ ફાયરને કોલ કર્યો હતો. ગેસ લીકેજનો કોલ મળતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ગેસનો સિલિન્ડર લીકેજ થયો ત્યારે ફ્લેટને તાળું મારેલુ હતું.
ફ્લેટમાં આગ લાગે તે પહેલા ફાયરે ફ્લેટનું તાળું તોડવાનો નિર્ણય કર્યો હતો. પૂર્વ કારોબારી ચેરમેન ઋષીભાઈ જાડેજા, નાયબ મામલતદાર એન.એમ.ચાવડા, પોલીસ સ્ટાફની હાજરીમાં ફાયર સ્ટાફ ના રવિભાઈ વ્યાસ, વિજયસિંહ ચુડાસમા, પીયૂષભાઈ મૂછડીયા સહિતના સ્ટાફ દ્વારા તાળું તોડવામાં આવ્યું હતું. તાળું તોડી ફાયર સ્ટાફ અંદર પ્રવેશી રસોડા વિભાગમાંથી બાટલાને બહાર કાઢવામાં આવ્યો હતો. ફાયર સ્ટાફ અને બાટલા એજન્સીના કર્મચારી દ્વારા ચેક કરતા બાટલો લીકેજ જોવા મળ્યો હતો. ત્યાર બાદ બાટલા ને રસોડા ની બહાર આવેલ રવેસમાં મૂકી દેવામાં આવ્યો હતો. ફ્લેટમાં મોટી દુર્ઘટના થતી અટકી હતી. ત્યારબાદ ફ્લેટને અન્ય તાળાથી લોક મારી દેવામાં આવ્યો હતો. અન્ય ફ્લેટમાં બાટલાઓ ચેક કરતા ચોથા માળે એક ફ્લેટ માથી નળી માંથી લીકેજ જોવા મળી હતી.