ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.20
પોરબંદર જિલ્લામાં લોકોની સલામતી જળવાઇ રહે અને ગુનાહિત કુત્યોમાં હથિયાર ચપ્પુ, લાઠી, દંડા, પાઇપ, સળિયા, સ્ફોટક પદાર્થો સહિત સાધનોનો ઉપયોગ ન થાય અને પોલીસની કામગીરીમાં મદદરૂપ થઇ શકે તે માટે હથિયાર બંધિનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા પોલીસ અધિક્ષકની દરખાસ્ત આવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ પર્વતમાન સ્થિતિ સંદર્ભે સમગ્ર જિલ્લામાં કાયદો વ્યવસ્થા અને જાહેર સુલેહ શાંતી જાળવવા તા.19-04-2024 સુધી પોરબંદર જિલ્લામાં હથિયાર બંધી
ફરમાવી છે.