ઝેઝરી ગામે દારૂ ભરેલું વાહન મૂકી બુટલેગર નાસી છૂટયો
ખાસ-ખબર સંવાદદાતા
લખતર પોલીસની ટીમે મોડી રાત્રીએ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી આધારે સવલાણા-કેસરિયા વચ્ચે વોચ ગોઠવી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં લખતર પીએસઆઇ સહિતની ટીમને જોઈ જતાં આરોપી ગાડી લઈને ભાગતા પોલીસની ટીમે ફિલ્મી ઢબે પીછો કરતાં આરોપી દૂર ગાડી મૂકી નાસી જતા ગાડી અને દારૂનો જથ્થો લખતર પોલીસે કબજે કરી કાર નંબર આધારે તપાસ હાથ ધરી છે. લખતર પીએસઆઈ એન.એ.ડાભી તેમજ કમલેશભાઇ વાઘેલા સહિતની ટીમએ બાતમી આધારે સવલાણાથી કેસરિયા જવાનાં રસ્તે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની સફેદ કલરની ગાડી દેખાતા તે ઊભી રાખવા ઇસારો કરતા ચાલકે ગાડી ભગાવી મૂકી હતી.
બાદમાં લખતર પોલીસની ટીમે ગાડીનો પીછો કર્યો હતો. ત્યારે ઝેઝરી ગામ નજીક ચાલક ગાડી મૂકી નાસી છૂટયો હતો.
લખતર પોલીસે તપાસ કરતા સફેદ કલરની ડી મેક્ષ ગાડીમાંથી દારૂની 600 બોટલ મળી આવતા 2,27,000 તથા 2 લાખનું વાહન મળી કુલ રૂ.4,27,700નો મુદ્દામાલ કબજે કરી નાસી છૂટેલા બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.
લખતર પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી 600 બોટલ દારૂ ઝડપી પાડ્યો
