સર્વ સમાજમાં લોકચાહના ધરાવનાર અને અનેક લોકોને ધંધા રોજગાર માટે સાથ પ્રેરણા આપનાર, ક્ષત્રિય રાજપૂત કન્યા છાત્રાલય નારણકા ના ટ્રસ્ટી તથા દાતા, બેડીપરા રાજપૂત સમાજ આગેવાન કારડીયા રાજપૂત સમાજ શ્રેષ્ઠી સ્વ.બેચરભા પાંચાભા પરમાર ના જન્મ દિવસ નિમિતે આજ રોજ તા.03/07/2021, શનિવારના એમના પરિવાર સંચાલિત બેચરભા પાંચાભા પરમાર તથા વિજયાબા બેચરભા પરમાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ સમાજ માનવસેવા માટે રાજકોટ ખાતે મેડિકલ સાધન સેવા કેન્દ્ર અતિથિ પાર્ટી પ્લોટ, કે.કે.વી. ચોક પાસે, 150 ફૂટ રિંગ રોડ પર અપૂર્વમુનિ સ્વામી તથા સામાજિક આગેવાનો તથા રાજકીય આગેવાનો ના હસ્તે ખુલ્લું મુકાયુ હતુ.


- Advertisement -
આ મેડિકલ સાધન સેવા કેન્દ્ર પર થી દર્દીઓ ની સારવાર માટે પલંગ, એરબેડ,ઓક્સિજન બોટલ, ઓક્સિજન કીટ,વ્હીલચેર, વોકર,લેટ્રીન ચેર,લેટ્રીન સ્ટુલ, લેટ્રીન ટબ, યુરિન પોટ, વોકિંગ સ્ટીક, ગરમ પાણીની થેલી, બરફની થેલી જેવા સાધનો વિનામૂલ્યે ઉપયોગ કરવા મળશે.

માનવસેવા અર્થે મેડિકલ સાધન સેવા કેન્દ્ર ના ઓપનિંગ કાર્યક્રમ માં સંત અપૂર્વમુની સ્વામી દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા તથા રાજકીય આગેવાન કમલેશભાઈ મીરાણી, રામભાઈ મોકરિયા, કિશોરભાઈ રાઠોડ, ગોવિંદભાઇ પટેલ, ઉદયભાઈ કાનગડ, પુષ્કરભાઈ પટેલ, નીતિનભાઈ ભૂત, વિનુભાઈ ઘવા, મહેશભાઈ રાઠોડ, વિક્રમભાઈ પુજારા, સુરેન્દ્રસિંહ વાળા, દેવાંગભાઈ માંકડ, અશ્વિનભાઈ પાંભર, રઘુભાઈ ધોળકિયા, તેજસભાઈ ત્રિવેદી, કાથડભાઈ ડાંગર, જીતુભાઇ સેલારા, રસિલાબેન સાકરિયા, ડો. રાજે બેન ડોડીયા તથા સામજિક આગેવાનો અરવિંદસિંહ પરમાર, મહેશભાઈ રાજપૂત, સામતસિંહજી ડોડીયા, સમેશસિંહ ચૌહાણ, ધીરુભા ડોડીયા, ધીરુભા રાઠોડ, રણજીતસિંહ દાહીમા, બલદેવસિંહ સિંધવ, ઉદયસિંહ જાદવ, જયસુખસિંહ રાઠોડ, પ્રવિણસિંહ હેરમા, જશવંતસિંહ ડોડીયા, જયેશસિંહ ડોડીયા, બીપીનસિંહ હેરમા, રાજેન્દ્રસિંહ ડોડીયા, સંદીપસિંહ ડોડીયા તથા પરમાર પરિવારના સભ્યો-સ્વજનો અને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -


એડ્રેસ-
બેચરભા પાંચાભા પરમાર તથા વિજયાબા બેચરભા પરમાર ચેરીટેબલ ટ્રસ્ટ
મેડિકલ સાધન સેવા કેન્દ્ર
કાર્યાલય:- c/o ચંદુભા પરમાર
(ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના)
અતિથિ પાર્ટી પ્લોટ, કે. કે. વી. ચોક પાસે
150 ફૂટ રિંગ રોડ , રાજકોટ.



