ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન કરવા માટે શક્તિ વંદન કાર્યક્રમ હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત ‘શક્તિ વંદન દોડ’નું આયોજન શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયાની આગેવાનીમાં ભાજપના મહિલા કાર્યકર્તાઓ દ્વારા શક્તિ વંદન દોડનો કાર્યક્રમ મહિલા સશક્તિકરણના પ્લે કાર્ડ લઈને બહુમાળી ભવન ખાતેથી શરૂ કરી જિલ્લા પંચાયત ચોક સુધી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ફરી બહુમાળી ભવન ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. આ તકે આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, વિધાનસભા-69ના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, શહેર ઉપાધ્યક્ષ કાશ્મીરાબેન નથવાણી, પૂજાબેન પટેલ, શહેર મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, લીલાબેન પંડ્યા, કિરણબેન હરસોડા, દેવિકાબેન રાવલ, દક્ષાબેન વાઘેલા, મંગળાબેન સોઢા, વૈશાલીબેન મહેતા, કલ્પનાબેન કેડા, સેજલબેન ચૌધરી, રસીલાબેન પાંભર, મીરાબેન દવે, દિપાબેન કાચા, ચાંદનીબેન ગોંડલીયા, પ્રફુલ્લાબેન બારોટ વગેરે સહિત વોર્ડમાંથી સંગઠનની બહેનો અને સ્કૂલ-કોલેજમાંથી દીકરીઓ વિશાળ સંખ્યામાં જોડાઈ હતી.