પહેલા સરકારી ઑફિસોમાં લાગશે સ્માર્ટ મીટર !
ઑફિસમાં પ્રયોગ બાદ ઘર પર મીટર લગાવવા તૈયારી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
ગુજરાતમાં સુરત અને વડોદરામાં સ્માર્ટ મીટરને લઈને છેલ્લા એક અઠવાડિયાથી વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે સરકારે સ્માર્ટ મીટર વધુ ઘરોમાં નહીં લાગે અને ગુજરાતની તમામ સરકારી ઓફિસોમાં લગાવી ટેસ્ટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારી ઓફિસોમાં પ્રયોગ સફળ ગયા પછી જ નવા સ્માર્ટ મીટર ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે.
ઊર્જા વિભાગના એમડી જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું કે, લોકોના વિશ્વાસ જીતી અને પછી પ્રોજેક્ટ આગળ વધારીશું. કોઈ જબરદસ્તી કરવામાં આવશે નહીં, સરકારી કચેરીમાં સ્માર્ટ મીટર લગાવીશું. જ્યાં મીટર લાગ્યા છે ત્યાં લોકોને સમજાવાશે. પેન્ડિંગ બિલ ઈએમઆઈમાં લેવામાં આવતા હતા. જૂના અને નવા મીટરની રકમ બેલેન્સ કરવામાં આવશે. વપરાશ પ્રમાણે ટેરિફ પ્લાન છે એટલે ટેરિફ સમજી લોકો વિચારણા કરે. લોકોને સંતોષ થાય તે બાદ જ આગળ વધીશું. હાલ સરકારી કચેરીમાં શરૂઆત કરીશું. વધુમાં જણાવ્યું હતું કે, મીડિયામાં રિપોર્ટેડ તમામ કેસ શોધવા પ્રયાસ કર્યા છે. તમામ કેસમાં તપાસ કરાવી છે.
- Advertisement -
એક પણ બાબતમાં તથ્ય જોવા મળ્યું નથી. જ્યારથી ક્ધઝ્યુમર તરીકે છે ત્યારથી અમારી પાસે ડેટા છે. જે લોકો સ્માર્ટ મીટરમાં અત્યારસુધી ચૂકવણી કરી રહ્યા છે તેમને જો કોઈ ફરિયાદ આવે એમાં તપાસ કરવા માટે અમે કટિબદ્ધ છીએ.