ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
લોકસભા સામાન્ય ચુંટણી 2024 માં અમરેલી જીલ્લામા વધુમા વધુ મતદાન થાય તેવા ઉમદા હેતુથી જીલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મતદાન પર્વના મહત્વ અને મતદાન અંગે જાગૃતિ લાવવા વિવિધ પ્રકારના કાર્યક્રમો થકી મતદારોને 100 ટકા મતદાન કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામા આવી રહ્યા છે. ત્યારે તાલુકા વિકાસ અધિકારી હિતેષ પરમાર દ્વારા રાજુલા શહેરમાં આવેલ શ્રીમતિ એચ.બી.સંઘવી મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે વિધાર્થીની બહેનોને મતદાન અંગે જાગૃત કરવામા આવ્યાં હતાં. જેમા તમામને અવશ્ર્ય અને અચૂક મતદાન કરવા ખાસ અનુરોધ કરી આગામી લોકસભા ચૂંટણીમાં યુવા મતદારો,સ્ત્રી મતદારો અને વયસ્ક મતદારો સહિત તમામ મતદારો વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ કરી કરી હતી.
- Advertisement -
ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓ વિશેની માહિતી આપવામા આવેલ તેમજ મતદાન જાગૃતિ અંગેના આ કાર્યક્રમમા ભારતીય ચૂંટણી પંચના નિર્દેશાનુસાર મહિલાઓને વિડિયો દ્રારા મતદાન જાગૃતિ વિશેની જાણકારી આપી હતી. આ કાર્યક્રમ અન્વયે દેશહિતમાં અચૂક મતદાનના શપથ લેવામા આવ્યાં હતાં. આ તકે તાલુકા વિકાસ અધિકારી હિતેષ 5રમાર, કોલેજના બાલકૃષ્ણભાઈ ત્રિવેદી,રવિભાઈ વ્યાસ,ડો.જીગ્નેશભાઈ વાજા, આચાર્ય ડો. રીટાબેન રાવળ તથા શામજીભાઇ સોલંકી સહીતના હાજર રહ્યાં હતાં..