નંબર પ્લેટ વિના આવેલી ટોળકી કર્મચારીઓને બંધક બનાવી CPU લઈ ગઈ
પૂર્વ સંચાલકોએ આ હુમલો કરાવ્યો હોવાનો આક્ષેપ: પોલીસે તપાસ હાથ ધરી
ખાસ-ખબર સંવાદદાતા
જસદણ તાલુકાના આટકોટ ગામે ભાવનગર હાઈવે પર આવેલ ડી.બી એજ્યુકેશન ટ્રસ્ટનાં ટ્રસ્ટી અરજણભાઇ રામાણી ઉપર શૈક્ષણિક સંકુલની કચેરીમાં ટોળા સ્વરૂપે દોડી આવેલા કેટલાક શખ્સોએ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. નંબર પ્લેટ વગરની ગાડી લઈને આવેલા શખ્સોએ ઓફિસમાં રહેલા સીપીયુ રાઉટર લઈને નાસી છૂટયા હતા. ટ્રસ્ટી અરજણભાઈ રામાણી સાથે જપાજપી થતાં હાથમાં ઈજા પહોંચી હતી. જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હોય આટકોટ પોલીસે તપાસ હાથ ધરી છે.
અરજણભાઇ રામાણીએ જણાવ્યું હતું કે સવારે ગેટ પર રહેલા સિક્યુરિટી મેન ઉપર દબાણ કરી ગેટ ખોલી કેટલાક શખ્શો અંદર ઘૂસી ગયાં હતા અને મુખ્ય ઓફીસમાં ધુસી કર્મચારીઓના મોબાઈલ ફોન લઇ લીધા હતા અને તેમને બંધક બનાવી બેસાડી દીધા હતા મારી ઓફિસમાં ઘૂસી જપાજપી કરી હતી અને હુમલો કર્યો હતો મને આંગણીમાં ઈજા પહોંચી હતી. મારી ઓફિસમાંથી કોમ્પ્યુટરનું સીપીયુ ઉઠાવી
લીધુ હતું.
તેમજ બાજુની ઓફીસમાંથી પણ રાઉટર ઉઠાવી લીધું હતું અને મને મારી નાખવાની ધમકી આપી હતી અપશબ્દ બોલતાં હતાં અડધી કલાક સુધ અફડા તફડી મચી ગઈ હતી તમાંમ ગાડી નંબર પ્લેટ વગરની હતી. આ શૈક્ષણિક સંકુલ પટેલ સમાજ સંચાલિત શૈક્ષણિક સંકુલ છે.
ભૂતકાળમાં પટેલ સમાજના અન્ય ઉદ્યોગપતિ આ શૈક્ષણિક સંકુલનું સંચાલન કરતા હતા જોકે અંદાજે દશ બાર વર્ષ પહેલાં તેનું સંચાલન અરજણભાઈ રામાણીની ટીમ દ્વારા સાંભળવામાં આવી રહ્યું છે. ભૂતકાળમાં જે ટ્રસ્ટી આ શૈક્ષણિક સંકુલનું સંચાલન કરતા હતા તેમનો હાથ આજના હુમલામાં હોવાની ચર્ચાઓ વેહેતી થઈ છે જોકે આ અંગે કોઈ સતાવાર ફરિયાદ નહિ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.
આટકોટની ડી.બી એજ્યુકેશન ટ્રસ્ટ શૈક્ષણિક સંકુલમાં ઘૂસી ટ્રસ્ટી ઉપર જીવલેણ હુમલો
