CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે, ઈન્ટરમીડિયેટ અને ફાઈનલના ચાર પેપર ઘટાડ્યા છે તેમજ ચાર વિષયની ઓનલાઈન પરીક્ષા લેવાશે
લોકસભાની ચૂંટણીને પગલે અગાઉ સીએની પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરવામા આવ્યો હતો. તો હવે પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અત્રે જણાવીએ કે, ચાર વિષયની CAની પરીક્ષા ઓનલાઈન લેવાશે.
- Advertisement -
ઓનલાઈન પરીક્ષા માટે પોર્ટલ લોન્ચ કરાયો
ચાર વિષયની ઓનલાઈન પરીક્ષા લેવાની હોવાથી તે ટેસ્ટ માટે પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઈન્ટરમીડિયેટ અને ફાઈનલમાં ચાર પેપર ઘટાડ્યા પણ છે. અહીં ટાંકીયે કે, આઠ પેપરને બદલે હવે ફક્ત છ પેપર લેવાશે તેમજ ઘટાડેલા ચાર પેપરની પરીક્ષા ઓનલાઈન લેવાનો નિર્ણય લીધો છે. દેશના 150 સેન્ટરો પર ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
અગાઉ તારીખો બદલાઈ હતી
- Advertisement -
અત્રે જણાવીએ કે, અગાઉ ધ ઇન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા લોકસભાની ચૂંટણીને લઇને મે માસમાં લેવાનારી પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરી હતી. જે બાદ હવે પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફારની જાહેરાત કરી છે.