પ્રથમ વરસાદને લઇ સમગ્ર જનજીવન હરખાયું હતું જેમાં વોરાકોટડા ગામના પ્રજાજનો નો પણ સમાવેશ થાય છે પરંતુ એક તરફ જેટલી ખુશી હતી તેટલો જ ગમ વોરાકોટડા ના લોકોમાં જોવા મળ્યો હતો.

- Advertisement -
ગોંડલી નદી ઉપર આવેલ ક્રોઝવે સામાન્ય વરસાદમાં પણ જીવલેણ થઈ જતો હોય છેલ્લા પાંચ વર્ષથી ક્રોઝવે ને ઉંચો કરવા મુખ્યમંત્રી, માર્ગ મકાન મંત્રી, રાજ્ય સરકાર ના ધારાસભ્યો સાંસદોને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતાં પ્રથમ વરસાદે જ વોરાકોટડા ગામ વિખૂટું પડી જતા લોકોમાં રોષ ફેલાયો હતો તેવું ભાવેશ ભાષા એ જણાવ્યું હતું.


