ખાસ-ખબર ન્યૂઝ ઈં મુંબઇ, તા.2
5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ખરાબ શરૂઆતનો સામનો કરવો પડે છે જેમાં આ ટીમને હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં સતત ત્રીજી વખત હારનો સામનો કરવો પડ્યો છે. 17મી સિઝનમાં ટીમને રાજસ્થાન રોયલ્સે તેના જ હોમ ગ્રાઉન્ડ – વાનખેડે સ્ટેડિયમ પર 6 વિકેટે પરાજય આપ્યો હતો. આ સિઝનમાં રાજસ્થાનની સતત ત્રીજી જીત હતી.
- Advertisement -
સોમવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈએ પ્રથમ બેટિંગ કરી હતી. ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 125 રન બનાવ્યા હતા. આર.આર તરફથી ટ્રેન્ટ બોલ્ટ અને યુઝવેન્દ્ર ચહલે 3-3 વિકેટ લીધી હતી. મુંબઈ તરફથી તિલક વર્માએ 32 અને હાર્દિક પંડ્યાએ 34 રન બનાવ્યા હતા. રાજસ્થાને 126 રનનો ટાર્ગેટ 15.3 ઓવરમાં ચેઝ કરી લીધો હતો. ટીમ તરફથી રિયાન પરાગે ફિફ્ટી ફટકારી હતી, તે 54 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. મુંબઈ તરફથી આકાશ મધવાલે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.
મુંબઈ ઈન્ડિયન્સ તેની IPL કારકિર્દીની 250મી મેચ રમી હતી. ટીમે ટુર્નામેન્ટમાં ચેન્નઈની બરાબરી કરતા સૌથી વધુ 5 ટાઈટલ જીત્યા છે. મુંબઈ 17મી સિઝનમાં પ્રથમ વખત પોતાના હોમ ગ્રાઉન્ડ પર મેચ રમી રહ્યું હતું. આ પહેલા ટીમે સામેની ટીમના હોમ ગ્રાઉન્ડ પર બંને મેચ રમી હતી અને બંનેમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
આઇપીએલમાં 250મી મેચ રમતી એમ. આઈ ટીમને મળ્યો કારમો પરાજય : બોલ્ટ-ચહલને 3-3 વિકેટ મળી, પરાગની વધુ એક ફિફ્ટી : રોહિત શર્મા 17મી વખત 0 પર આઉટ થયો – કાર્તિકની કરી બરાબરી