ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.2
તાજેતરમાં જ MY FM રેડિયો દ્વારા “માય એફએમ કે રંગરેઝ” તરીકે એક મોટા પાયે ડ્રોઈંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું. માય એફએમ દ્વારા રાજકોટની મોટાભાગની શાળામાં વિદ્યાર્થીઓ પાસે અંતરિક્ષમાં ભારત વિષય પર વિદ્યાર્થીઓને ચિત્ર દોરી તેમાં કલર પુરવાનું પુરવાની સ્પર્ધા યોજવામાં આવી. જેમાં પીએમ શાળા 93ના ધોરણ છ થી આઠ નાં બાળકોએ ભાગ લીધો હતો. માઈ એફએમનાં રંગરેઝ સ્પર્ધામાં પીએમ શાળા નંબર 93 નાં ધોરણ આઠનાં મયંક ખત્રી વિદ્યાર્થી દ્વારા સુંદર ચિત્ર દોરવામાં આવ્યું. માય એફએમ દ્વારા જે વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા.
- Advertisement -
એમાં રાજકોટ ખાતે સમગ્ર રાજકોટમાંથી વિજેતાઓની યાદીમાં પીએમ શાળા નંબર 93 નાં મયંક ખત્રીનો નંબર આવ્યો. આ બદલ માય એફએમ દ્વારા મયંક ખત્રીને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યું. સાથે માય એફએમ રેડિયો દ્વારા માય એફએમ કે રંગરેઝની ડાયરી બનાવવામાં આવી. જે ડાયરીમાં તમામ વિજેતાઓના ફોટા તથા તમામ વિજેતાઓ દ્વારા થયેલ ચિત્રને પણ સમાવેશ કરવામાં આવ્યો. તેમાં પીએમ શાળાનાં વિદ્યાર્થી મયંક ખત્રીનું ચિત્ર પણ સામેલ કરવામાં આવ્યું.