જિલ્લા ચૂંટણી અધિકારી કે.ડી. લાખાણી દ્વારા ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ અંગેની સુચના અપાઇ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.24
પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોના ચૂંટણી ખર્ચ રજીસ્ટરોની તપાસણીની તારીખ જાહેર કરાઇ છે. જિલ્લા ચૂંટણી અધિકારી કે.ડી. લાખાણી દ્વારા ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ અંગેની સુચના અપાઇ છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ-77માં થયેલ જોગવાઈ મુજબ ચૂંટણીના હરીફ ઉમેદવારએ નામ નિયુક્તિ થાય તે તારીખથી ચૂંટણીનું પરિણામ જાહેર થાય તે બંન્ને તારીખનો સમાવેશ કરીને વચ્ચેના સમયગાળા દરમિયાન ઉમેદવારોએ અથવા તેણે અધિકૃત કરેલા, ચૂંટણી એજન્ટે કરેલા તમામ ખર્ચનો અલગ અને સાચો અને રોજબરોજનો હિસાબ રાખવો ફરજિયાત બને છે.
- Advertisement -
ચૂંટણી પ્રચાર સમયગાળા દરમિયાન ખર્ચ નિરીક્ષક દ્વારા દરેક ઉમેદવારના ચૂંટણી ખર્ચ રજીસ્ટરોની કુલ 3 વાર તપાસણી કરવાની રહે છે. ખર્ચ નિરીક્ષકના પરામર્શમાં રહીને તપાસણીની તારીખો નકકી કરાઇ છે. ખર્ચ રજીસ્ટરોની તપાસણીની તારીખ બાબતે ઉમેદવારોને જાણ કરાઇ છે. લોક્સભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત વિલા સર્કિટ હાઉસ, કોન્ફરન્સ રૂમ, ચોપાટી, પોરબંદર ખાતે તા. 25 અને તા. 29 એપ્રિલ તેમજ તા. 4 મેના સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી ખર્ચ રજીસ્ટરોની તપાસણી કરાશે. ચૂંટણી ખર્ચ રજીસ્ટર તપાસણી માટે રજુ નહી કરાય તો કાર્યવાહી થશે જો નિયત કરાયેલ દિવસે ચૂંટણી ખર્ચ રજીસ્ટર તપાસણી માટે રજુ નહી કરવામાં આવે તો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ-77 હેઠળ જરૂરી ચૂંટણી ખર્ચનો રોજેરોજનો હિસાબ રાખવામાં નિષ્ફળ જશો, એવુ માનવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે. જાહેર જનતા સભ્યો ખાસ રજીસ્ટરના પાના દીઠ એક રૂપિયાની ચુકવણી કરી કોઈપણ ઉમેદવારના ખર્ચ રજીસ્ટરની નકલ મેળવી શકશે.