PWDના ભ્રષ્ટ અધિકારીઓનાં કરતૂત કેમેરામાં થયા કેદ…
સાહેબોએ આયોજકોને સાત-આઠ કલાક રઝળાવીને પરાણે પાસ કઢાવ્યા!
- Advertisement -
રાજકોટની યુવતી મિલી ત્રિવેદીને થયો કડવો અનુભવ: PWDના સાહેબોએ બધી શરમ નેવે મૂકી
ખાસ-ખબર સંવાદદાતા
દેશભરની સરકારી કચેરીઓમાં ભરપૂર ભ્રષ્ટાચાર ફૂલ્યોફાલ્યો છે. સરકારી અધિકારીઓ આર્થિક લેવડ-દેવડ સિવાય નાનુંઅમથુંય કામકાજ કરતા નથી. સરકારી કચેરીઓમાં વધતા જતા ભ્રષ્ટાચાર વચ્ચે રાજકોટની એક સરકારી કચેરીમાં કેટલાક અધિકારીઓ દ્વારા આચરાતાં ભ્રષ્ટાચારનો ભાંડાફોડ થયો છે. શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી પીડબ્લ્યુડીના ત્રણ અધિકારી સમીર પારેખ અને પિયુષ સોલંકી સહિત અન્ય એક અધિકારીએ 31તનિીં પાર્ટીમાં પાર્કિંગ પરમિશનના બદલામાં આયોજક મિલી ત્રિવેદી નામની યુવતી પાસેથી ઈવેન્ટના પાસ લઈ ભ્રષ્ટાચાર કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ આક્ષેપોના પુરાવારૂપે અનેક વિડીયો પણ ઉપલબ્ધ છે. વિડીયો ક્લિપમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, અધિકારીઓ ઈવેન્ટને મંજૂરી આપવાના બદલામાં બેશરમીપૂર્વક પાસની માંગ કરી રહ્યાં છે. બનાવની વિગત અનુસાર મિલી ત્રિવેદી નામની યુવતીએ પીડબ્લ્યુડીનો કચેરીના અધિકારી સમીર પારેખ અને પિયુષ સોલંકી સહિતના એક પર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે, પીડબ્લ્યુ કચેરીમાં કામ કરતા સમીર પારેખ અને પિયુષ સોલંકી નામના અધિકારીએ 31તિં પાર્ટીમાં પાર્કિંગ પરમિશન આપવાના બદલામાં 15 હજાર રૂપિયાના 30 જેટલા પાસ લીધા હતા. જ્યારે કોઈ ખાનગી કાર્યક્રમનું પાર્કિંગ સરકારી જમીનની હદમાં કરવાનું હોય છે ત્યારે સૌ પ્રથમ પીડબ્લ્યુડીની પરવાનગી મેળવવી પડે છે. 31તિં ન્યૂ યર પાર્ટીના આયોજનમાં પાર્કિંગ માટેની પરમિશન આપવા માટે અને ફાઇલ આગળ મોકલવા માટે સરકારી અધિકારી સમીર પારેખ અને પિયુષ સોલંકીએ લાંચ સ્વરૂપે એ જ ઈવેન્ટના પાસ લીધા હતા અને તેમને પણ ઉપર પાસ આપવા પડે છે એવું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, મિલી ત્રિવેદી છેલ્લા કેટલાક વર્ષોથી 31તિં ન્યૂ યર પાર્ટીનું આયોજન કરે છે. આ વખતે તેમણે 31 ડિસેમ્બરની ન્યૂ યર પાર્ટીનું ટીએસપી ઈવેન્ટથી સેકેન્ડ રિંગરોડ, ઘંટેશ્વર રોડ, એસઆરપી કેમ્પની બાજુમાં શુભારંભ પાર્ટી લોન્સમાં આયોજન કર્યું હતું. આ આયોજન માટે કેટલીક પરમિશન લેવાની રહેતી હોય છે. પીડબ્લ્યુડિની કચેરીમાંથી પાર્કિંગ પરમિશન લેવા માટે તેમને સરકારી અધિકારીઓ સમીર પારેખ અને પિયુષ સોલંકીને 15-15 એમ કુલ મળી 15000 રૂ.ના પાસ આપવા પડ્યા હતા. જોકે મિલી ત્રિવેદીએ લાંચિયા અધિકારીની કરતૂત કેમેરામાં કેદ કરી લીધી હતી. મંજુરી આપતા પહેલાં સાહેબોએ આયોજકોને સાત-આઠ કલાક લટકાવી રાખ્યા હતાં અને આડકતરી રીતે બ્લેક મેઈલ કરી ધરાહાર પાસ પડાવ્યા હતાં.
- Advertisement -
કમિશનર કચેરીમાં પરમિશન મેળવવા કોઈ સમસ્યા ન થઈ, PWDની કચેરીમાં જ અધિકારી દ્વારા થયો ભ્રષ્ટાચાર
રાજકોટમાં 31તિં ડિસેમ્બરની ન્યૂ યર પાર્ટીની ઈવેન્ટના કેટલાક આયોજકોને પાર્કિંગની એનઓસી મેળવવા મામલે પીડબ્લ્યુ કચેરીનો કડવો અનુભવ થયો છે. સરકારી જગ્યાની હદમાં પાર્કિંગ પરમિશનની એનઓસી આપવાના બદલામાં ઈવેન્ટ આયોજકો પાસેથી પીડબ્લ્યુડીના અધિકારી સમીર પારેખ અને પિયુષ સોલંકીએ હજારો રૂપિયાના પાસ લીધાના આક્ષેપ થઈ રહ્યા છે તો આક્ષેપ કરનારા એવું પણ જણાવી રહ્યા છે કે, તેઓને કમિશનર કચેરીમાં પરમિશન મેળવવા કોઈ પ્રોબ્લેમ ન આવી, પીડબ્લ્યુડીની કચેરીમાં જ ભ્રષ્ટાચાર થયો છે. ન્યૂ યર પાર્ટીના ઈવેન્ટના પાસ લીધા બાદ જ પીડબ્લ્યુડીમાંથી અધિકારીઓ ફાઈલ આગળ મોકલતા હતા.
PWDના ભ્રષ્ટ અધિકારીઓએ પરવાનગીના બદલામાં આયોજકો પાસની માંગણી કરી તેનો વિડીયો જોવા અહીં ક્લિક કરો