મેગા સર્ચ ઓપરેશનમાં 30156 શખ્સ વિરૂઘ્ધ કાર્યવાહી કરવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
- Advertisement -
જૂનાગઢ શહેર અને જિલ્લામાં કાયદોવ્યવસ્થાના સંદર્ભમાં અને નો ડ્રગ્ઝ ઝુંબેશ અંતર્ગત શંકાસ્પદ શખ્સો, અસામાજિક તત્વો અને ગુનેગારોની બેઠક થતી હોય તેમજ આવી જગ્યાઓ ઉપર ગેરકાયદેસર પ્રવૃતિ થતી હોવાથી અને ગુનેગારોની મોડસ ઓપરેન્ડી ગુનાઓનું ષડયંત્ર આવી જગ્યાએ રચાતુ હોવાનું જણાતા મેગા સર્ચ ઓપરેશન ડ્રાઇવ ગોઠવવામાં આવી હતી. પોલીસ મહાનિરક્ષક નિલેશ જાજડીયાની સુચનાથી એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શનમાં દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાનના ગલ્લા, ચાની કીટલી, ઇંડાની લારીઓ અને અસામજિક તત્વોની ઉઠક બેઠક વાળી જગ્યા પર ચેકીંગ કરવામાં આવ્યુ હતુ.
દરમિયાન 156 શખ્સો વિરૂઘ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં નંબર પ્લેટ અને આરટીઓ માન્ય નંબર પ્લેટન હોય એવા 30 વાહન ચાલકો, 24 કાળા કાચવાળા વાહનો, 25 પીધેલા, નશામાંધુત 4 વાહન ચાલક, હથિયાર સાથે નીકળેલા 4 શખ્સ, પૂર ઝડપે વાહન હાંકનાર રર શખ્સ, પૂર ઝડપે વાહન હાંકનાર રર શખ્સ, તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ 17,26 અટકાયતી પગલા અને અન્ય 4 કેસ કરવામાં આવ્યા હતા.