શહેરનો વ્યંઢળ સમાજ નિકીતા દેનામ વ્યંઢળની વિરુદ્ધ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
- Advertisement -
રાજકોટમાં વ્યંઢળ સમાજે પોલીસ સ્ટેશનમાં ઉહાપોહ મચાવ્યો. વ્યંઢળ સમાજે વિરોધ પ્રદર્શન કરતા પોલીસ સ્ટેશનને બાનમાં લીધું. શહેરના વ્યંઢળ સમાજે નિકીતા દેનામ વ્યંઢળની વિરુદ્ધ પોલીસ સ્ટેશન પંહોચ્યા હતા. કિન્રર નિકીતા દેએ મીરા દે નામની વ્યંઢળ સામે ફરીયાદ કરતા સમગ્ર વ્યંઢળ સમાજ રોષે ભરાયો હતો. વ્યંઢળ સમાજ રોષે ભરાતા પોલીસ સ્ટેશન પંહોચી ગયા હતા. અને વિરોધ પ્રદર્શન કરતાં કેટલાક વ્યંઢળ ખુલ્લેઆમ કપડા કાઢતા હોવાની પણ ચર્ચા હતી. જો કે વીડિયોમાં આવા અભદ્ર ફોટા ના દર્શાવતા વ્યંઢળોના આવા અભદ્ર પ્રદર્શન પર પોલીસે આકરી કાર્યવાહી કરી હતી.
મહત્વનું છે કે અગાઉ રાજકોટમાં ટ્રાન્સજેન્ડર મહિલાને પોલીસ રક્ષણ ન આપી તેને બહાર ધકેલવા વ્યંઢળોએ માંગ કરી હતી. જે પૂરી ના થવા પર પોલીસ સ્ટેશન સામે કપડા ઉતારી વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતા. આ મામલમાં પાયલ રાઠોડ નામની વ્યંઢળો વિરુદ્ધ વ્યંઢળ સમાજે રોષે ભરાયો હતો. કારણ કે તેમનો આક્ષેપ હતો કે પાયલ રાઠોડ પુરુષ હોવા છતાં સ્ત્રીઓના કપડાં પેહરી વ્યંઢળ હોવાનો ઢોંગ કરે છે. આથી તેને શહેર બહાર દૂર કરવા વ્યંઢળ સમાજે માંગ કરી હતી. જ્યારે પાયલ રાઠોડે આ મામલે સ્પષ્ટતા કરી હતી કે તે ટ્રાન્સવુમન છે અને પેઇન્ટીંગ કરી ગુજરાન ચલાવે છે. તેણે વ્યંઢળોના ગુરુએ તેમને માફી માંગવાનું કહ્યું હતું પરંતુ તેમ ના કરતા તેની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ દામિની સિન્હા નામની એક્ટિવિસ્ટે પાયલ રાઠોડને ન્યાય અપાવવાની ઝુંબેશ દેશભરમાં શરૂ કરી હતી. નોંધનીય છે કે સમાજના ત્રીજો લિંગ વર્ગ વ્યંઢળો એકબાજુ પોતાની વાસ્તવિકતા સામે લડી રહ્યા છે. છેલ્લા થોડા સમયમાં વ્યંઢળો પ્રત્યેનું લોકોનું વર્તન બદલાયું છે. ત્યારે હાલમાં એક વ્યંઢળ વિરુદ્ધ બીજા વ્યંઢળો પોલીસ સ્ટેશન પંહોચતા વ્યંઢળ સમાજમાં જ આંતરકલહ વધતો હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે.