નવનિયુક્ત વોર્ડપ્રભારીઓને અભિનંદન પાઠવતા મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધનસુખ ભંડેરી, નિતીન ભારાજ, ગોવિંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા,ઉદય કાનગડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ,નરેન્દ્રસિહ ઠાકુર, ડો. પ્રદીપ ડવ, બીનાબેન આચાર્ય, અંજલીબેન રૂપાણી સહીતના અગ્રણીઓ
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક અખબારી યાદીમાં જણાવેલ છે કે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાન્ની અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ સૌરાષ્ટ્ર ઝોનના ઈન્ચાર્જ વિનોદભાઈ ચાવડા સાથે વિચાર વિમર્શ અને રાજકોટ મહાનગરના પ્રભારી ઝવેરીભાઈ ઠકરાર સાથે સંકલન કરી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ રાજકોટ શહેરના તમામ વોર્ડમાં નવનિયુક્ત પ્રભારીઓની જાહેરાત કરેલ છે.
- Advertisement -
ત્યારે કમલેશ મિરાણીએ જણાવેલ કે જનસંઘના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીએ આપેલા મંત્ર અનુસાર જયા નવી ત્યાં સુવિધા અને અંત્યોદયની ભાવના સાથે છેવાડાના માનવીનો વિકાસ થાય તે અનુસાર આજે ભાજપ સરકાર અનેકવિધ યોજનાઓ ધ્વારા લોકોને સુખાકારી આપી રહી છે ત્યારે જનસંઘ કે ભાજપના સ્થાપનાના પાયામાં રાષ્ટ્રવાદની વિચારધારા, લોકક્લ્યાણકારી યોજનાઓની સાથોસાથ દેશનું ગૌરવ વધે, દેશનુ સ્વાભિમાન વધે તે વાત પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાના દિલમાં પડેલી છે. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે સતા એ સેવાનું માધ્યમ રહી છે ત્યારે શહેર ભાજપની આ નવનિયુક્ત વોર્ડપ્રભારીઓની ટીમ સંગઠનને વધુ સુદૃઢ બનાવશે. આ તકે શહેર ભાજપ તમામ વોર્ડના ના આ નવનિયુક્ત પ્રભારીઓને ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારાજ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મહીલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી સહીતના અગ્રણીઓએ તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી શુભેચ્છા પાઠવેલ હતી.
ભાજપના નવનિયુકત વોર્ડપ્રભારી : (1) દિલીપભાઈ પટેલ (2) મનુભાઈ વઘાશીયા (3) દિનેશભાઈ કારીયા (4) દિપકભાઈ પનારા (5) રમેશભાઈ અકબરી (6) રમેશભાઈ પરમાર (7) પ્રતાપભાઈ વોરા (8) નિતીનભાઈ ભુત (9) ડો. જૈમનભાઈ ઉપાધ્યાય (10) પ્રવીણભાઈ મારૂ (11) રાજુભાઈ માલધારી (12) પ્રવીણભાઈ ઠુંમર (13) રાજુભાઈ બોરીચા (14) હસુભાઈ ચોવટીયા (15) જીણાભાઈ ચાવડા (16) અશ્વીનભાઈ મોલીયા (17) શૈલેષભાઈ પરસાણા (18) જીજ્ઞેશભાઈ જોષી


