ખાસ-ખબર સંવાદદાતા
ગીર-સોમનાથ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ કોડીનાર તાલુકાના વેળવા ગામે ખાતે ગ્રામજનો પ્રેરક ઉપસ્થિતમાં બાલીકાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકારના વિવિધ યોજના ના લાભાર્થીને તેમને લાભ આપવામાં આવ્યો હતો અને વિકસિત ભારતની ઝાંખી રજુ કરતી શોર્ટ ફિલ્મ નિર્દેશક, વિવિધ યોજનાની કિટ વિતરણ,પ્રાકૃતિક ખેતીનો સંદેશ આપતુ નાટક સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિકસિત ભારત અંતર્ગત સંકલ્પ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે કોડીનાર યુનિયન બેકનાં ચેરમેન પ્રતાપભાઈ ડોડીયા, જિલ્લા પંચાયતના સભ્ય અમુભાઈ વાજા , તાલુકા પંચાયત સદસ્ય પીઠભાઈ વાજા અગ્રણી જયેશભાઇ બારડ,વેળવા ગામના સરપંચ દેવશીભાઈ, તલાટી મંત્રી જયદીપભાઈ સોલંકી તેમજ ગામના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કોડિનારના વેળવા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કરાયું સ્વાગત



